• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ કરી મોદીની 'નકલ'!

|
obama-modi
મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા સ્ટેટ ઓફ યુનિયનમાં અમેરિકાના વિકાસને લઇને એક ભાષણ આપવામાં આવ્યુ, અમેરિકાના વિકાસ અંગે તેમના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા જે મુદ્દાઓ પર વિશેષ ભાર મુકીને ચર્ચા કરવામાં આવી તેને જોતા એ વાત સ્પષ્ટપણે જણાઇ આવે છે કે, તેમણે ભારતના વિકસતા રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એસઆરસીસી અને વાઇબ્રન્ટ ગુજરાતમાં જે ઉજ્જવળ ભારતનું વિઝન રજુ કર્યું હતું તેને ઘણું જ મળતું આવે છે, એ પરથી કહીં શકાય કે ગુજરાતના મુખ્યમંત્રીને વિઝા આપવામાં આનાકાની કરી રહેલું અમેરિકા અને તેમના રાષ્ટ્રપતિ ઓબામાં દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કોપી કરવામાં આવ્યા છે.

વિશ્વભરના રાજકારણીઓ દ્વારા રાજકીય યશ ખાટવા માટે વિભિન્ન રીતે પોતાની વાતો રજુ કરવામા આવે છે પરંતુ તમામના નિવેદનમાં એક વાત સ્પષ્ટપણે છલકે છે અને એ છે વિકાસની અથવા તો દેશના વિકાસની. મોદીની જેમ ઓબામાની સ્પિચ પણ એવી જ રહી. બરાક ઓબામા દ્વારા જે મુદ્દાઓ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો તેના પર પ્રકાસ પાડીએ તો આપણને સ્પષ્ટ પણે એ વાત જણાઇ આવશે કે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીના વિચારની આછેરી ઝલક છે.

ઇકોનોમી

ઇકોનોમીના મુદ્દાની વાત કરીએ તો ઓબામાએ પોતાના ભાષણમાં કહ્યું, ' આપણી ઇકોનોમી માત્ર જોબ્સને ઉમેરી રહી છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ ફુલ ટાઇમ એમ્પલોયમેન્ટ મેળવી શકતા નથી, ત્યારે આપણી પહેલી અગ્રતા અમેરિકાને નવી જોબ્સ અને મેનુફેક્ચરિંગ બનાવવાની છે.' ઓબામાના ભાષણ પર ધ્યાન આપીએ તો તેઓનું ભાષણ નરેન્દ્ર મોદીના વિઝનથી જરા પણ અલગ નથી. તેમણે ગુજરાતને દેશનુ સૌથી વધુ એમ્પલોયમેન્ટ ઉભી કરતું રાજ્ય બનાવ્યુ છે. દેશની રોજગારીની વાત કરીએ તો 72 ટકા રોજગારી ગુજરાત દ્વારા જનરેટ કરવામાં આવી રહી છે. તેમજ દેશમાં ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી ઓછી બેરોજગારી છે.

હાલની વાત કરીએ તો યુએસએ માટે આઉટસોર્સિંગ સળગતો મુદ્દો છે, ત્યારે મોદી એક પગલું આગળ છે અને કહ્યું છે કે, ભારતનો એવો એકપણ ભાગ નથી કે જ્યાંથી બાળકો ગુજરાત ના આવતા હોય અને આજીવિકા કમાતા ના હોય, આજીવિકા પણ શાંતિ અને ગૌરવ સાથે.

મેનુફેક્ચરિંગ, ઇનોવેશન અને મેનુફેક્ચરિંગ ઇનોવેટર્સ

મેનુફેક્ચરિંગ સેક્ટરનુ રિ-ઇનોવેટિંગ કરવું એ ઓબામાના ભાષણનો મહત્વનો ભાગ રહ્યો. તેમણે જણાવ્યું કે કેવી રીતે જાપાન પાસેથી જોબ પરત મેળવવામાં આવી રહી છે. કેવી રીતે ઇન્ટેલ અહીં પોતાના પ્લાન્ટ્સ ઓપન કરી રહ્યું છે અને એપલ યુએસએમાં માક્સ બનાવી રહ્યું છે અથવા તો પાંચ વર્ષ પહેલા કરતા મોટી સંખ્યામાં અમેરિકન્સ અમેરિકન બનાવટની કાર્સ ખરીદી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીના ભાષણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો મોદી દ્વારા પણ કંઇક આવુંજ કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતુ કે ઝીરો ડિફેક્ટના મંત્રનો ઉપયોગ કરીને મેનુફેક્ચરિંગ સેક્ટરમાં પેકેઝિંગમાં સુધારાની શક્તિ સુધારવામાં આવી છે. તેઓ એકમાત્ર આજના નેતા છે કે જેમણે એવું કહ્યું હતું કે આપણે મેડ ઇન્ડિયા બ્રાન્ડ બનાવવાની છે, જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર દેશને વિદેશીઓના હાથે વેચવા માટે મથી રહી છે.

બીજી એક બાબત એ પણ છે કે છેલ્લા ઘણા વર્ષોથી મોદી ઇનોવેશનને મહત્વ આપી રહ્યાં છે. તેઓ સતત કહેતા આવ્યા છે કે યુવાનોમા નવિનતા લાવો, યુવાનો નવા વિચારોથી આગળ આવી રહ્યાં છે અને તેથી જ ગુજરાતના વિકાસમાં જોરદાર વેગ આવ્યો છે. સપ્ટેમ્બર 2011માં મોદીએ આઇક્રિએટ રજુ કર્યું હતું, જે થકી જો કોઇ યુવાન પાસે વિચાર છે તો ગુજરાત સરકાર તેને એક પ્લેટફોર્મ પુરુ પાડશે જે થકી એ યુવાન પોતાના સ્વપ્ન અને વિચારને પરીપુર્ણ કરી શકે.

આ જ વાત સ્ટેટ ઓફ ધ યુનિયનમાં પોતાના ભાષણ દરમિયાન બરાક ઓબામાએ કહી છે. મેનુફેક્ચરિંગ સેક્ટરની શક્તિ વધારવા માટે ઓબામાએ ઇનોવેશનને સીધું જ તેની સાથે જોડી દેવાની વાત કરી છે. તેમણે એ વાત પણ કરી કે સરકાર દ્વારા પ્રથણ મેનુફેક્ચરિંગ ઇનોવેશન ઇન્સ્ટિટ્યૂટ ઓહિયોમાં શરૂ કરવામાં આવી છે જે અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવશે.

ઓબામાએ મધ્યમવર્ગના લોકો અને તેમની મહત્વાકાંક્ષાઓ પર ભાર મૂક્યો

ઓબામા પણ સ્પષ્ટપણે માટે છે કે દેશના વિકાસ માટે સૌથી પહેલા સામન્ય માણસ એટલે કે મધ્યમ વર્ગના લોકોનો વિકાસ થવો અતિ આવશ્યક છે. જોકે નરેન્દ્ર મોદી પહેલા રાજકીય નેતા છે જેમણે 2012ની ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં મધ્યમ વર્ગના લોકોના વિકાસની વાત કરી હતી. મોદીએ દેશ અને રાજ્યના વિકાસ માટે મધ્યમ વર્ગના વિકાસની અને તેમની આકાંક્ષાઓની વાત પર ભાર મૂક્યો હતો.

ઓબામાએ પણ પોતાના ભાષણમાં મધ્યમવર્ગના લોકોના વિકાસ પર ભાર મૂક્યો હતો. એક સમયે એવું લાગી આવે કે ઓબામાએ મોદીના ભાષણની કોપી કરી છે. ઓબામાએ જણાવ્યું કે 'મધ્યમ અને સામાન્ય વર્ગના લોકોને મજબૂત બનાવવા એ સમયની માગ છે. આપણી જનરેશનનો ટાસ્ક છે, કે અમેરિકાના આર્થિક ગ્રોથ માટે મધ્યમ વર્ગ મજબૂત બને.'

મોદી અને ઓબામાના ભાષણ પરથી એવુ લાગી આવે છે કે તેઓ સ્પષ્ટપણે માને છે કે જો મધ્યમવર્ગ ખુશ નહી હોય અથવા તે મજબૂત નહી થાય તો સમાજનો વિકાસ અને પ્રગતિ શક્ય નથી.

'નમો' અને 'બઓ' ગ્રીનમંત્ર

નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં અવારનવાર ગુજરાતની પ્રગતિ અંગેના ત્રણ સ્તંભોની વાત કરતા આવ્યા છે. તેઓ ગુજરાતના વિકાસ માટે ત્રણ પાયાની વાત કરે છે. આઇટી (ઇન્ફોરમેશન ટેકનોલોજી), બીટી(બાયો ટેકનોલોજી), અને ઇટી (એન્વાયરમેન્ટ ટેકનોલોજી). મોદીએ વિકાસના મોડેલમાં હંમેશા પર્યાવરણ અને કૃષિને માહત્મ્ય આપ્યું છે. જેથી એકનું બેલેન્સ બગડે તો બીજું તેને મદદ કરી શકે.

ગુજરાતના મુખ્યમંત્રીની પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ અંગેની ચિંતા અંગે જગ જાણે છે. દુનિયાના બેઇજીંગ જેવા મોટા શહેરો મોદીના ક્લાઇમેટ ચેન્જ અંગેના પગલાંઓમાંથી શીખ લે છે. મોદીએ આ પહેલા જણાવ્યું છે કે આપણે ક્લાઇમેટ ચેન્જનું જોખમ આપણા માટે નહીં પરંતુ આપણા ભવિષ્ય માટે ઘટાડવું જોઇએ. એમાં કોઇ શંકાને સ્થાન નથી કે ગુજરાત દુનિયાના એ 4 રાજ્યોમાં આવે છે જેની પાસે પોતાનો અલગ ક્લાઇમેટ ચેન્જને ઘટાડવા માટે વિભાગ છે. અત્રે ઉલ્લેખનિય છે જે લોકો એ જાણવા માંગતા હોય કે ક્લાઇમેન્ટ ચેન્જની સ્થિતિમાં સરકારે શું કરવું જોઇએ તો તેના માટે મોદીનું પુસ્તક 'Convenient Action' એ ઉત્તમ વાંચન સામગ્રી છે.

જ્યારે ઓબામા પણ આપણા ભવિષ્ય અને બાળકોના માટે ક્લાઇમેન્ટ ચેન્જની ચિંતા કરતા હોય તો તેમણે મોદી સરકાર દ્વારા ગુજરાતમાં ચારણકા ખાતે ઉભુ કરવામાં આવેલું સોલાર પાર્કની એકવાર મુલાકાત લેવી જરૂરી છે.

યુવાશક્તિના ઉપયોગની વાત

ઓબામાએ પોતાના ભાષણમા એક વાત એવી કરી કે આપણે મેન્યુફેક્ચરીંગ, એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગમાં નોંધનીયરીતે આગળ છીએ પરંતુ આપણા નાગરીકો સ્કીલ ડેવલપ કરવા માટે ટ્રેઇનિંગની જરૂર છે. ઓબામાએ પણ મોદીની જેમ જ નાગરીકોમાં સ્કીલ ડેવલોપમેન્ટની વાત કરી અને તે પ્રક્રિયા બહું પહેલાથી જ શરૂ કરવા જણાવ્યું.

મોદીએ શ્રીરામ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધ્યા ત્યારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે સ્કીલ ડેવલોપમેન્ટના કોર્સ શરુ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આઇટીઆઇ છે અને ટોપ લેવલની બિઝનેસ સ્કૂલ છે. આવી જ રીતે ઓબામાએ પણ એ તરફ ધ્યાન દોર્યું કે એવી શાળાઓ ઉભી કરવાની જરૂર છે જેના થકી આપણા બાળકો સારી જોબ મેળવી શકે. મોદી સરકારે આઇટીઆઇનું એવું માળખું ઉભું કર્યું છે કે વિદ્યાર્થી એકપણ તક ગુમાવી ના શકે. એક અઠવાડિયામાં 65000 નોકરીના લેટર આપીને ગુજરાત સરકારે એક રેકોર્ડ બનાવ્યો છે.

ઓબામાએ તાજેતરમાં એક શાળામાં બનેલી અંધાધૂંધ ગોળીબારની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આવા પ્રકારની ઘટનાઓ બેરોજગારીનું પરિણામ હોઇ શકે છે. ભણેલા-ગણેલા વિદ્યાર્થીઓને જ્યારે નોકરી નથી મળતી ત્યારે તેઓ આવા ગેરકાનૂની રસ્તે વળે છે. નરેન્દ્ર મોદીએ પણ એસઆરસીસીમાં આ અંગે ધ્યાન દોરતા કહ્યું હતું કે વિકાસ અને માત્ર વિકાસ દરેક સમસ્યાનું હલ છે.

ગયા વર્ષના ઓગસ્ટમાં મોદીએ જ્યારે ગુગલ પ્લસમાં આવ્યા ત્યારે મીડિયામાં એવી સ્ટોરી આવી હતી કે મોદીએ ઓબામાની કોપી કરી. જોકે મોદીએ એક વીકમાં 555,000 જેટલા પેજવ્યુઝ મેળવ્યા હતા, જ્યારે ઓબામા 7 મહિનામાં 712,000 પેજવ્યુઝ સુધી પહોંચ્યા હતા. જોકે મોદીએ એસઆરસીસીમાં આપેલું ભાષણ જેણે સાંભળ્યું હોય તે ઓબામાનું આ ભાષણ સાંભણે તો ચોક્કસ બોલી ઉઠશે કે 'આતો ઓબામાએ મોદીની કોપી કરી છે!'

ઓબામા બોલ્યા તેના પહેલા જ મોદીએ આ બાબતો પર પાડ્યો હતો પ્રકાશ

1- હું ઓછામાં ઓછી સરકાર અને વધુમાં વધું ગવર્નન્સમાં વિશ્વાસ રાખું છુ.

2- ચાલો આપણે આપણા માર્કેટનું વિશ્વ બનાવીએ અને આપણી વસ્તુઓને વિશ્વમાં મોકલીએ.

3- મને વિશ્વાસ છેકે આપણા યુવાનો સ્વામી વિવેકાનંદના જગદ ગુરુ ભારતના સ્વપ્નને પરીપુર્ણ કરશે

ઓબામા મંગળવારે શું બોલ્યા

1- આપણે હવે મોટી ગવર્નમેન્ટની જરૂર નથી પરંતુ એક સ્માર્ટર ગવર્નમેન્ટની જરૂર છે, જે બોર્ડ બેઝ્ડ ગ્રોથમાં રોકાણ કરે અને તેને પ્રાધાન્ય આપે.

2- આપણી પ્રથમ અગ્રીમતા અમેરિકાને નવી જોબ અને મેનુફ્ચરિંગ ઉભુ કરતું બનાવવાનું છે.

3- આ આપણી પેઢીની જવાબદારી છે કે મધ્યમ વર્ગના વિકાસને ફરી તેજ કરવામાં આવે, જે અમેરિકાના વિકાસનું એન્જીન છે.

English summary
delivered on most of what Obama only spoke that leader is none other than Gujarat CM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more