અમિત શાહ છે 316 કરોડના માલિક તો સ્મૃતિ ઇરાની...

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સંપત્તિમાં ગત 5 વર્ષમાં મોટો વધારો જોવા મળ્યા છે. અને ખાલી અમિત શાહ જ નહીં પણ સ્મૃતિ ઇરાનીની પણ સંપત્તિમાં વધારો છે. આ વાત ત્યારે બહાર આવી જ્યારે કેન્દ્રી મંત્રી સ્મૃતિ ઇરાની અને અમિત શાહે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારી પત્રમાં પોતાની સંપત્તિ અંગે જાણકારી આપી છે. જો કોંગ્રેસના નેતા અહેમદ પટેલની સંપત્તિમાં પણ આવો જ વધારો જોવા મળ્યો છે. તો જાણો અહીં પાંચ વર્ષમાં આ નેતાઓએ કેટલી કમાણી કરી પોતાના બેંક બેલેન્સ ઊંચા કર્યા છે...

અમિત શાહ

અમિત શાહ

બીજેપીના રાષ્ટ્રપતિ અધ્યક્ષ અમિત શાહની વાત કરીએ તો 2012માં તેમની પાસે જેટલી અચલ સંપત્તિ (તેમની પત્નીની મળીને) હતી તેમાં 300 ટકાનો વધારો થયો છે. અને 2012થી તેમની ચલ સંપત્તિ જે 1.90 કરોડ હતી તે હવે વધીને 19 કરોડ રૂપિયાની આસપાસ થઇ ગઇ છે. વધુમાં તેવું પણ કહેવાય છે કે રાજ્યસભામાં ચૂંટણી જીત્યા પછી અમિત શાહને કેન્દ્રીય મંત્રી તરીકે પદ પણ આપવામાં આવશે. આમ જોવા જઇએ તો હાલ અમિત શાહની પાંચેય આંગળીઓ ઘીમાં છે. વધુમાં ટીઓઆઇમાં છપાયેલી ખબર મુજબ 2017ના સોગંદનામામાં અમિત શાહની સંપત્તિ 10.38 કરોડ રૂપિયા હતી. હવે 34.31 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

સ્મૃતિ ઇરાની

સ્મૃતિ ઇરાની

કેન્દ્રીય પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીની વાત કરીએ તો તેમની સંપત્તિમાં 80 ટકાનો વધારો થયો છે. ઇરાની દંપનીની 2014માં અચલ સંપત્તિ 4.91 કરોડ રૂપિયા હતી. જે હવે વધીને 8.88 કરોડ રૂપિયા થઇ ગઇ છે. જાણવા જેવી વાત તો એ છે કે સ્મૃતિ ઇરાનીની પોતાની સંપત્તિમાં કોઇ પ્રકારનો વધારો નથી થયો પણ તેમના પતિ જુબિન ઇરાનીની સંપત્તિ વધી છે.

બળવંત સિંહ

બળવંત સિંહ

ગુજરાતના રાજ્યસભાના ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંત સિંહ રાજપૂત જેમણે હાલમાં જ કોંગ્રેસ છોડી ભાજપનો હાથ પકડ્યો છે. તેમની પણ સંપત્તિ 2012થી અત્યાર સુધીમાં ધણી વધી ગઇ છે. તેમની ચલ અને અચલ સંપત્તિ વર્ષ 2012માં 263 કરોડ રૂપિયાની હતી. જે 2017માં વધીને 316 કરોડ રૂપિયા થઇ ગઇ છે. બલવંત સિંહ રાજપૂતને ભાજપે કોંગ્રેસના અહેમદ પટેલની વિરુદ્ધમાં ઊભા રાખ્યા છે. અને જો તે ચૂંટણી જીતે છે તો તે ગુજરાતના સૌથી પૈસાદાર રાજ્યસભા સદસ્ય હશે.

અહેમદ પટેલ

અહેમદ પટેલ

કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અને સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર તેવા અહમદ પટેલ આ પદ માટે પાંચવી વાર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે તેમની વાર્ષિક આવક 15,10,147 રૂપિયા ગણાવી છે. અને તેમની પત્નીની વાર્ષિક આવક 20,15,900 રૂપિયા છે. 2011 થી 2017ની વચ્ચે તેમની સંપત્તિમાં 123 ટકાનો વધારો જોવા મળ્યો છે.

English summary
Amit shah assets grew 300 percent five years

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.