For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરોડા પાટિયા કેસ: શું આજે માયાબેનને બચાવશે અમિત શાહ?

આજે માયા કોડનાનીના સાક્ષી બનશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ. 2002ના નરોડા પાટિયા કેસમાં કોર્ટના આદેશ બાદ શાહ પહોંચશે કોર્ટમાં. ત્યારે શું તે માયા કોડનાનીનો બચાવ કરશે?

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી માયા કોડનાનીના બચાવમાં સાક્ષી તરીકે કોર્ટમાં રજૂ થશે. સ્પેશ્યલ એસઆઇટી સમક્ષ અમિત શાહ રજૂ થઇને 2002માં બનેલા નરોડા પાટિયા કેસમાં કોડનાનીના સાક્ષી તરીકે પોતાની જુબાની આપશે. નોંધનીય છે કે આ કેસમાં માયાબેન કોડનાની મુખ્ય આરોપી છે. કોડનાની પર જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં કોડનાનીની અરજી બાદ વિશેષ એસઆઇટી ન્યાયાધીશ પી.બી.દેસાઇએ શાહને 18 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવાનું સમ્મન આપ્યું છે.કોડનાનીના વકીલ અમિત પટેલે અમિત શાહનું સ્થાનિક નિવાસસ્થાનનું સરનામું અમદાવાદ જ હોવાનું જણાવતા કોર્ટે તેમની સમક્ષ સમ્મન જાહેર કર્યો છે.

Amit Shah

નોંધનીય છે કે કોર્ટે આ વર્ષે એપ્રિલ મહિનામાં કોડનાનીને એક અરજી દાખલ કરવા માટે અનુમતિ આપી હતી. જેમાં તેના બચાવ માટે તેણે અમિત શાહ સમેત અન્ય કેટલાક લોકોને સાક્ષી તરીકે રજૂ કરવાની માંગણી કરી હતી. આ કેસ મુજબ કોડનાનીનું કહેવું છે કે તે રાજ્ય વિધાનસભામાં ભાગ લીધા પછી સોલા સિવિલ હોસ્પિટલ ગઇ હતી. કોડનાનીનું કહેવું છે કે તે સમયે અમિત શાહ પણ વિધાયક હતા. અને સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હતા. જ્યાં સાબરમતી ટ્રેનમાં લાગેલી આગ પછી કારસેવકોના મૃતદેહને લાવવામાં આવ્યા હતા. કોડનાનીએ કહ્યું કે શાહની સાક્ષી તેમને નિર્દોષ સાબિત કરવામાં મદદરૂપ થઇ શકે છે. નોંધનીય છે કે બે અઠવાડિયા પહેલા જ સુપ્રીમ કોર્ટે એસઆઇટી અદાલતને આ કેસનું ટ્રાયલ ચાર મહિનાની અંદર પૂર્ણ કરવાનું કહ્યું છે.

શું છે મામલો?

વર્ષ 2002માં અમદાવાદના નરોડા ગામમાં 9 અલગ અલગ જગ્યાએ નરસંહાર થયો હતો. જેમાંથી એક કેસમાં માયા કોડનાની પણ જવાબદાર છે. એસઆઇટીની વિશેષ તપાસ આ મામલે ચાલી રહી છે. 2002માં થયેલા આ તોફાનોમાં 11 અલ્પસંખ્યક સમુદાયના લોકોની મોત થઇ હતી. આ મામલે કુલ 82 લોકો વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. તે સમયે માયા કોડનાની નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્ય સરકારના મંત્રી હતા. આ મામલે તેમને દોષી ઠેરવી કોર્ટ તેમને 28 વર્ષની સજા સંભળાવી ચૂકી છે. જો કે હવે માયા કોડનાનીનું કહેવું છે કે તે એ સમયે ત્યાં હાજર નહતી. અને તેના સાક્ષી તરીકે તે અમિત શાહને હાજર કરી રહી છે.

English summary
Bjp President Amit Shah appear in special sit court for Naroda Patiya Gam Massacre case 2002 gujarat riots to save Maya kodnani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X