લોકસભા ચૂંટણી પછી ભાજપમાં જોડાઈ શકે છે અલ્પેશ ઠાકોર
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો સાથ છોડનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભાજપમાં એન્ટ્રી નક્કી જ માનવામાં આવી રહી છે. જણાવી ધઈએ કે અલ્પેશ ઠાકોરે પોતાના મકાનના વાસ્તુ પૂજનમાં કોંગ્રેસના નેતાઓને નહિ બલકે ભાજપના નેતાઓને આમંત્રિત કર્યા હતા. અલ્પેશ ઠાકોરે ભાજપી નેતાઓને આમંત્રણ આપતાં હવે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે જલદી જ તેઓ સરકારમાં મંત્રી બની શકે છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ, ગૃહ રાજ્યમંત્રી આમંત્રિત
લોકસભા ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી દીધી હતી. કોંગ્રેસના નેતાઓએ જ્યારે ધારાસભ્ય પદથી રાજીનામું આપવા કહ્યું ત્યારે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે તે ધારાસભ્ય પદથી રાજીનામું નહિ આપે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતૂ વાઘાણી અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા અલ્પેશના નવા ઘરના વાસ્તુપૂજામાં હાજર રહ્યા હતા. અલ્પેશ ઠાકોરે તેમને આમંત્રિત કર્યા હતા. કહેવાય છે કે ઉત્તર ગુજરાતના ચાર લોકસભા ક્ષેત્રોમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરોધી ચૂંટણી પ્રચાર કરી ભાજપ ઉમેદવારને જીતવવા માટે આકરી મહેનત કરી છે.

ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જોડાઈ શકે
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં સામેલ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના મંત્રીમંડળમાં સભ્યનો દરજ્જો આપી શકે છે. અલ્પેશ ઠાકોર ભાજપના નેતાઓ સાથે સંબંધોથી જોડાયેલ છે. અગાઉ અલ્પેશ ઠાકોરે ઉત્તર ગુજરાતના ભાજપના મોટા નેતા શંકર સિંહ ચૌધરીની મુલાકાત કરી હતી.
BJP સામે હવે પોતાનો છેલ્લો દાવ અજમાવવાની કોશિશમાં 21 વિપક્ષી દળ

અગાઉ ભાજપમાં સામેલ થવાનો ઈનકાર કરી ચૂક્યા છે
જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યારે મંત્રિમંડળનો વિસ્તાર કર્યો, ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવલાના કેબિનેટ મંત્રી બનાવ્યા હતા. તે સમયે મુખ્યમંત્રીએ અલ્પેશ ઠાકોર માટે મંત્રીપદ બચાવી રાખ્યું હતું, પરંતુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ ભાજપમાં સામેલ થવાનો ઈનકર કરી દીધો હતો. હવે આ નિશ્ચિત થઈ ગયું છે કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં સામેલ થઈ શકે છે.