ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 7 જૂનથી ખાનગી-સરકારી કાર્યાલયોમાં 100% કર્મચારીઓને અનુમતિ

કોરોનાના ઘટતા કેસો વચ્ચે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે.

અમદાવાદઃ કોરોનાના ઘટતા કેસો વચ્ચે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે હવે ખાનગી સરકારી બધા કાર્યાલયોમાં 100 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની અનુમતિ આપી દીધી છે. આ આદેશ 7 જૂનથી પ્રભાવી થશે. આજે જનસંપર્ક તેમજ સૂચના વિભાગે આની માહિતી આપી. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્દેશ જારી કરીને કહ્યુ હતુ કે હવે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સલુન સહિત બધા વેપાર-ધંધા્માં છૂટ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં રેસ્ટોરાં રાતે 10 વાગ્યા સુધી હોમ ડિલીવરી કરી શકશે.

vijay rupani

રાજ્યમાં કોરોનાના કેસ ઘટવાના કારણે આ રાહત આપવામાં આવી છે. જો કે બે-અઢી મહિના પહેલા નવા દર્દી 14000થી ઉપર પહોંચી ગયા હતા. પરંતુ હવે રોજના 1600થી ઓછા દર્દી સામે આવી રહ્યા છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારે હેર સલૂન સહિત બધા વેપાર ધંધાને સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

નાઈટ કર્ફ્યુમાં કોઈ ઢીલ નહિ

કોવિડ સાથે જોડાયેલા પ્રતિબંધો સરકાર ધીમે-ધીમે હટાવવા લાગી છે. જો કે નાઈટ કર્ફ્યુમાં કોઈ ઢીલ આપવામાં આવી નથી. આના બદલે રાજ્યના 36 શહેરોમાં બધી દુકાનો, વેપારી સંસ્થાઓ, લારી, શૉપિંગ કૉમ્પ્લેક્સ, હેર કટિંગ સલુન, બ્યુટી પાર્લર, માર્કેટીંગ યાર્ડ અને અન્ય વેપારી ગતિવિધિઓને 4 જૂનથી સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખોલવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X