જુઓ Live ચોરી: અમદાવાદમાં વૃદ્ધાની ચેઇન કેવી રીતે ચોરાઇ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં ભર દિવસે એક વૃદ્ધાની સોનાની ચેઇન ચોરવામાં આવી છે. અમદાવાદના આણંદ નગરમાં 19 એપ્રિલના રોજ આ ઘટના બની હતી. ગત બુધવારે એક વૃદ્ધ દંપતી જ્યારે પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે એક યુવકે ખુબ જ ચાલકી સાથે પાછળ આવી વૃદ્ધાની ચેન ચોરી ભાગી ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

chain chori

આ વીડિયોમાં સ્પષ્ટ પણ દેખાય છે કે કેવી રીતે એક વૃદ્ધ દંપતી ચાલીને પોતાના ઘર તરફ પાછા જઇ રહ્યા છે. ત્યારે જ એક યુવક પાછળથી આવી છે. સાથે જ મેન રોડ પર એક અન્ય યુવક બાઇક લઇને તૈયાર ઊભો રહે છે. જેવું તે યુવકને લાગે છે કે બાઇક રેડી છે તે તરત જ બાનો દોરા ઝંટવી છે. વૃદ્ધા કંઇ કરે તે પહેલા યુવક ચેઇન ચોરી ભાગી છૂટે છે. ત્યારે જુઓ આ ઘટના આ વીડિયોમાં....

English summary
Ahmedabad : See here live video of chain snatching at Anand Nagar.
Please Wait while comments are loading...