For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અ'વાદની શરમજનક ઘટના, ડોક્ટરે 2 બાળકોને 8 લાખમાં વેચી દીધા

|
Google Oneindia Gujarati News

baby
અમદાવાદ, 1 ફેબ્રુઆરી: ડોક્ટરને આપણે ભગવાનું બીજું રૂપ ગણતા હોઇએ છીએ અને આપણે તેમને એ પ્રકારનું જ માન સમ્માન આપતા હોઇએ છીએ, પરંતુ જ્યારે આ ભગવાન જ રાક્ષસ જેવું કામ કરે ત્યારે શું કરવું? ડોક્ટરો પ્રત્યેની લાગણી બદલી નાખે એવી ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદના ડો. અતિતે બે બાળકોને 8 લાખ રૂપિયામાં પોરબંદરના એક દંપતિને વેચી દીધાની માહિતી બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

અમદાવાદમાં સરસપૂર ખાતે આવેલી મેટરનીટી જનરલ હોસ્પીટલના ડો. ભરત અતીત સામે તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાંચને ચોંકાવનારી માહિતી મળી છે કે ડો. અતીતે પોરબંદરના એક દંપતિને બે બાળકો 8 લાખ રૂપિયામાં વેચી દીધા છે. અને તેના માટે તેમણે ખોટા દસ્તાવેજો પણ બનાવ્યા છે. જોકે આ અંગે ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે.

ડો. અતીતની સામે ઘાટલોડિયાની એક સેરોગેટ મધરના બાળકને વેચી દેવાના મામલે તપાસ ચાલી રહી હતી. દરમિયાનમાં બે બાળકો 4-4 લાખમાં વેચી દીધાની માહિતી બહાર આવી છે. જોકે બીજા બાળકની સેરોગેટ મધર કોણ હતું તેની પણ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેની માહિતી મળતા જ અને ખોટા દસ્તાવેજ બનાવવા બદલ ડો. અતીત સામે અન્ય ફરિયાદ પણ દાખલ થઇ જશે.

ઘાટલોડિયાની મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસે તેમની સામે માનવ તસ્કરીનો ગૂનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ડો. અતીતે ધરપકડ થવાની બીકે આગોતરા જામીન અરજી કરી હતી જોકે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. બાદમાં ડો. અતીતે હાઇકોર્ટનો સહારો લીધો હતો, જ્યા હાઇકાર્ટે તેમને તપાસમાં સહકાર આપવા અને હાજર રહેવા આદેશ આપ્યો છે.

ડોક્ટર દ્વારા બાળકોને વેચી દેવાનો શરમજનક કિસ્સો દેશમાં પહેલીવાર સામે આવ્યો છે. આ ઘટનામાં જેટલા લોકોનો પણ હાથ હશે તે તમામની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે. તેમજ સેરોગેટ મધર કેસમાં એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવશે.

English summary
Ahmedabad's Dr. Bharat Atit have sold two child in 8 lac rupees.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X