અમદાવાદના રસ્તા બન્યા નદીઓ, વરસાદે કર્યું ત્રાહિમામ!

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં ગત મોડી રાતની અવરત વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં 5 થી 6 કલાકમાં જ 7 ઇંચ જેટલો વરસાદ બનતા રસ્તાઓ દેખાવાના બંધ થઇ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં રસ્તાની જગ્યાએ પાણીની નાની નદીઓ દેખવા મળી રહી છે. પૂર્વ અને દક્ષિણ અમદાવાદ ભારે વરસાદના કારણે સૌથી વધુ ક્ષતિગ્રસ્ત થયા છે.

ahmedabad rain

અને રન વે પર પણ પાણી ભરતા ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઇ છે. વધુમાં ઠેર ઠેર પડવા ખાડાએ લોકોની મુશ્કેલી વધારી છે. ઉલ્લેખનીય છે કે ગત ચાર દિવસથી ગુજરાતની મોટા ભાગની શાળા અને કોલેજ બંધ છે પણ તેમ છતાં નોકરીયાત વર્ગે ઓફિસ પહોંચવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કેડ સુધી પાણી ભરાયા છે.

ahmedabad rain

વધુમાં વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. અને મોટા ભાગના અંડરબ્રીજ પાણીમાં ગરકાવ થતા તેમને બંધ કરવામાં આવ્યા છે. વધુમાં હવામાન ખાતાએ આગાહી કરી છે આગામી 24 કલાકમાં હજી પણ વધુ ભારે વરસાદ થશે. ત્યારે આટલું બધું પાણી ઠેર ઠેર જોઇને લોકોની ચિંતા વધી છે. સાથે જ માખી અને મચ્છરોનું દૂષણ પણ વધ્યું છે. અને ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે.

ahmedabad rain
English summary
Ahmedabad rain : Heavy rain in the city see the photos and more details on this news.
Please Wait while comments are loading...