પાડોશી સાથે હતો પત્નીનો અફેર, ગૂગલ ડ્રાઇવે ખોલી પોલ

Written By:
Subscribe to Oneindia News

પતિ અને પત્નીનો સંબંધ પ્રેમ અને વિશ્વાસથી બંધાયેલો હોય છે, પરંતુ સમય સાથે આ સંબંધની વ્યાખ્યા બદલાઇ છે. ક્યારેક પતિ-પત્નીના સંબંધમાં પ્રેમની જગ્યા દગાબાજી લઇ લે છે અને વિવિધ શંકાઓ વિશ્વાસની જગ્યા લે છે. અમદાવાદ શહેરનો આવો જ કિસ્સો સામે આવ્યો છે. દિવ્ય ભાસ્કર અનુસાર, અમદાવાદની નિવાસી આ મહિલાનો પતિ દુબઇમાં નોકરી કરતો હતો અને મહિલાનો પાડોશમાં રહેનારા વ્યક્તિ સાથે ઘણા સમયથી અફેર હતો. મહિલાએ આ વ્યક્તિ સાથેની કેટલીક અંગત તસવીરો પોતાના મોબાઇલ ફોનમાં સેવ કરી હતી.

ahmedabad

મહિલાનો ફોન ગૂગલ ડ્રાઇવ સાથે કનેક્ટેડ હતો અને આ તસવીરો પણ ગૂગલ ડ્રાઇવ પર સેવ થઇ ગઇ. દુબઇમાં બેઠેલા મહિલાના પતિએ ગૂગલ ડ્રાઇવ પર આ તસવીરો જોઇ લેતાં મહિલાનો પોલ ખુલી ગઇ હતી. આ તસવીરો જોઇ, મહિલાના પતિએ તુરંત જ તેને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો છે. મહિલાના પતિએ છૂટાછેડા માટેની અરજી પણ કરી દીધી છે અને સાથે જ આરોપ મુક્યો છે કે, તેની પત્ની પોતાના પ્રેમી સાથે સમય પસાર કરવા માટે પુત્રને ડ્રગ્સ આપતી હતી, જેથી પુત્ર ઊંઘી જાય. મહિલાના પતિએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

English summary
Ahmedabad: Wife had an affair with neighbor, husband saw their photos on google drive and filed a divorce case.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.