For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos : અમદાવાદમાં કંઇ કંઇ જગ્યાએ પાણી ભરાયા? જાણો અહીં

અમદાવાદમાં આ રસ્તાઓમાં ભરાયા છે ભારે પાણી. આ લેખમાં જાણો અમદાવાદમાં કેટલો વિસ્તાર કેટલા વિસ્તારામાં થયો. વિગતવાર તસવીરોમાં જાણો બધુ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદમાં છેલ્લા 12 કલાકમાં જ 6 ઇંચ વરસાદ પડી ગયો છે. આમ પણ ચાર ઇંચમાં પાણી પાણી થઇ જતાં અમદાવાદમાં 6 ઇંચ જેટલા રસ્તો પડતા, રસ્તાઓ નદી-નાળા બની ગયા છે, તળાવો ઓવરફ્લો થઇ ગયા છે અને લોકો વરસાદથી ત્રાસી ગયા છે. ઉલ્લેખનીય છે કે ગત મોડી રાતની કડાકા ભડાકા સાથે અમદાવાદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ અને દક્ષિણ અમદાવાદ ભારે વરસાદના કારણે સૌથી વધુ ક્ષતિગ્રસ્ત થયા છે. અને રન વે પર પણ પાણી ભરાયા છે. સાથે જ ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઇ છે. ત્યારે અમદાવાદમાં વરસાદનું શું સ્થિતિ છે. કયા રસ્તાઓ બંધ છે વિગતવાર જાણો અહીં...

ઝોન મુજબ વરસાદ

ઝોન મુજબ વરસાદ

ઉલ્લેખનીય છે કે ગત રાત 12 વાગ્યાથી શહેરમાં કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી શહેરમાં 48.15 મીમી વરસાદ નોંધાયો છે. પૂર્વ ઝોનમાં 57 મીમી , પશ્ચીમ ઝોનમાં 31.75 મીમી વરસાદ, નવા પશ્ચીમ ઝોનમાં 34 મીમી , મધ્ય ઝોનમાં 49.25 મીમી વરસાદ ઉત્તર ઝોનમાં 45.66 મીમી , દક્ષિણ ઝોનમાં 71.25 મીમી વરસાદ સવાર સુધીમાં નોંધવામાં આવ્યો છે. તો સાથે જ વાસણા બેરજની 128.75 ફૂટની સપાટીએ છે.

વાસણા બેરેજ

વાસણા બેરેજ

અમદાવાદમાં ધરોઇના પાણીની જ્યાં સાબરમતી નદી બે કાંઠે થઇ છે ત્યાં જ ઠેર ઠેર પાણી ભરાતા વાસણા બેરેજના 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમ છતાં મોટા ભાગના અંડરબ્રીજ પાણીમાં ગરકાવ થતા તેમને બંધ કરવામાં આવ્યા છે.

દક્ષિણ-પૂર્વ ઝોન

દક્ષિણ-પૂર્વ ઝોન

અમદાવાદમાં 60 વધુ જગ્યાએ પાણી ભરાવવાની ફરિયાદો આવી છે. ઓડવ ફાયર સ્ટેશન રોડ, સીજી રોડ, એસ.જી હાઇવે, ચાંદલોડિયા, ઓનજીસી ઓરટીઓ સર્કલ પાસે પાણી ભરાવાની ફરિયાદો આવતા તંત્ર દ્વારા પાણી નીકળવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં રતનપુરા તળાવ ઓવરફ્લો થવાના કારણે બન્ને તરફના રસ્તા આજે સવારે અમદાવાદ નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવ્યા છે. વધુમાં નારણપુરા ચાર રસ્તા પર પણ પાણી ભરાયા છે. જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે.

હજુ પડશે વરસાદ

જો કે હવામાન ખાતાએ આવનારા 48 કલાકમાં હજી પણ ભારે વરસાદ પડવાની આગાહ કરી છે. ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસાના બીજા રાઉન્ડમાં ભારે વધુ વરસાદ પડતા લોકોની મુશ્કેલી વધી છે. એટલું જ નહીં ગત રાતથી અત્યાર સુધીમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં 6 ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે.

અવિરત વરસાદ

અવિરત વરસાદ

અને ગત ચાર દિવસથી અમદાવાદમાં અવિરત વરસાદ ચાલી જ રહ્યો છે. જેના કારણે છેલ્લા ચાર દિવસથી વિદ્યાર્થીઓ શાળાએ પણ નથી જતા. અને ગૃહિણીઓ કપડા સૂકવવાની અને માખી, મચ્છર દૂર કરવાની પળોજણમાં વ્યસ્ત છે.

ઠેર ઠેર ખાડાને ગંદકી

ઠેર ઠેર ખાડાને ગંદકી

તો એક તરફ જ્યાં અમદાવાદ નગરપાલિકા ખાડા પૂરવાની વાતો કરી રહી છે ત્યાં જ બીજી તરફ અનેક તેવા વિસ્તારો છે જ્યાં ખાડા પૂર્યા પછી બીજા દિવસે ખાડા પડી જાય છે. રસ્તાની તો વાત છોડો અમદાવાદના એરપોર્ટના રનવે પર પણ ભારે વરસાદના કારણે ખાડા પડતા ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી. સાથે ગંદકીમાં વધારો થયો છે.

વિસ્તાર મુજબ કેટલા ઇંચ વરસાદ?

વિસ્તાર મુજબ કેટલા ઇંચ વરસાદ?

વટવામાં સાડા 6 ઈંચ , મણીનગરમાં સાડા પાંચ ઈંચ વરસાદ, ઓઢવમાં 5 ઈંચ , વિરાટનગરમાં 4 ઈંચ વરસાદ, ઉસ્માનપુરમાં 4 ઈંચ , રાણીપમાં 4 ઈંચ વરસાદ, વેજલપુરમાં 5 ઈંચ , ગોતામાં 3 ઈંચ, કોતરપુરમાં 3 , મેમ્કો અને નરોડામાં 4 ઈંચ વરસાદ, દાણીલીમડામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો છે. શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

અંડર બ્રીજ

અંડર બ્રીજ

મીઠાખડી, અખબારનગર અંડરબ્રીજને બંધ કરવામાં આવ્યો છે. દર વર્ષે અહીં થોડો પણ વરસાદ પડતા અંડરબ્રીજ ભરાઇ જાય છે.દક્ષિણી અંડર બ્રીજ પણ બંધ કરાયો. વધુમાં બાપુનગર-ઓઢવ, કોતરપુર, મેમકો, નરોડા વિસ્તારમાં વહેલી સવારે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પાણી જ પાણી

English summary
Ahmedabad rain : this road are closed or waterlogged in the city. Read here in details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X