For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તરણેતના મેળાના આ અદ્ધભૂત ફોટોમાં જુઓ રંગબેરંગી સૌરાષ્ટ્રને

|
Google Oneindia Gujarati News

ગુરુવારે, સુરેન્દ્રનગરમાં આવેલ તરણેતર ગામમાં તરણેતર મેળાની ભવ્ય શરૂઆત થઇ. ત્રણ દિવસ માટે ચાલતા આ મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. એટલું જ નહીં આ મેળાની પ્રસિદ્ધિ હવે માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં વિશ્વભરમાં ફેલાઇ ચૂકી છે. અને દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશીઓ આ મેળાને જોવા આવે છે.

નોંધનીય છે કે આ મેળો અહીંના ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરના પરિસરમાં યોજાય છે. આ મેળો એક રીતે "લગ્નની બજાર" સમાન છે કારણ કે તેમાં આદિવાસી અને ભરવાડ કોમના યુવક યુવતી પોતાનો જીવનસાથી પણ શોધે છે. અને આ જ કારણે આ મેળામાં અનેક યુવક યુવતીઓ રંગબેરંગી કપડા પહેરીને અને સજી ધજીને આવે છે. અને જો કોઇ યુવકને કોઇ યુવતી પસંદ પડી ગઇ અને યુવતીની પણ હા હોય તો તે બન્ને અહીંના મંદિરમાં ભવભવના સાથી બનવાનું નક્કી કરી, શંકરદાદાના આશીર્વાદ લઇ લે છે.

ત્યારે આ મેળાની કેટલીક અદ્ધભૂત તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં સાથે જ આ મેળાનું પૌરાણિક મહત્વ પણ જાણો. જો કે આ ફોટોસ્લાઇડર જોયા બાદ તમે એક વાત તો સ્વીકારશો જ કે અમિતાભ બચ્ચન અમસ્તું જ નથી કહેતો કે "કુછ દિન બિતાવો ગુજરાત મેં". આપણું ગુજરાત અને રંગરંગીલું સૌરાષ્ટ છે જ એટલું અદ્દભૂત. જુઓ આ તસવીરો...
એ હાલો તરણેતરના મેળે...

રંગરંગીલો મેળો

રંગરંગીલો મેળો

ત્રણ દિવસ ચાલતા આ તરણેતરના મેળો શંકર ભગવાનને સમર્પિત છે. અહીંના ત્રિનેત્રેશ્વર મંદિર પાસેના જયાશય માટે તેવું કહેવાય છે કે અહીં ડૂબકી મારનાર વ્યક્તિના તમામ પાપ ધોવાઇ જાય છે. અહીંના જળાશયની ડૂબકી ગંગાની ડૂબકી જેટલી જ પવિત્ર છે.

પૌરાણિક મહત્વ

પૌરાણિક મહત્વ

માનવામાં આવે છે કે મહાભારતમાં જે જગ્યાએ દ્રૌપદીનો સ્વયંવર થયો હતો તે જગ્યા આ જ છે. અહીં જ અર્જૂને માછલીની આંખમાં તીર ભોંકી સ્વયંવર જીતી દ્રૌપદી જોડે લગ્ન કર્યા હતા. વળી માન્યતા તો એવી પણ છે કે દ્રૌપદીનો જન્મ પણ અહીં જ થયો હતો.

સ્વયંવરની પરંપરા

સ્વયંવરની પરંપરા

આ જ સ્વયંવરની પરંપરા અહીંના આદિવાદી અને ભરવાડ જાતિના લોકો આજે પણ અનુસરે છે. આજે પણ અહીં યુવાન યુવક યુવતીઓ આ મેળામાં આવી પોતાનો જીવનસાથી પસંદ કરે છે.

બળદગાડાની દોડ

બળદગાડાની દોડ

વળી આ મેળાનું ખાસ આકર્ષણ છે અહીં યોજાતી બળદગાડાની દોડ. તેમાં સુંદર રીતે સજાવેલા બળદગાડાઓ દોડ લગાવે છે અને જીતનારને મોટું ઇનામ મળે છે.

વિદેશીઓની હાજરી

વિદેશીઓની હાજરી

એટલું જ નહીં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશીઓ આ મેળામાં હાજરી લેવા આવે છે. ત્યારે આ વર્ષે પણ આ મેળામાં મોટી સંખ્યામાં વિદેશીઓ જોવા મળ્યા હતા.

તરણેતરનો મેળો

તરણેતરનો મેળો

આ સિવાય તરણેતરના મેળામાં અહિંના આદિવાસી લોકો દ્વારા ખાસ રાસનું આયોજન કરવામાં આવે છે જે પણ જેવા લાયક હોય છે.

ગામઢી પહેરવેશ

ગામઢી પહેરવેશ

જો કે આ મેળાનું ખાસ આકર્ષણ અહીંનો ગામઢી રંગબેરંગી પહેરવેશ હોય છે. જ્યાં પુરુષો ખાસ રંગીન છત્રીઓ અને પાધડી પહેરીને આવે છે.

તરણેતરનો મેળા

તરણેતરનો મેળા

તો બીજી તરફ આ મેળામાં આવેલી આદિવાસી મહેલાઓ સોની લદાયેલી અને ભરતભરેલા કપડામાં ખૂબ જ સુંદર દેખાતી હોય છે.

આકર્ષણ

આકર્ષણ

આ ઉપરાંત આ મેળામાં ઘોડાની દોડ પણ ખૂબ જ રસપ્રદ હોય છે વળી સરકારે આ મેળામાં રહેવા માટે ખાસ ટેન્ટ અને ઘરોની વ્યવસ્થા પણ કરી છે. ત્યારે એક વાર તો દરેક ગુજરાતીએ આ તરણેતરના મેળાને જોવો જ રહ્યો.

English summary
Amazing Photos of Tarnetar mela in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X