For Daily Alerts
સીરીયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી શોએબ કોટનીકલની ધરપકડ
અમદાવાદ : ૨૦૦૮માં અમદાવાદ શહેરમાં થયેલા સીરીયલ બોમ્બ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી શોએબ કોટનીકલની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપડક કરવામાં છે. યાસીન ભટકલ સાથે સંકળાયેલા શોએબ કોટનીકલ ક્રાઈમ બ્રાન્ચે કેરળથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ શોએબ કોટનીકલની બોમ્બ પ્લાન્ટ કરવામાં તેની ભૂમિકા હતી. શોએબ કોટનીકલ મૂળ કેરળના માલાપુરનો વતની છે આતંકી યાસીન ભટકલનો ખાસ હતો.
સિરિયલ બ્લાસ્ટ માટે બોમ્બની ટાઇમર ચીપની વ્યવસ્થા શોએબ દ્વારા કરવામાં આવી હતી. શોએબ કોટનીકલએ સીરીયલ બ્લાસ્ટમાં મહત્વની ભૂમિકા હતી. તેના દ્વારા બોમ્બ પ્લાન્ટ પણ કરવામાં આવ્યા હતા. 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 56 લોકોના મોત અને 240 લોકો ઘાયલ થયા હતા. અત્યાર સુધી આ કેસમાં 79 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.