For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ પોલીસનો દારૂના અડ્ડા પર સપાટો, 400 પોલીસનો કાફલો છારાનગરમાં ત્રાટક્યો

અમદાવાદના છારાનગરમાં પોલીસ 400 પોલીસ જવાનોનો કાફલો લઇને ત્રાટકી, દારૂ પર કર્યું પોલીસે મેગા આપરેશન. જાણો શું મળ્યું પોલીસને અહીંથી...

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગુજરાત પોલીસ દાવા કરે છે કે અહીયા દારૂબંધી છે. પણ હકીકત એ છે કે પોલીસ દારૂનો કાયદો યોગ્ય અમલ કરાવવામાં નિષ્ફળ ગઇ છે.જો કે ઘણીવાર પોલીસ અચાનક દરોડો પાડીને સારી કામગીરી પણ કરે છે. રવિવારે અમદાવાદ પોલીસે છારાનગરમાં એક સાથે 400 પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો અને દેશી દારૂ, અંગ્રેજી દારૂ અને દારૂ બનાવવાની ચીજવસ્તુઓનો મોટો જથ્થો જપ્ત કરીને 50થી વધારે બુટલેગર સામે 25થી વધારે અલગ અલગ કેસ કર્યા હતા.જેમાં આજે સવારે પાંચ વાગે જેસીપી અશોક યાદવ, બે ડીસીપી, ચાર એસીપી તેમજ અમદાવાદના શાહીબાગ, નરોડા, સરદારનગર, કૃષ્ણનગર, મેઘાણીનગર, રામોલ, અમરાઇવાડી, ખોખરા,રખિયાલ, ઓઢવ, ગોમતીપુર અને બાપુનગર પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી.

liquor police raid

જેના કારણે કુબેરનગરમાં સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઇ હતી અને અચાનક ઘરમાં ઘુસેલી પોલીસને જોઇ બુટલેગરોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે પોલીસે 50 જેટલા બુટલેગરોને ઝડપી લીધા હતા. જેમાં મહિલા બુટલેગરોનો પણ સમાવેશ થાય છે. પોલીસે તપાસ કરતા અંદાજે 8000 લીટર વોશ મળી આવ્યો હતો જેનો પોલીસે સ્થળ પર જ નાશ કર્યો હતો.જો કે દારૂ બનાવવા માટે સડેલો ગોળ પણ એક ઘરમાંથી મળી આવ્યો હતો. જ્યારે દેશી દારૂ ગાળવાની અનેક ભઠ્ઠી પણ મળી આવી હતી. સેક્ટર 2 જેસીપી અશોક યાદવે કહ્યું કે અમે આગામી દિવસોમાં પણ આ પ્રકારના દરો઼ડા પાડવાની કામગીરી ચાલુ રહેશે. આ વિસ્તારમાં અંદાજે 300 જેટલા અન્ય લોકો પણ રહે છે અને તેઓ લૂંટ, ઘાડ, ઘરફોડ. વાહનચોરી,ચેઇન સ્નેચીંગ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત. પોલીસે ઇસનપુર, વટવા, નારોલમાં પણ મોટા દરોડાની કાર્યવાહી કરી હતી. ત્યારે પોલીસે આ કડક કાર્યવાહી કરી.

liquor raid
English summary
Ahmedabad: Mega operation held by Gujarat police on illegal liquor issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X