યુવતીના પિતા પર યુવતીના જ વાંધાનજક ફોટો મોકલી પૈસા માંગ્યા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચમાં એક ચોંકાવનારી ફરિચાદ નોંધવામાં આવી છે જેમાં પોરબંદરમાં રહેતા અને વેપાર કરતા એક વ્યકિતની 19 વર્ષીય દિકરીના યુવક મિત્રએ કેટલાંક વાંદાજનક ફોટોગ્રાફ ખુદ દીકરીના પિતા પર જ મોકલીને રૂપિયા 25 લાખની ખંડણી માંગી હતી. આ અંગે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ફરિયાદના આધારે રૂપિયા 25 લાખની ખંડણી માંગનાર યુવકની ઘરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

ahmedabad

આ બનાવની વિગતો એવી છે કે 19 વર્ષીય ટીના (નામ બદલેલ છે) મુળ પોરબંંદરની છે અને અમદાવાદ સેટેલાઇટ ખાતે પીજીમાં રહીને અભ્યાસ કરે છે. જ્યારે તેના પિતા પરમભાઇ (નામ બદલેલ છે) પોરબદર ખાતે બિઝનેસ કરે છે. થોડા દિવસ પહેલા તેના ટીનાના પિતા પર એક અજાણ્યા મોબાઇલ ફોનથી કેટલાંક વોટસએપ મેસેજ આવ્યા હતા. જે જોઇને ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ મેસેજ મોકલનારે તેમની દીકરી ટીનાના વાંધનજક ફોટો શેર કર્યા હતા અને મેસેજ કર્યો હતો કે તમારી દીકરી ટીના મારી ગર્લફ્રેન્ડ છે અને તેની સાથે મે અનેક વાર સંબધ બાંધ્યા છે. જેેના ફોટો પુરાવા છે. જો હાલ ફોટો તમને જ મોકલ્યા છે. જો તમે મને રૂપિયા 25 લાખ નહી આપો હુ આ ફોટોગ્રાફ્સ અન્ય વોટસએપ ગ્રુપ, ફેસબુક અને અન્ય સોસિયલ મીડીયામાં મોકલીને તમારી અને તમારી દીકરીની બદનામી કરી દઇશ. મારુ નામ હર્ષ છે. જેથી આ મેસેજ વાંચીને પરમભાઇનના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને તેમણે તેમની દીકરીને ફોન કરીને વિશ્વાસમાં લઇને પુછપરછ કરતા તેણે કબુલ્યુ હતુ કે હર્ષ મદલાણી નામના યુવક સાથે તેના મિત્રતાના સંબધ છે અને તે વિજય ચાર રસ્તા પાસે રહીને બીબીએનો અભ્યાસ કરે છે. ત્યારબાદ યુવકનો ફરીથી પૈસાની માંગણી કરતો ફોન આવતા પરમભાઇએ પાંચ દિવસનો સમય માંગ્યો હતો અને ત્યારબાદ ક્રાઇમબ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ બાબતે જાણ કરતા પોલીસે આ બનાવની ગંભીરતાથી લઇને તાત્કાલિક હર્ષ વિરૂધ્ધ આઇપીસીની કલમ 384 અને આઇટીએક્ટની કલમ 66 (ઇ) અને 67 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે આ બાબતને લઇ અમે જલ્દી હર્ષની ધરપકડ કરીશુ અને યુવતીના ફોટો બીજે જાહેર થયો છે કે અંગે પણ તપાસ કરાશે.

English summary
Ahmedabad Girl Father received her daughter private photos

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.