For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ 2021 પહેલાં શરૂ નહીં થાય

|
Google Oneindia Gujarati News

metro rail
ગાંધીનગર, 8 માર્ચ : ગુજરાત સરકારના મહત્વકાંક્ષી અમદાવાદ - ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જો કે સામાન્ય લોકોને તેની સેવાનો લાભ મેળવવા હજી એક દાયકા જેટલી લાંબી રાહ જોવી પડે એમ છે. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર MEGA(Metro-Link Express for Gandhinagar and Ahmedabad) તરીકે ઓળખાતા મેટ્રો રેલ પ્રોજેક્ટની સેવાઓ 2021 પહેલાં શરૂ થઇ શકે એમ નથી. આ માહિતી સિદ્ધપુરના કોંગ્રેસી ધારાસભ્ય બળવંતસિંહ રાજપુતે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન માંગી હતી. જેના જવાબમાં ગુજરાત સરકારે આમ જણાવ્યું હતું.

ગુજરાત સરકારે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટેની નોડલ એજન્સી MEGAએ પ્રોજેક્ટ માટે ફાળવેલા રૂપિયા 377.50 કરોડ રૂપિયામાંથી માત્ર રૂપિયા 14.23 કરોડ ખર્ચ કર્યા છે. ફાળવવામાં આવેલા કુલ ફંડના તે માત્ર 3 ટકા છે. આ વર્ષના બજેટમાં પણ બીજા રૂપિયા 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ અંગે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી મંજૂરી નહીં મળતી હોવાથી પ્રોજેક્ટ પર કામ કરવાની ઝડપ ઓછી છે. તેમણે એમ પણ જણાવ્યું કે વચ્ચે આવેલી વિધાનસભાની ચૂંટણીઓની આચારસંહિતાને કારણે પણ પ્રોજેક્ટના કામની મંજૂરીનું ઘણું કામ અટકી પડ્યું હતું. તેના કારણે કામમાં વિલંબ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્, રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયનો સંપર્ક સાધ્યો હતો. જેમાં કેન્દ્ર સરકાર પાસેથી આ પ્રોજેક્ટ માટે 25 ટકા ફંડિંગની માંગણી મૂકવામાં આવી હતી.

English summary
Ahmedabad Gandhinagar metro rail not before 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X