ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા આવેલી અમિષા પટેલ ભાજપના વખાણ કરવા લાગી
કોંગ્રેસે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાન માટે અમિષા પટેલને બોલાવી. અમિષા પટેલે અહીં બરોડામાં રોડ શૉ કર્યો. આ રોડ શૉમાં કોંગ્રેસ નેતાઓને અમિષા પટેલ પાસે ઘણી આશાઓ હતી, પરંતુ તેને પર પાણી ફરી વળ્યું. ખરેખર અમિષા પટેલે કોંગ્રેસને બદલે ભાજપના વખાણ કરી નાખ્યા. તેને કહ્યું કે, ગુજરાતમાં જે પ્રગતિ થઇ છે તે વખાણ કરવાને લાયક છે. જો બીજા રાજ્યો પણ ગુજરાતની જેમ પ્રગતિ કરશે તો દેશનો ચહેરો બદલાઈ જશે.
ગુજરાતમાં તૂટી શકે છે ભાજપનું 'ફરીથી 26'નું સપનુ, અપાયા માઈક્રો પ્લાનિંગના નિર્દેશ

કોંગ્રેસે વડોદરામાં પ્રચાર કરવા માટે અમિષા પટેલને બોલાવી
અમિષા પટેલના આ પ્રકારના નિવેદનને કારણે કોંગ્રેસને ઝાટકો તો લાગ્યો પરંતુ તેની સાથે સાથે તેમના રોડ શૉમાં ભીડ પણ જામી ના હતી. સામાન્ય રીતે જયારે કોઈ વિપક્ષી દળ અભિનેતા અથવા અભિનેત્રીને બોલાવે ત્યારે તે પોતાના દળના પક્ષમાં બોલે છે. પરંતુ ગુજરાત રેલીમાં અમિષા પટેલે એવું કઈ જ નહીં કહ્યું, જેથી ભાજપ વિરુદ્ધ માહોલ બની શકે. કોંગ્રેસને આશા હતી કે અમિષા પટેલ કોંગ્રેસ માટે વોટ માંગશે અને ભાજપની વિરુદ્ધ બોલશે, પરંતુ અમિષા પટેલે ભાજપ સરકાર વિરુદ્ધ કોઈ પણ નિવેદન નહીં આપ્યું.

અમિષા પટેલ પાસે જે આશા હતી તેના પર પાણી ફરી વળ્યાં
ચૂંટણી રોડ શૉમાં ભાજપના વખાણ કરવા પર કોંગ્રેસના લોકો હેરાન થઇ ગયા. અમિષા પટેલે કોંગ્રેસ ઉમેદવાર માટે ભીડ ભેગી કરવાનીં કોશિશ કરી, પરંતુ અમિષા પટેલ હોવા છતાં પણ ભીડ ભેગી નહીં થઇ શકી. ઘણા કોંગ્રેસ નેતાઓએ માન્યું કે આ રોડ શૉ ફ્લોપ થયો છે. આપને જણાવી દઈએ કે વડોદરા તે સીટ છે, જ્યાંથી પીએમ મોદી વર્ષ 2014 લોકસભા દરમિયાન ભારે બહુમતથી જીત્યા હતા.

ગુજરાત મોડલ પર સવાલ
સ્થાનીય જાણકારો અનુસાર લોકસભા ચૂંટણી 2019 દરમિયાન કોંગ્રેસનું આ સીટથી જીતવું સરળ નથી કારણકે આ સીટ ભાજપની સુરક્ષિત સીટોમાં આવે છે. હાલમાં ચર્ચા આ વાતની થઇ રહી છે કે એક તરફ જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપના ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યાં જ કોંગ્રેસના રોડ શૉમાં અમિષા પટેલે કહ્યું કે ગુજરાતે ઘણી પ્રગતિ કરી છે. અમિષા પટેલના રોડ શૉની સોશ્યિલ મીડિયા પર ઘણી ચર્ચા થઇ રહી છે.