ગાંધીનગર ખાતે રૂ।. ૪૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમૂહુર્ત-લોકાર્પણ

ગાંધીનગર ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાના અંદાજે રૂ।. ૪૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂહુર્ત કરતા મંત્રીશ્રી શાહે ઉમેર્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતના વિકાસ માટે એક નવી દિશા આપી હતી કે, જે ખાતમૂહુર્ત અમે કરીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. આ વિકાસ સંસ્કૃતિ ગુજરાતમાં સતત ચાલુ રહી છે. જેના પરિણામે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્‍દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર એમ ડબલ એન્‍જિનની સરકારના માધ્યમ દ્વારા અનેકવિધ યોજનાઓ થકી ગુજરાતે જે વણથંભી વિકાસયાત્રા આરંભી છે, તેનાથી ગુજરાત વધુને વધુ સમૃદ્ધ બનશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

AMIT SHAH

કેન્દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, ગુજરાતે આજે વિકાસની હરણફાળ ભરી છે. વડાપ્રધાનશ્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે છેવાડાના નાગરિક સુધી વિકાસના ફળ પહોંચાડવા માટે વ્યવસ્થા ગોઠવી હતી, આજે ૧૦ વર્ષ પછી પણ આ વ્યવસ્થાના પરિણામે ગુજરાતમાં જ્યારે પણ આવવાનું થાય ત્યારે નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા કરોડો રૂપિયાના વિકાસકાર્યો લોકાર્પણ-ખાતમુહુર્ત માટે તૈયાર હોય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે ઉમેર્યું હતું કે, ગાંધીનગર સંસદીય મતવિસ્તારનું પણ ગુજરાતના વિકાસમાં યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. છેલ્લા ચાર વર્ષમાં ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં આશરે રૂ. ૧૬,૫૬૦ કરોડ કરતા પણ વધુના વિકાસકાર્યો પૂર્ણ થયા છે. એમાં પણ જો નેશનલ હાઈવે, સ્ટેટ હાઇવે જેવા રાજ્ય કક્ષાના વિકાસકાર્યોને બાદ કરતા પણ ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુના વિકાસકામો પૂર્ણ થયા છે અને હજુ પણ કરોડોના કામો પાઈપલાઈનમાં છે. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે માત્ર ગાંધીનગર મતવિસ્તારમાં જ જો આટલા વિકાસકાર્યો પૂર્ણ થતા હોય તો સમગ્ર ગુજરાતના ૨૬ સંસદીય મતવિસ્તારોમાં વિકાસના કેટલા કામો હાથ ધરવામાં આવતા હશે.

અમિત શાહે બોરીજ ખાતે રમકડા બેન્કના શુભારંભનો ઉલ્લેખ કરી સંપન્ન વ્યક્તિમાં આપવાની ભાવના વિકસે અને ગરીબ છે તેની લઘુતા ગ્રંથી દૂર થાય એ મંત્ર સાથે સંકલ્પબદ્ધ બનવા અહવાન કરતા કહ્યું હતું કે, ગરીબ બાળકના જીવનમાં કટુતા દૂર થાય અને સંપન્ન થવાનો આનંદ મળે તે માટે આપણે સૌએ કડીરૂપ ભૂમિકા નિભાવી છે. આગામી સમયમાં આ અભિયાન ગાંધીનગર સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ સાતેય વિધાનસભામાં હાથ ધરવામાં આવશે, તેમાં તેઓ પોતે પણ સહભાગી થશે તેવી તત્પરતા તેમણે વ્યક્ત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X