For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની 12 કમિટીના ચેરમેનની થઈ નિમણૂક

શુક્રવારે અમદાવાદ મહાનગરપાલિકાની માસિક સાધારણ સભા મળી હતી. જેમાં AMTS સહિતની વિવિધ 12 કમિટીઓના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

શુક્રવારે અમદાવાદ મહાનગરપાલિકાની માસિક સાધારણ સભા મળી હતી. જેમાં AMTS સહિતની વિવિધ 12 કમિટીઓના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. સભ્યોની જાહેરાત બાદ તમામ કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. વિવિધ કમિટીના ચેરમેનને એસી કેબિન અને કાર મળતી હોઇ આ મલાઈદાર પદ મેળવવા માટે કોર્પોરેટરોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે ફાયનલી 12 કમિટીના ચેરમેનની જાહેરાત થઈ ગઈ છે.

ahmedabad

વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે રશ્મિકાન્ત શાહની નિમણૂક કરવામાં આવી છે, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌતમ પટેલની નિમણૂંક કરવામાં આવી છે, હોસ્પિટલ કમિટીના ચેરમેન તરીકે દવાંગ દાણીની નિમણૂક કરવામાં આવી છે, હાઉસિંગ કમિટીના ચેરમેન તરીકે વલ્લભભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે, રોડ કમિટીના ચેરમેન તરીકે રમેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે, હેલ્થ કમિટીના ચેરમેન તરીકે પરેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે, એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે અતુલ ભાવસારની નિમણૂક કરવામાં આવી છે.

જ્યારે રિકરીએશન કમિટીના ચેરમેન તરીકે જીજ્ઞેશ પટેલની નિમણૂક કરવાાં આવી છે, રેવન્યૂ કમિટીના ચેરમેન તરીકે ગૌતમ કથીરિયા, લીગલ કમિટીના ચેરમેન તરીકે રેણુકા પટેલ, મટીરીયલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકે કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ તથા મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન તરીકે પુષ્મા મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં જ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન તરીકે અમુલ ભટ્ટની વરણી કરવામાં આવી હતી.

English summary
Ahmedabad Municipal Corporation appointed chairman of 12 committees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X