For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થઇ જાવ તૈયાર અખિલ ગુજરાત સ્કીટ સ્પર્ધા 2015 માટે...

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 15 જુલાઇ: એ એક વાસ્તવિકતા છે કે થિયેટર પ્રવૃત્તિ અમદાવાદ કરતા મુંબઇમાં વધારે ફળીફૂલી છે, પરંતુ ગુજરાતની રંગભૂમિને જીવંત રાખવાના હંમેશા પ્રયાસો થતા રહ્યા છે, અને ગુજરાતી યુવાધન તેને હંમેશા કાર્યશીલ રાખવા માટે થનગનાટ કરતું જોવા મળ્યું છે. જોકે હવે અમદાવાદમાં પણ સ્પર્ધાઓને બાદ કરતા કોમર્સિયલ થિયેટર પણ પોતાનો પગ પેસારો કરી રહ્યું છે.

અત્યાર સુધી આપે જોયું હશે કે નાટ્ય પ્રવૃત્તિ માત્ર 15મી ઓગષ્ટ, પ્રજાસત્તાક દિવસની ઉજવણી પર અથવા શાળાના કે કોલેજના યુથ ફેસ્ટિવલમાં જોવા મળતી હતી, પરંતુ હવે તેં આટલે જ મર્યાદિત નહીં રહીને વિસ્તૃત ફલક પર પહોંચ્યું છે. ગુજરાતમાં વિવિધ નાટ્ય સંસ્થાઓ અને થિયેટર ગ્રુપ દ્વારા નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે અવાર-નવાર નાટ્ય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આવી જ એક નાટ્ય સ્પર્ધા ઓગસ્ટ મહિનામાં આયોજીત થવા જઇ રહી છે.

skit competition
ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, અમદાવાદના એક્ટર્સ થિયેટર ગ્રુપ અને મલ્લિકા એજ્યુકેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે 'અખિલ ગુજરાત સ્કીટ સ્પર્ધા'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્કીટ સ્પર્ધામાં કોણ પણ ભાગ લઇ શકશે. આ સ્પર્ધાની રસપ્રદ વાત એ છે કે સ્કીટ એટલે કે દસ મિનિટનું નાનકડું નાનટક જેને 6 જેટલા નાટ્યકર્મીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. આવા નાટકોની ખાસ કરીને ક્યારેય સ્પર્ધા થતી નથી હોતી અને જો થાય છે તો તેમાં કોઇપણ પ્રકારના ઇનામનું આયોજન કરવામાં નથી આવતું.

પરંતુ આ સ્કીટ સ્પર્ધાના આયોજક ઉજાસ ચાવડાએ નાટ્યકર્મીઓને પ્રોત્સાહિત કરવા માટે તેમાં ત્રણ ઇનામ રાખ્યા છે. જેમાં પ્રથમ સ્થાને આવનાર સ્કીટને 7 હજાર, દ્વિત્તિય સ્થાને આવનાર સ્કીટને 3 અને ત્રીજા સ્થાને આવનાર સ્કીટને 2 હજારનું ઇનામ એનાયત કરવામાં આવશે. ઉજાસ ચાવડાનું કહેવું છે કે ગુજરાતનાં તમામ કલારસીકો અને રંગકર્મીઓને આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાનામાં રહેલી કાબેલીયત ને લોકો સુધી પહોંચતી કરવાની ઉત્તમ તક છે. આ સ્કીટ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ચાલુ થઇ ગયું છે. જો આપ અથવા આપનું કોઇ મિત્રવર્તુળ આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતું હોય તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો.

English summary
Akhil Gujarat Skit Competition in Ahmedabad in August.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X