ચીનની જેમ સુરતમાં પણ એર પ્યૂરિફાયર ટાવર લાગશે, દરરોજ 1 લાખ લોકોને શુદ્ધ હવા મળશે
સુરતઃ વાયુ પ્રદુષણને નિયંત્રણમાં લેવા માટે ચીનની જેમ સુરતમાં પણ એર પ્યૂરીફાયર ટાવર લગાવવામાં આવશે.આ ટાવરની મદદથી દરરોજ 30,000 ક્યૂબિક મીટર હવા શુદ્ધ થઈ શકશે. આ ટાવર 24 મીટરનો હશે, જેને ક્લીન એનવાયરમેન્ટ રિસર્ચ સેન્ટર, આઈઆઈટી દિલ્હી અને એનવીએનઆઈટી સ્થાપિત કરાવશે. આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે મુજબ આ સુવિધાથી એક લાખથી વધુ લોકો શુદ્ધ હવા મેળવી શકશે. આવા પ્રકારની સુવિધા હાલ ચીનમાં જ છે. ત્યાં આવા કેટલાય ટાવર છે.
જણાવી દઈએ કે સુરત સિટીના ઔદ્યોગિક વિસ્તારોમાં પીએમ 10ની માત્રા 160થી વધુ આંકવામાં આવી છે, જે 60થી નીચે હોવી જોઈએ. એટલે કે સુરત પણ દેશના અન્ય શહેરો જેટલું જ પ્રદુષિત થઈ રહ્યું છે. દેશમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ દલિ્હી, ગુડગાંવ અને ફરીદાબાદ જેવા શહેરોમાં છે, જે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં પ્રમુખતાથી સામેલ છે. જો કે હાલ સુરતના એક વિસ્તારને પ્રદૂષણથી મુક્તિ અપાવવા માટે આ ટાવર લગાવવાની તૈયારી છે. આ ટાવર 500 મીટરના પરિઘમાં 10 મીટર પહોડો અને 24 મીટર ઉંચો હશે.
અધિકારીઓ મુજબ આ ટાવરમાં 25 હોર્સ પાવરનું મશીન લગાવવામાં આવશે. આ સંબંધમાં એક વર્કશોપ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં તેની ખુબીઓની ચર્ચા થઈ. જે બાદ નક્કી થયું કે આવી ટેક્નિક અન્ય શહેરોમાં પણ હોય.
Video: રસ્તા પર ચીસો પાડતી યુવતી અચાનક ઊંધું દોડવા લાગી