• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

13,860ની રકમ જાહેર કરનાર મહેશ શાહ ખાનગી ચેનલ સમક્ષ હાજર થયો

|

ઇન્કમ ટેક્સ ડેકલેરેશન સ્કીમ હેઠળ રૂપિયા 13,860 કરોડની રોકડ જાહેર કરનાર અમદાવાદનો પ્રોપર્ટી ડીલર અને વેપારી મહેશ શાહ હાલ સવર્ત્ર ચર્ચામાં છે. પોલિસની ભાગતા ફરતા મહેશ શાહની શોધખોળ કરી રહી છે ત્યાં જ આટલી મોટી રોકડ રકમ જાહેર કરનાર મુકેશ શાહ એક ખાનગી ચેનલના સ્ટૂડિયોમાં જનતા સમક્ષ હાજર થયો હતો. જે બાદ આઇટી અને ઇડીની ટીમ આ ખાનગી પ્રસારણ ચેનલના સ્ટૂડિયો પર પહોંચી હતી.

ખાનગી પ્રસારણ ચેનલ ઇ ટીવીમાં મુકેશ શાહે જણાવ્યું હતું કે તેણે આ તમામ વસ્તુ મજબૂરીના કારણે કરી હતી. તેણે સ્વીકાર્યું કે તેનાથી ભૂલ થઇ ગઇ હતી. અને તે આ તમામ રૂપિયાનો હિસાબ ખાલી આઇટી અધિકારીઓને આપશે. વધુમાં તેણે જણાવ્યું કે જમીન વેપાર સાથે જોડાયેલો છું અને આ તમામ વાતમાં પોતાના પરિવારને વચ્ચે ના લાવવાની વાત પણ તેણે ચેનલના માધ્યમથી કરી હતી. ત્યારે મહેશ શાહની અન્ય મહત્વપૂર્ણ વિગતો જાણો અહીં...

પત્ની બિમાર હોવા છતા ફરાર

કેન્દ્ર સરકારે જાહેર કરેલી આઇડીએસ યોજનાના છેલ્લા દિવસે અમદાવાદમાં રહેતા મહેશ શાહે નામના વ્યક્તિએ 13 હજાર 860 કરોડની બેનામી આવક જાહેર કરી હતી. અમદાવાદની સીએની પેઢી અપાજી અમિન એન્ડ કંપની દ્વારા તેણે આ આ બેનામી સંપત્તિ જાહેર કરી હતી. જોકે મહેશ શાહ અમદાવાદમાં આવેલા જોધપુર ચાર રસ્તા ખાત આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં બીજા માળે ત્રણ રૂમના ફ્લેટમાં રહે છે. અને જમીન દલાલીનું કામ કરે છે અને મોટે ભાગે મુંબઈમાં રહેતો હોય છે. આસપાસના પડોશીઓ પણ જણાવ્યું કે મહેશના પત્ની કેન્સરની બિમારીથી લાંબા સમયથી પીડાય છે.

પોલિસને મુંબઇમાં પગેરું મળ્યું?

જોકે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈની જુદી જુદી હોટેલોમાં મહેશ શાહ રોકયો હોવાની માહિતી આઈટી વિભાગને મળી છે. પરંતુ તેના ઘર પર દરોડા પડે તે પહેલા જ તે ઘર છોડીને ફરાર થઈ ગયો હતો. હવે પ્રશ્ન એ છે કે સાવ મધ્યમવર્ગીય રીતે રહેતો મહેશ શાહ પાસે અધધ નાણા આવ્યા ક્યાંથી?

આઇડીએસ રદ્દ!

આઈડીએસ યોજના અંતર્ગત 30 નવેમ્બરે રાત્રે બાર વાગ્યા પહેલા મહેશ શાહ નામના વ્યક્તિએ સીએ સાથે જઇને ઈન્કમટેકસ ઓફિસેથી આઇડીએસમાં ડેકલેરેશન કર્યું હતું. હવે વાત એમ છે કે આઇડીએસની વિગતો ગુપ્ત રાખવાની હોઇ ઇન્કમટેક્સના બીજા વિભાગોને તેની માહિતી ન હોય તે સ્વભાવિક છે, પરંતુ ઇન્વેસ્ટિગેશન વિંગે 28 નવેમ્બરે દરોડા પાડતા તેમને ખબર પડી કે મહેશે આઇડીએસમાં ડેકલેરેશન કર્યું છે.

મહેશે કરેલા ડેકલેરેશન ઉપરાંત દરોડામાં જમીનોને લગતા દસ્તાવેજો મળતા તેનું આઇડીએસ રદ્દ થયું છે. આથી હવે મહેશને 13,860 કરોડની રોકડનો પણ સ્રોત બતાવવો પડશે અને આથી જ મહેશ શાહ ગાયબ થઇ ગયો છે. ત્યારે હવે મહેશ શાહે કોના કોના વતી આઇડીએસમાં ડેકલેરેશન કર્યુ છે તેની સ્ફોટક માહિતી બહાર આવે તેમ છે. માટે જ હાલ આઇટી અધિાકારીઓ તેને પકડવાની તાગમાં છે.

English summary
Ahmedabad: Income Tax Department is searching Mahesh Shah who declared 13,860 Crore in IDS Scheme. Read here who is Mahesh Shah ? And how he earn so much black money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more