અ'વાદ ક્રાઇમ બ્રાન્ચે કરી નકલી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરની ધરપકડ

Subscribe to Oneindia News

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જે પોતાની ઓળખ પોલીસ ઓફિસર તરીકે આપી લોકોને ધમકી આપી લુંટી લેતો હતો. મળતી માહિતી મુજબ સુશીલ ચૌધરી નામના વ્યક્તિએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. ફરિયાદી તેના મિત્રની સાથે બાઈક પર સીજી રોડ તરફ જઈ રહ્યો હતો ત્યારે આરોપીએ પોતાની કારમાં વિસત સર્કલ પાસે આવી ફરિયાદીની બાઈક રોકી લાયસન્સ માંગ્યું હતું. આરોપીએ પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર તરીકેની આપી હતી.

ahmedabad

ફરિયાદીએ લાયસન્સ ન આપતાં આરોપી ગાડીમાંથી પોલીસનો પ્લાસ્ટીકનો દંડો લાવી ફરિયાદીને માર માર્યો હતો. આરોપીએ જબરજસ્તીથી ફરિયાદીના ખિસ્સામાંથી પાકીટ લઇ લીધું હતું. પાકીટમાંથી તેણે એક હજાર રૂપિયા, ગાડીની આરસી બુક અને સ્માર્ટ કાર્ડ લઇ લીધો હતો. ત્યાર બાદ તેણે ફરિયાદીને કહ્યું કે, "આવતીકાલે 5 હજાર રૂપિયા આપી તારી ગાડીની આરસી બુક લઇ જજે અને બનાવની કોઈને જાણ કરી છે તો હાથ-પગ તોડી જેલમાં નાંખી દઇશ."

આ બનાવ બાદ આરોપીએ ફરિયાદીને ફોન કરી અલગ-અલગ જગ્યાએ પૈસા આપવા બોલાવ્યો હતો. ફરિયાદીને શંકા જતા તેણે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ફરિયાદ કરી હતી. પોલીસે વોચ ગોઠવી ONGC સર્કલ સીજી રોડ પરથી આરોપી ભાવિક સુથારને ગાડી સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાડીમાંથી નંબર પ્લેટ અને પોલીસનો દંડો કબજે કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

English summary
Ahmedabad Crime Branch arrested fake Crime Branch Officer.Read here more.
Please Wait while comments are loading...