For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રવીણ તોગડિયા 21 વર્ષ જૂના કેસમાં કોર્ટ સમક્ષ હાજર થશે

આત્મારામ પટેલ કેસમાં પ્રવીણ તોગડિયા વિરુદ્ધ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યો છે. જે પછી આજે પ્રવીણ તોગડીયા કોર્ટમાં હાજર રહેશે. જાણો શું છે મામલો?

By Chaitali
|
Google Oneindia Gujarati News

21 વર્ષ જૂના કેશના વિશ્વ હિંદુ પરિષદના જાણીતા નેતા પ્રવીણ તોગડિયા આજે કોર્ટ સમક્ષ હાજર થશે. આ માટે તેમની સામે કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યો છે. 21 વર્ષ પહેલા હજૂરિયા-ખજૂરિયા કાંડ બાદ અમદાવાદની એક જાહેરસભામાં ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલને માર મારવા અને તેમની હત્યાના પ્રયાસના આરોપમાં મેટ્રોપોલિટન કોર્ટે પ્રવિણ તોગડિયા સમેત 39 કાર્યકરો સમક્ષ કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યો હતો. જે પછી પ્રવીણ તોગડીયા આ મામલે અમદાવાદની ઘીકાંટા કોર્ટ સમક્ષ થશે હાજર થશે. બપોરે 1:30 કલાકે કોર્ટ સામે તેના કાર્યકરો સાથે રેલી કાઢી તે પહોંચશે તેમ મનાઇ રહ્યું છે. નોંધનીય છે કે આ કેસને બંધ કરવા માટે આ પહેલા ખુદ રાજ્ય સરકારે પ્રયાસ કર્યો હતો પણ કોર્ટે તેને ફગાવી દીધો હતો. તો બીજી તરફ તે સમયે આત્મરામ પટેલ તરફથી હત્યાના આરોપ જેવા ગંભીર આરોપો અને કલમ આ કેસમાં લગાવવામાં આવી હતી. અને તે સમયે આ ઘટનાએ મોટો વિવાદ સર્જ્યો હતો.

praveen togadia

શું છે મામલો?

અમદાવાદમાં 20મી મે 1996ના રોજ સરદાર પટેલ સ્ટેડિય ખાતે એક જાહેર સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શંકરસિંહ વાઘેલાના ટેકેદાર તરીકે ભાજપના જ વરિષ્ઠ નેતા આત્મારામ પટેલ મંચ પર હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપના બે જૂથો વચ્ચે આતંરિક વિવાદ પછી વાઘેલા સાથે ખજૂરાહો ગયેલા ધારાસભ્યો અને આત્મરામ પટેલ સામે નારાજગીના પગલે જાહેરમાં આત્મારામ પટેલનું ધોતિયું ખેંચી તેમને માર મારવામાં આવ્યો હતો. જે બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિશ્વહિંદુ પરિષદના નેતા ડૉ. પ્રવીણ તોગડિયા, બાબુ જમનાદાસ પટેલ, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ સમેત 39 જેટલા ભાજપના નાના-મોટા નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

English summary
Ahmedabad : VHP Praveen Togadia got non-bailable warrant against 21-year-old case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X