ઘરફોડી કરતા ચીલીકોટા ગેંગના 3 સભ્યોને પોલીસે ઝડપ્યા

Subscribe to Oneindia News

અમદાવાદ જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશના આબાદનગર પાસેની મારવેલ કો-ઓપરેટીવ સોસાયટીના મકાન નં એ/18 માં રહેતા ધીરજલાલ હિંમતલાલ જોશી તેમનું મકાન બંધ કરી પત્ની સાથે ડિસેમ્બરમાં પોતાના દીકરા પાસે સુરેન્દ્રનગર થોડા દિવસ માટે રહેવા ગયા હતા. પરત ફરતા તેમના મકાનના પાછળના દરવાજાનું તાળુ તોડી ગયુ હતું અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ કુલ મળી રૂ.74,180ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યુ હતું. તેમણે અજાણ્યા ઇસમો મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની ટીમે તેમના ઘરની મુલાકાત લીધી અને આગળની તપાસ હાથ ધરી હતી. જેના ફળસ્વરૂપે દાહોદની કુખ્યાત "ચીલાકોટા ગેંગ" ની સંડોવણી જાણવા મળી હતી. જેમાં પોલીસને ત્રણ ગુનેગારોને પકડવામાં સફળતા મળી હતી.

Ahmedabad

ઉલ્લેખનીય છે કે પકડાયેલા "ચીલાકોટા ગેગ"ના ત્રણ સાગરીતો જેમાં વિનુભાઇ,કનેશ અને રમશુ ઉર્ફ રમતુ બાબુભાઇ ભુરીયાની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરોકત આરોપીઓ પાસેથી લોખંડના ગણેશીયા સહિતના ઘરફોડ ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા. આ ઉપરાંત કુલ રૂ.3,05,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વધુ પુછતાછ કરતા જાણવા મળ્યુ હતુ કે, આ આરોપીઓ કડિયા કામ-પાણીની પાઇપ લાઇનના કામના બહાને ખુલ્લી અને એકાંતવાળી જગ્યાએ છાપરૂ બાંધી આશરો મેળવે છે. દિવસ દરમ્યારન ચોક્કસ વિસ્તારને ટાર્ગેટ કરી રેકી કરી એકાંત અને છેવાડા વિસ્તાારની સોસાયટીના બંધ મકાનની પસંદગી કરી રાત્રીના સમયે પસંદગી કરેલ મકાન પર ત્રાટકે છે. એક વર્ષમાં તેમણે અમદાવાદના આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે બોપલ અને ઘાટલોડિયામાં એક ડઝનથી પણ વધારે મકાનોમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી.

English summary
Ahmedabad rural police arrested 3 member of notorious gang. Read more detail on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.