For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GGujarat Assembly Election: અમિત શાહે અમદાવાદના નવા રાણીપ ખાતે જાહેરસભાને સંબોધી હતી

દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહ સાહેબે અમદાવાદ ખાતે જાહેરસભાને સંબોધી હતી. અમિતભાઇ શાહ જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે, બહુ સમય પછી નવા રાણીપ વિસ્તારમાં આવ્યો છું. નવું રાણીપ તો રાણીપ કરતા પણ સરસ બની ગયું છે

|
Google Oneindia Gujarati News

દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહ સાહેબે અમદાવાદ ખાતે જાહેરસભાને સંબોધી હતી. અમિતભાઇ શાહ જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે, બહુ સમય પછી નવા રાણીપ વિસ્તારમાં આવ્યો છું. નવું રાણીપ તો રાણીપ કરતા પણ સરસ બની ગયું છે આ વિસ્તાર છેલ્લા 10 વર્ષ પહેલા હું છોડીને ગયો પણ આ વિસ્તારમાં ખૂબ વિકાસ થયો છે.

AMIT SHAH

આ જાહેરસભામાં આપણે 2022ની ચૂંટણીમાં ઉમેદવાર હર્ષદભાઇને જીતાડવા માટે ભેગાથયા છીએ તેમ કહેતા વધુમાં જણાવ્યું કે, હર્ષદભાઇએ ભાજપના ઉમેદવારોને જીતાડવા પહેલા દિવસ રાત કામ કર્યુ છે. મે કાર્યકર્તાઓને કહ્યુ હતું કે આપણી કાર્પેટ બોમ્બીંગમાં મને જ્યા બોમ્બ ફોડવા મોકલવો હોય ત્યા મોકલજો પણ રાણીપ ખાસ મોકલજો.આ વખતે હર્ષદભાઇને મારા અને અરવિંદભાઇ કરતા પણ પ્રચંડ બહુમતથી જીતાડી વિધાનસભામાં મોકલવાના છે. પાર્ટીમાં જે સંગઠનનું કામ કરે,મંચ પર ન દેખાઇ, પ્રેસમાં ન દેખાય,સભામાં ન દેખાય અને પાર્ટી માટે દિવસ રાત પરિશ્રમ કરનાર હર્ષદભાઇ છે. આ ચૂંટણી હર્ષદભાઇએ નથી લડવાની આપણે લડવાની છે અને હર્ષદભાઇને જીતાડવાના છે.

અમિત શાહે મતદારોને તેમના મતની તાકાત અંગે સંબોધતા જણાવ્યું કે, આ ચૂંટણીમાં તમે જયારે મત આપવા જશો ત્યારે એ ન વિચારતા કે આ મત હર્ષદભાઇને ધારાસભ્ય બનાવવા, ભુપેન્દ્રભાઇને મુખ્યમંત્રી બનાવવા નથી આપવાના પણ તમારો એક મત પાંચ વર્ષ ગુજરાત અને દેશનું ભવિષ્ય નક્કી કરશે. આ ચૂંટણીમાં બે રાજકીય પાર્ટીઓ છે. એક બાજુ કોંગ્રેસીયાઓ જેમને ગુજરાતમાં અનેક વર્ષ રાજ કર્યુ અને 90 પછી આ ગુજરાતની જનતાએ કયારેય સત્તા આપી નથી તો બીજી બાજુ 90 પછી સતત ભાજપને જનતાએ આશિર્વાદ આપ્યા અને ગુજરાતનો જે વિકાસ થયો છે એટલે 90 પહેલાનું અને પછીનું ગુજરાત ઘણુ બદલાઇ ગયું છે.

અમિતભાઇ શાહ સાહેબે ભૂતકાળમાં અમદાવાદની સ્થિતિ અંગે જનતાને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકારમાં છાશ વારે હુલ્લડ થતા, દાણચોરીનું કેન્દ્ર, કોમી રમખાણ થતા, ગુજરાતમાં 365માંથી 250 દિવસ કરફ્યુ રહેતો હતો. વર્ષ 2002 પછી ભાજપની સરકારમાં ગુજરાત શાંતીમય રાજય,ભાઇ ચારાનો પ્રમે વધ્યો છે. 20 વર્ષમાં ગુજરાતને પીંખવાવાળાઓને ગુજરાત છોડવાનું કામ અને સુરક્ષીત બનાવવાનું કામ ભાજપની શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે કર્યુ.

અમિતભાઇ શાહે વિજળી અને નર્મદા અંગે જનતાને સંબોધતા જણાવ્યું કે, ગામડામાં પહેલા સાત કલાક વિજળી મળતી, સાંજે વાળુ સમયે વિજળી ન હતી પરંતુ વર્ષ 2004માં નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં અને ગ્રામીણ વિસ્તારમાં 24 કલાક વિજળી આપવાનું કામ કર્યુ. નર્મદા યોજના જવાહરલાલ નેહરુના સમયે શરૂ થઇ પરંતુ જવાહરલાલ,ઇન્દીરા ગાંધી,રાજીવ ગાંધી,સોનિયા ગાંઘી ગયા તો પણ કામ પુર્ણ જ ન થાય પરંતુ નરેન્દ્રભાઇની સરકાર આવી તો પણ નર્મદા બંધની ઉંચાઇ વધારવા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આમરણ અનશન પર બેસવુ પડયું ત્યાર પછી નર્મદાની ઉંચાઇ વધી. આજે નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન બની છે. કેન્દ્રમાં ભાજપની સરકાર બની નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા અને તેના 15માં દિવસે નર્મદા બંધમાં દરવાજા લગાડવાનો હુકમ કર્યો અને નર્મદા યોજના પુર્ણ થઇ. આજે નર્મદાનું પાણી બનાસકાંઠાના સુઇગામ સુઘી પાણી પહોંચાડવાનું કામ ભાજપે કર્યુ.

અમિતભાઇ શાહ સાહેબે રિવરફ્રન્ટની વાત અંગે સંબોધન કરતા જણાવ્યું કે, સાબરમતી નદી સુકી ભઠ હતી ત્યા મોટો ખાડો જ હતો. પહેલા સાબરમતીના કાંઠાનો ઉપયોગ દારુ પકવવા થતો પરંતુ આપણા નરેન્દ્રભાઇએ ત્યા રિવરફ્રન્ટ બનાવી દુનિયાના નકશામાં આપણુ અમદાવાદ મુકવાનું કામ કર્યુ. આ કોંગ્રેસ વાળાએ રિવરફ્રન્ટનો પણ વિરોધ કર્યો તેમ કહેતા જણાવ્યું કે, કોંગ્રેસ વાળા કહે કે દિવસે સપના ન જુઓ પણ દિવસે સપના શેખચલી જોવે આપણા નરેન્દ્રભાઇ મોદી દિવસે વિચારીને રિવરફ્રન્ટનું કામ પુર્ણ કર્યુ.આજે રિવરફ્રન્ટની શોભા વઘારનારો અટલ ફ્રુટબ્રિજ બન્યો છે.

English summary
Amit Shah attacked the protesters in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X