કોરોનાએ રફ્તાર પકડતા અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયુ!
અંબાજી : ગુજકાતમાં કોરોના વાયરસ ટોપ ગિયરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે હવે તંત્રની ઉંડી ઉડી ગઈ છે. જેને પગલે સરકાર અને કોર્પોરેશનો દ્વારા એક પછી એક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરને લઈને હવે ગુજરાતના અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે પણ મહત્વનો નિર્ણય કર્યો છે.
મળતી વિગતો અનુસાર, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે રાજ્યમાં વધતા કોરોનાને કેસનો જોતા ગર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 22 જાન્યુઆરી સુધી મંદિર દર્શનાર્થીઓ માટે સંપુર્ણપણે બંધ રહેશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રાજ્યમાં વધતા કોરોનાને કાબૂ કરવા અને ભક્તોની સુરક્ષા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે, અંબાજી મંદિર સાથે સાથે ગબ્બર પણ ભક્તો માટે બંધ રહેશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ સાથે સાથે 17 જાન્યુઆરીએ યોજાનારો પોષ મહિનાનો કાર્યક્રમ પણ રદ્દ કર્યો છે. તમને જણાવી દઈએ કે, આજે વ્યવસ્થાપક સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ મંદિરો, ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરોને પણ 15 જાન્યુઆરીથી 2022થી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાઓ હતો. બીજી તરફ ભક્તો અંબાજીની આરતીના દર્શન ઘરે બેઠા ઓનલાઈન જોઈ શકશે.
અહીં ઉલ્લેખનિય છે કે રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 8 મહિના બાદ 11 હજારને પાર પહોંચ્યો છે. આ સાથે 6 મહિના બાદ કોરોનાને કારણે 5 લોકોના મોત થયા છે.