For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસશે

અલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ માસુમ બાળકી પર થયેલ દુષ્કર્મની ઘટના બાદ યુપી અને બિહારના લોકો પર હુમલા તેજ થઈ ગયા, જે મામલે પોલીસે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી. હવે ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ મામલાનો વિરોધ કરવા માટે 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસવાનો નિર્ણય કરી લીધો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે એમની પાર્ટીના કાર્યકર્તાઓ પર ગુજરાતમાં બીજા રાજ્યોના લોકો સાથે મારપીટ કરવાના ખોટા કેસ નોંધવામાં આવ્યા છે અને જાણી જોઈને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોરે માગણી કરી છે કે તેમના કાર્યકર્તાઓ વિરુદ્ધ થયેલા મામલાઓને પરત લાવવામાં આવે.

ઢુંઢેરે રેપ કેસ

ઢુંઢેરે રેપ કેસ

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાના ઢુંઢેર ગામમાં 14 માસની બાળકી પર કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યો હતો, જેના પર અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગુજરાતમાં અમારી 14 મહિનાની બાળકી પર રેપ થયો છે, એમણે કહ્યું કે આ ઘટના પાછળ એક વ્યક્તિ જવાબદાર છે ન કે આખો સમુદાય. કહ્યું કે કેટલીક અપ્રીય ઘટનાઓ બાદ અમારા આખા સમુદાયને ગુંડાઓની જેમ રજૂ કરવામાં આવી રહ્યો છે. મારું માનવું છે કે આ અન્યાય છે, દુર્ભાગ્યની વાત છે કે સારા લોકો સામે ખોટા પેસ દાખલ કરી તેમને ફસાવવામાં આવી રહ્યા છે.

બિન ગુજરાતીઓ પર હુમલા તેજ થયા

બિન ગુજરાતીઓ પર હુમલા તેજ થયા

જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે, એમણે કહ્યું કે આ લોકો મારપીટની ઘટનામાં સામેલ ન હતા એ જાણવા છતાં પ્રશાસન જાણીજોઈને એમના કાર્યકરોને ફસાવી રહ્યું છે. આરોપ લગાવ્યો કે ભાજપના નેતા અને પાર્ટીના કાર્યકર્તા યુપી-બિહારના લોકો પર નિશાન બનાવી રહ્યા છે.

અલ્પેશ ઠાકોર કરશે હડતાળ

અલ્પેશ ઠાકોર કરશે હડતાળ

બાળકી સાથે રેપ થયા બાદ ગુજરાતમાં રહેતા બિન ગુજરાતીઓ પરના હુમલાઓ વધી ગયા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં પોલીસે 42 કેસ નોંધ્યા છે અને 342 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. બિન ગુજરાતીઓ પરની હિંસાના મામલામાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ સહિત 6 જિલ્લા અસરગ્રસ્ત છે. મહેસાણામાંથી 89 જ્યારે સાબરકાંઠામાંથી 95 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 28મી સપ્ટેમ્બરે બાળકી પર દુષ્કર્મ થયો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર બિન ગુજરાતીઓ વિરુદ્ધ નફરતભર્યા સંદેશા વાયરલ થઈ ગયા હતા.

ગુજરાતમાં વધ્યા યુપી-બિહારના લોકો પર હુમલા, 342 વ્યક્તિઓની ધરપકડ ગુજરાતમાં વધ્યા યુપી-બિહારના લોકો પર હુમલા, 342 વ્યક્તિઓની ધરપકડ

English summary
alpesh thakor will sit on hunger strike from 11th october
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X