For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ્પેશ ઠાકોર : PM મોદીની ખૂબસુરતીનું રાજ છે તાઇવાન મશરૂમ

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે એક જનસભામાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી તાઇવાનના મશરૂમ ખાઇને ગૌરા થયા છે. તે પહેલા મારા જેવા કાળા હતા. જુઓ અલ્પેશ ઠાકોરનો આ વીડિયો અહીં.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અને ઓબીસી નેતા તથા ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તંદુરસ્તી અને ગૌરવર્ણ અંગે અજીબો ગરીબ વાત મંગળવારે એક જનસભામાં જણાવી હતી. નોંધનીય છે કે હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન પહેલા છેલ્લા સમયનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે અલ્પેશ ઠાકોરે એક જનસભામાં કહ્યું કે પીએમ મોદી તાઇવાનના એક મશરૂમ ખાય છે. આ એક મશરૂમની કિંમત 80 હજાર રૂપિયા છે અને તે આવા રોજના 5 મશરૂમ ખાય છે.

lpesh Thakor

અલ્પેશ ઠાકોરે જનસભામાં મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે મોદીનો આપણા સામાન્ય લોકો અને દલીતો જેવું ખાવાનું પણ નથી ખાતા. તે ખાસ તાઇવાનના મશરૂમ ખાય છે. આવા એક મશરૂમની કિંમત 80 હજાર છે અને તે આવા દિવસના 5 મશરૂમ ખાઇ જાય છે. અને તે જ કારણે તે પહેલા મારા જેવા કાળા હતા હવે ગૌરા થઇ ગયા છે. અને તેમના ગાલ પણ લાલ ટામેટા જેવા અને તંદુરસ્ત થઇ ગયા છે. જો કે આમ કહીને અલ્પેશ ઠાકોરે પીએમ મોદી પર કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ ચોક્કસથી આવનારા દિવસોમાં અલ્પેશ ઠાકોરના આ જ ભાષણના કારણે નવો વિવાદ ઊભો ના થાય તો નવાઇ નહીં. ત્યારે તમે પણ અલ્પેશનો આ વીડિયો જુઓ અહીં...

English summary
OBC leader Alpesh Thakor : PM Modi became fair because of imported mushrooms.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X