જામનગરમાં ડેન્ગ્યુનો કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ, દવાનો છંટકાવ કરાયો
જામનગરઃ એક તરફ કોરોના વાયરસનો કહેર યથાવત છે તો બીજી તરફ જામનગરમાં ફરી ડેન્ગ્યુનો કેસ નોંધાયો છે. જામનગરનું આરોગ્ય તંત્ર કોરોના સામેની જંગ માટે દરરોજ સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે કોરોનાની સાથે ડેન્ગ્યુના રોગચાળાએ પણ દેખા દીધા છે. આજે જામનગરમાં કોરોનાનો એક કેસ નોંધાતાં આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે. જણાવી દઈએ કે જામનગરના મયુર નગર વિસ્તારમાં 39 વર્ષીય એક મહિલાને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ડેન્ગ્યુનો કેસ નોંધાતાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હસ્તકની મલેરીયા શાખાએ સમગ્ર વિસ્તારમાં તાબડતોડ દવાનો છંટકાવ તેમજ સર્વેની કામગીરી હાથ ધરી હતી. એક તરફ આરોગ્ય તંત્ર કોરોના સામે પૂરી તાકાતથી લડે છે ત્યારે નવો પડકાર સામે આવતા ડોક્ટર પણ વિચારમાં પડી ગયા છે.
સામાન્ય રીતે ડેન્ગ્યુનો રોગચાળો ચોમાસા દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ સમયે જ સામે આવતો હોય છે. જ્યારે હાલમાં ભર ઉનાળે કેસ નોંધાયો છે. ગત સિઝનમાં ઓગસ્ટથી જાન્યુઆરી સુધીમાં ડેંગ્યુના ત્રણ હજાર જેટલા કેસ નોંધાયા હતા. જેમાંથી 8થઈ વધુ લોકોના મોત પણ થયા હતા. તે સમયે રાજ્યના આરોગ્ય કમિશ્નરે પણ દોડી આવવું પડ્યું હતું તથા ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી આરોગ્ય સ્ટાફને જામનગર બોલાવી કામગીરી કરવી પડી હતી.
કોરોના વાયરસને લઈ ફરી ચીન પર ભડક્યા ટ્રમ્પ, બોલ્યા- બેઈજિંગ મહામારી રોકી શકતું હતું