21 બાળકોની મોત, CM એ લીધી મુલાકાત તો કોંગ્રેસે કર્યો વિરોધ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં બાળકોની મોતનો આંકડો 21 પર પહોંચ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 21 બાળકોની મોત થતા સરકારઅને આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વધુમાં સરકાર દ્વારા એક ડોક્ટરોની અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવી છે. જે આ સમગ્ર મામલાની તપાસ કરીને રિપોર્ટ આપશે. રવિવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને અધુરા મહિને બાળકો જન્મતા મૃત્યુ પામ્યા છે તેવો રદિયો આપી આ સમગ્ર મામલાને રાજકીય રંગ ના આપવાની વાત ઉચ્ચારી હતી. તો બીજી તરફ કોંગ્રેસ અને આપ દ્વારા આ ઘટનાઓ વિરોધ કરવામાં આવ્યો હતો.

new born baby

કોંગ્રેસના કાર્યકર્તાઓએ સવિલ પહોંચીને સુપરિટેન્ડેન્ટ ઓફિસમાં તોડફોડ કરી હતી. અને ભારે સુત્રોચ્ચા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ વિપક્ષના નેતાઓએ આ મામલે આરોગ્ય મંત્રી શંકર ચૌધરીના રાજીનામાંની પણ માંગ કરી હતી. જો કે આ તમામની વચ્ચે જે 21 પરિવારોએ તેમના આવનારા સંતાનો ગુમાવ્યા છે તેઓ શોકગ્રસ્ત થયા હતા. આ તમામ રાજનીતિ વચ્ચે તેમને રોષ અને પોતાના બાળકો ગુમાવાનો શોક હતો. જો કે આવનારી વિધાનસભાની ચૂંટણીને જોતા તમામ પક્ષો આ મામલે પોતાનો રાજકીય રોટલો શેકતા જોવા મળ્યા હતા.

English summary
Ahmedabad: Total 21 newborns died in last 3 days in civil hospital.Gujarat government to order a probe into the circumstances and causes of their death.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.