વિકાસ ગૃહમાંથી ફરાર થયેલ 4 પૈકી 3 સગીરાઓને પોલીસે પકડી પાડી

Subscribe to Oneindia News

અમદાવાદ શહેરના પાલડી ખાતે આવેલાં વિકાસ ગૃહમાંથી 5 સગીરાઓ ફરાર થવાની ઘટના બની હતી. રાજ્યભરની પોલીસ ને આ મામલે એલર્ટ કરવામાં આવી હતી. ભાગી નીકળેલ 5 પૈકી 3 સગીરાઓ સંતરામપુરથી પોલીસને મળી આવી છે. 5 પૈકી 1 સગીરા હેમાબહેન ચૌહાણ ઉ.વ.16, રહે.હીરાપુર, સંતરામપુરાની રહેવાસી હોવાથી પોલીસે વોચ ગોઠવી હતી. આથી સગીરા તેના ઘરે જતાં પોલીસે ત્રણે સગીરાને પકડી પાડી છે.

remand home

સગીરાઓને પકડી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા ત્રણે સગીરાની પૂછપરછ કરતા સગીરાઓએ વિકાસ ગૃહના કર્મચારી દ્વારા તેમના પર ત્રાસ ગુજારવાનો આક્ષેપ કર્યો છે. હાલ પોલીસ દ્વારા અન્ય સગીરાઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિકાસ ગૃહમાં ગૃહમાતા રાતે 8 વાગેકિંગમાં નીકળ્યા તે સમયે તેમને ખબર પડી હતી વિકાસ ગૃહના પાછળના દરવાજેથી એક યુવતી સહીત 4 સગીરા ફરાર થઇ ગઈ હતી. જેમાંથી બે સગીરા પોતાનાં 6 મહિનાના બાળકોને પણ સાથે લઇ ગઈ હતી. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધી પાંચેને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વિકાસ ગૃહમાંથી ફરાર થઇ ગયેલી પાંચ પૈકી બે સગીરાના સંતાન હતા અને બીજી બે સગીરા પ્રેમ પ્રકરણના મામલે વિકાસ ગૃહમાં બંધ હતી. વિકાસગૃહમાંથી મદિના કમરુદ્દીન રાજારાણી (ઉ.વ.18, રહે.વીરમગામ) હેમાબહેન ચૌહાણ (ઉ.વ.16, રહે.હીરાપુર, સંતરામપુરા), મિતલબહેન ગણપત રાઠોડ (ઉ.વ.17, રહે. ત્રણ માળિયા સ્લમ ક્વાર્ટર્સ, કાળીગામ), રંજનબહેન વિનોદભાઇ (ઉ.વ.17, રહે. વીરમગામ) અને પૂનમબહેન કાલુજી ઠાકોર (ઉ.વ.17, રહે.દેત્રોજ) ફરાર થઈ ગઈ હતી. પોલીસે ફરાર થયેલી યુવતીઓના ઘરે વીરમગામ, સંતરામપુર, સાબરમતી અને દેત્રોજ ખાતે અલગ અલગ ટીમોને મોકલીને તપાસ હાથ ધરી હતી.

English summary
Ahmedabad, out of 5 Fugitive 3 cought by police from Santrampur.
Please Wait while comments are loading...