For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ડાયરામાં નોટો ઉડાડી

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નોટોનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે નોટોનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં અલ્પેશ ઠાકોર એક સાર્વજનિક કાર્યક્રમમાં સ્ટેજ પરથી 10 રૂપિયાની નોટો ઉડાવી રહ્યા છે. અલ્પેશ ઠાકોર શનિવારે પાટણ જિલ્લામાં ભાભર રોડ સ્થિત સદારામ કુમાર છાત્રાલયના ડાયરામાં ગયા હતા જ્યાં તેમણે સ્ટેજ પરથી નોટો ઉડાવી.

alpesh thakor

ઓબીસી નેતા અને કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સ્ટેજ પરથી નોટો ઉડાડતો દેખાઈ રહ્યો છે. પાટણમાં છોકરાઓના છાત્રાલયમાં ડાયરાના એક કાર્યક્રમમાં ગયેલા અલ્પેશ ઠાકોરે ત્યાં સ્ટેજ પર જઈને 10 રૂપિયાની નોટો ઉડાવી. આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ શામેલ હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા.

ધારાસભ્યના નજીકના સૂત્રોનું કહેવુ છે કે આ કાર્યક્રમનું આયોજન રાધનપુરમાં છોકરીઓની હોસ્ટેલ બનાવવા માટે પૈસા ભેગા કરવા માટે થયુ હતુ. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશ અનુસાર નોટોનો ઉપયોગ સજાવટ, માળા બનાવવા અને કોઈ કાર્યક્રમમાં ઉડાવવા માટે કરી શકાતો નથી.

પોતાના આ વિવાદ પર અલ્પેશ ઠાકોરે જણાવ્યુ કે તે આરબીઆઈના નિર્દેશોથી વાકેફ છે પરંતુ આવુ તેમણે એક સારા હેતુ માટે કર્યુ છે. આ કામ તેમણે છોકરીઓની શિક્ષા માટે કર્યુ હતુ. અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, "પહેલા લોકો ડાયરામાં લોકપ્રિયતા મેળવવા માટે આવુ કરતા હતા પરંતુ મે છોકરીઓની શિક્ષા મેળવવા માટે કર્યુ છે. મને પરિણામો વિશે ખબર હતી કે મારુ કાર્ય નિશ્ચિત રૂપે કોઈ વિવાદ પેદા કરી શકે છે પરંતુ આવુ થવા દો કારણકે આ રકમનો ઉપયોગ એક મહાન કાર્ય માટે કરવામાં આવશે."

અલ્પેશ ઠાકોરે આગળ જણાવ્યુ કે, "તેમણે માત્ર 10 રૂપિયાની નોટ ઉડાવી છે અને ત્યાં લગભગ 15 ધારાસભ્યો હાજર હતા." વળી, બીજી તરફ ગુજરાત પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ પોતાને આ વિવાદથી દૂર રાખતા જણાવ્યુ કે તે એ પહેલા જ ત્યાંથી નીકળી ગયા હતા. ચાવડાએ કહ્યુ કે, "કાર્યક્રમનો ઉદ્દેશ્ય સારો હતો પરંતુ જે રીતે નોટો ઉડાડવામાં આવી તે યોગ્ય નહોતુ."

English summary
Alpesh Thakor Showers Note From Stage Violating RBI Guidelines, Says It Was For A Good Cause.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X