For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાજી ટ્રસ્ટની આવકમાં 8 કરોડનો વધારો, વિકાસ પાછળ 72 કરોડ ખર્ચાશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 જુલાઇ : ગુજરાતના પવિત્ર યાત્રાધામોમાં મોખરાનું સ્થાન ધરાવતા અંબાજી માતા પર અનેક શ્રદ્ધાળુઓને આસ્થા છે. આ કારણે અહીં ઉત્તરોત્તર દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થવાને કારણે અંબાજી દેવસ્થાન ટ્ર્સ્ટની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે.

આ અંગે ગુજરાત વિધાનસભામાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ વર્ષ 2012-13માં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની આવકમાં અંદાજે 20 ટકાનો વધારો નોંધાયો છે. એટલે કે છેલ્લા એક વર્ષમાં દાનની રકમમાં રૂપિયા આઠ કરોડનો વધારો થયો છે. બીજી તરફ સરકાર આ પાવનકારી યાત્રાધામનો રૂપિયા 72 કરોડના ખર્ચે વિકાસ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી વિગતો મુજબ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની વર્ષ 2011-12ની આવક રૂપિયા 40.38 કરોડ થઇ હતી જ્યારે વર્ષ 2012-13 દરમિયાન આવક વધીને 48.84 કરોડ થઇ હતી. મંદિરમાં જે આવક થાય છે તેનો ઉપયોગ ધાર્મિક, આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓ પાછળ કરવામાં આવે છે. સંસ્કૃત પાઠશાળાની હોસ્ટેલનો ખર્ચ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.

પવિત્ર યાત્રાધામના વિકાસની માહિતી આપતા જણાવાયું હતું કે અંબાજી યાત્રાધામના વિકાસ માટે રૂપિયા 72.21 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત 51 શક્તિપીઠોની રેપ્લિકા તૈયાર કરવી, ગબ્બરની ટેકરી પરની 25 દુકાનોનું રિનોવેશન, ગબ્બર ટોચ વિસ્તૃતિકરણ, અંબાજી દ્વાર, આરસ ફ્લોરિંગ, પિત્તળની રેલીંગ, ભેટપ્રસાદ કેન્દ્ર, એકાવન શક્તિપીઠ, પરિક્રમા પથ, ગબ્બર ચડવા માટે લોખંડની સીડી, હિલિયમ બલુન સ્પોર્ટસ એક્ટિવીટી, પ્રદર્શન ગેલેરી, થ્રીડી મૂવી શો વગેરેનો સમાવેશ થાય છે.

ચાલો જાણીએ પાવનકારી અંબાજીનો મહિમા અને વિશેષતા...

1

1

અંબાજી પ્રાચીન ભારતનું સૌથી પૌરાણિક અને પવિત્ર તીર્થ સ્થળ છે. એ શક્તિની દેવી સતીને સમર્પિત બાવન શક્તિપીઠોમાનું એક છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત ગબ્બર પર્વતો પર અંબાજી માતા સ્થાપિત છે.

2

2

અંબાજીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે, ખાસ કરીને ભાદ્રપદ પૂર્ણિમા અને દિવાળી પર શ્રદ્ધાળુઓનો મેળો જામે છે.

3

3

આ સ્થળ અરવલ્લી પર્વતોના ગાઢ જંગલોથી ઘેરાયેલુ છે. આ સ્થળ પ્રવાસીઓ માટે પ્રાકૃતિક સુંદરતા અને આધ્યત્મનો સંગમ છે. ગબ્બર પર્વતો પર કૈલાશ હિલ સૂર્યાસ્ત બિન્દુ જેવું સ્થળ છે, જ્યાંથી પ્રવાસી માત્ર પ્રાકૃતિક સુંદરતાનો જ આનંદ નથી લઇ શકતા પરંતુ રોપવેમાં ફરી પણ શકે છે.

4

4

ગબ્બર પર્વતો પર કેટલાક અન્ય ધાર્મિક સ્થળો છે, જ્યાં તીર્થયાત્રીઓ અવાર નવાર આવે છે. મુખ્ય મંદિરની પાછળ માન સરોવર નામનું એક કુંડ છે. પવિત્ર કુંડની બન્ને તરફ બે મંદિર સ્થિત છે, એક મહાદેવજીને અને બીજું અંબાજીની બહેન અજય દેવીને સમર્પિત છે.

5

5

શ્રી કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર અંબાજી મંદિરથી 8 કિ.મી દૂર સ્થિત છે અને વેદિક નદી સરસ્વતીના કિનારે છે. આ સરસ્વતી નદી અને ગૌમુખના પવિત્ર કુંડ સાથે જોડાયેલું છે.

6

6

અંબાજી ભારતનું પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે, જે અસંખ્ય ભક્તોનું પ્રિય છે અને વિભિન્ન પ્રકારની ધાર્મિક માન્યતાઓવાળા તીર્થયાત્રીઓ અહી આવે છે. ગબ્બર પર્વતો સમુદ્રતટથી 1600 ફૂટની ઉંચાઇ પર અરવલ્લીની દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત આરાસુર પર્વતો પર વૈદિક નદી સરસ્વતીના કિનારે સ્થિત છે.

7

7

ગબ્બર પર્વતોની ખાડી પર ચઢવું કઠીણ છે. તીર્થયાત્રીઓને નીચેથી પથ્થરની 300 સીડીઓ ચઢવી પડે છે, જે જોખમી રસ્તા તરફ લઇ જાય છે. મુખ્ય મંદિર સુધી પહોંચવા માટે આ સીડીઓ ચઢવી જરૂરી છે.

8

8

અંબાજી મંદિરને ભારતના પ્રમુખ શક્તિપીઠોમાનું એક માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર દેવી સતીનું હૃદય ગબ્બરના પર્વતો પર પડ્યું હતું.

9

9

આરાસુર પર્વત પર સ્થિત આરાસુરી અંબાજીના પવિત્ર મંદિરમાં પાવનકારી દેવીની કોઇ મૂર્તિ નથી, પરંતુ શ્રી વીસા યન્ત્રની જ મુખ્ય મૂર્તિના રૂપમાં પૂજા કરવામાં આવે છે. યન્ત્રને ખુલી આખે જોઇ શકાતું નથી.

10

10

આ શ્રી વીસા યન્ત્રની પૂજા કરવા માટે આંખો પર પટ્ટી બાંધવી પડે છે. ભાદ્રપદ મહિનાની પૂર્ણીમામાં એક મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં જુલાઇ મહિનામાં મા અંબાજીની આરાધના માટે દેશભરમાંથી લોકો આવે છે.

English summary
Ambaji trust income increased 8 crore, 72 crore will spend for development.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X