અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્વિટર લાઈવથી ફરિયાદ નિવારણ કરશે
અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે ત્યારે અમદાવાદ ના નાગરિકો ઓનલાઇન ફરિયાદ કરી શકે અને તાત્કાલિક નિવેડો પણ લાવી શકે તે માટે ટ્વિટર લાઈવનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં હવે અઠવાડિયા માં દરરોજ સાંજે 2 કલાક લાઈવ રહેશે જેમાં ટ્વિટર પર આવતી ફરિયાદો નું તાત્કાલિક નિરાકરણ લાવવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
મંગળવારે સાંજે અમદાવાદ ટ્રાફીક પોલીસ ટ્વિટર પર બે કલાક લાઈવ થઈ હતી અને જેમાં 50 થી વઘુ ફરિયાદો મળી હતી જેનું નિરાકરણ લાવવવા માં આવ્યું હતું. આ માટે અમદાવાદ પોલીસે જણાવ્યું છે કે અમદાવાદ પોલીસના ટ્વિટર બે ટ્વિટર હેન્ડલ પર ફરિયાદ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ દરમિયાન અમદાવાદ પોલીસ ટ્વિટર પર સક્રિય થઈ છે જેના કારણે હાલ માત્ર એક જ અઠવાડિયામાં બે હજાર જેટલા ફોલોઅર્સ નો નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ આ વ્યવસ્થા ને વધુ સારી રીતે અમલ માં મૂકી શકાય તેવુ આયોજન પણ કરી રહી છે.
આ ઉપરાંત અમદાવાદ ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે જો કોઈ ટ્રાફિક ની સમસ્યા ને લઈને 100 નંબર પર પણ કોલ કરી મદદ માંગશે તો પણ પ્રશ્ન નો નિવેડો લાવવામાં મદદ કરાશે.