For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#AhmedabadFoundationDay : 608માં બર્થ ડેના વધામણાં

અમદાવાદનો આજે છે 608મો સ્થાપના દિવસ. ત્યારે ભારતની પહેલી વર્લ્ડ હેરિટેજ સીટી તેવા અમદાવાદની કેટલીક ખાસ તસવીરો સાથે જાણો તેના ભવ્ય ઇતિહાસ વિષે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

આજે છે અમદાવાદ શહેરનો 608મો સ્થાપના દિવસ. ગુજરાતની ભૂતપૂર્વ રાજધાની, અહમદશાહ બાદશાહનું નગર કે પછી ભારતના સૌ પ્રથમ હેરિટેજ સિટી તેવા અમદાવાદની વાત જ નીરાળી છે. અહીં ગાંધીની અહિંસા અને શાંતિને વાતો પણ છે તો વિક્રમ સારાભાઇ જેવા લોકોની અજ્ઞાનથી વિજ્ઞાન સુધીની સફર પણ છે. અહીં જૂના સ્થાપત્યો પણ છે તો નવી ટેકનોલોજી વાળી રિવોલવિંગ પતંગ હોટલ પણ છે. ગુજરાતના ઇતિહાસમાં અમદાવાદ છે અને અમદાવાદના ઇતિહાસમાં ગુજરાતનો વિકાસ છે. 6 સદીઓથી વધુ જૂનો ઇતિહાસ ધરાવતા અમદાવાદને તેના સ્થાપના દિવસના વધામણાં. ઉલ્લેખનીય છે કે 26મી ફ્રેબુઆરી 1411ના દિવસે બાદશાહ અહમદશાહે આ શહેરનો પાયો માણેક બુર્જ પાસે નાંખ્યો હતો. ત્યારે આ સુંદર શહેરની કેટલીક સુંદર તસવીરો સાથે તેના ભવ્ય ઇતિહાસ વિષે જાણો અહીં...

ઇતિહાસ

ઇતિહાસ

કહેવાય છે કે અહીંના રાજા બાદશાહ અહમદશાહે અહીં કૂતરા પર સસલું બેઠા જોઇને કહ્યું હતું કે તેમને આવી જ ભૂમિ પર તેમની રાજધાની બનાવી છે. આ પછી જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહેર બસાયા તે કહેવત પણ પ્રસિદ્ધ થઇ હતી. પુરાતત્વીય પુરાવાની વાત કરીએ તો અમદાવાદ લગભગ 11મી સદીથી લોકો વસવાટ કરે છે. અહમદાબાદને સમય જતા લોકબોલી મુજબ અમદાવાદ નામે ઓળખ મળી હતી.

#હુંછુંઅમદાવાદ

#હુંછુંઅમદાવાદ

સાબરમતીની ગોદમાં વસેલું અમદાવાદ ઇતિહાસની અનેક ઘટનાઓનું સાક્ષી છે. તેણે ગાંધી અને સરદારને પોતાનો મનમાં વસાવ્યું છે. તો બીજી તરફ આજે પણ ગુજરાતની આર્થિક મહાનગરી બનીને ઊભર્યું છે. જૈનાના હઠીસિંહના દેરા હોય કે વિક્રમભાઇની સાયન્સ સીટી, ઇતિહાસની સાક્ષી તેવી અડાલજની વાવ હોય કે ઇતિહાસ બની ચૂકેલી સીદી સૈયદની જાળીની વાત હોય અહીં રાણીનો હજીરો પણ છે અને રાણીની વાવ પણ. બે અલગ સંસ્કૃતિઓનો સમન્વય અને અન્ય સંસ્કૃતિઓને પણ આવકારતું આપણું અમદાવાદ છે ખાસ.

Happy Birthday Ahmedabad

Happy Birthday Ahmedabad

વાત હોય રાજકીય કેન્દ્રની કે સંસ્કૃતિ કેન્દ્રની કે પછી વિજ્ઞાન કે સ્થાપ્તયની અમદાવાદમાં તમને આ બધુ જ મળશે. સાથે જ ખોટી સાઇડની આપવા લોકો, હાથ મારી માથુ પકવતા લોકો અને કોઇને પણ બનાવી જાય તેવા અમદાવાદીઓ પણ મળશે. ઉત્તર ગુજરાત જ નહીં સમગ્ર ગુજરાતનું કેન્દ્ર બિંદુ સમા અમદાવાદને તેના આ સ્થાપના દિવસના વધામણાં.

English summary
#AhmedabadFoundationDay : It's 608 Birthday of India's first heritage city Ahmedabad. See here some photos of it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X