
અમિત શાહે કંપનીઓના CSR માથી ગાંધીનગર મત વિસ્તારની મહિલાઓને રાંધણ ગેસ કિટનું કર્યુ વિતરણ
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે ગાંધીનગર લોકસભાની ધૂમાડારહીત ગામ યોજના અંતર્ગત વિવિધ કંપનીઓના સીએસઆરમાંથી બાકી રહેલ લાભાર્થીઓને રાંધણ ગેસ કીટનું વિતરણ, રેડક્રોસ સોસાયટી અંતર્ગત થેલેસેમિયા જાગૃતિ અભિયાનની શરૂઆત તેમજ સરખેજ - રાજકોટ ધોરી માર્ગ પરના સાત જેટલા છ માર્ગીય ફ્લાય ઓવરનું ઇ - લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
અત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી મોડાસરના બાણગંગા તળાવના નવીનીકરણ અને બ્યુટીફિક્શનના કાર્યનું ખાતમુહૂર્ત અમિતભાઇ શાહ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકારે દરેક ઘરમાં વીજળી, પાણી, ગેસ, શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને સાચા અર્થમાં લોકાભિમુખ સરકારની પ્રતીતિ કરાવી હોવાનું કેન્દ્રીય અમિતભાઇ શાહે જણાવ્યુ હતુ. ૨૦૨૪ સુધીમાં પ્રત્યેક ગરીબને પોતીકું ઘર મળે તે દિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી નિરંતર પ્રયાસો કરી રહ્યા હોવાનું અમિતભાઇ શાહે ઉમેર્યુ હતુ.
અમિત શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશની માતાઓ, બહેનો, બાળકોનું સ્વાસ્થય રસોઈના ધુમાડાથી ન બગડે તેની ચિંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી અને ૧૩ કરોડ જેટલી મહિલાઓને નિશુલ્ક ગેસ સિલિન્ડર આપ્યા છેં
અમિત શાહે કહ્યુ હતુ કે, કોંગ્રેસે ગરીબી હટાવોના નારાઓ લગાવી ગરીબોને હટાવવાનું કાર્ય કર્યું. બાણગંગા તળાવના નવીનીકરણ માટેના ભગીરથ કાર્ય બદલ પંકજભાઈ પટેલ અને ઝાયડસ પરિવારનો આભાર વ્યક્ત કરતા ભાજપા સરકારે ગુજરાતમાં શાંતિ - સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરી છે
અમિત શાહે આ તબક્કે અત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી મોડાસરના બાણગંગા ગામ તળાવના નવીનીકરણ અને બ્યુટીફિક્શનના કાર્યનું ખાતમુહૂર્ત અને પણ કર્યું હતું.
અમિતભાઈ શાહે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન દિવસે મહાપ્રભુ જગન્નાથજીના આશીર્વાદ મેળવીને આ બાણગંગા તળાવના નવીનીકરણના ભૂમિપૂજન કરવાનું સૌભાગ્ય મળ્યું તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આ નવીનીકરણની પ્રક્રિયાને કારણે સંપૂર્ણ ક્ષેત્રમાં પાણીના સ્તર ઉપર આવશે અને નદીઓ પણ સજીવન થશે. તેઓએ રૂ. ૧૧ કરોડના ખર્ચે બાણગંગા તળાવના નવીનીકરણ માટેના ભગીરથ કાર્ય બદલ પંકજભાઈ પટેલ અને ઝાયડસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમિત શાહે કહ્યું કે આ તળાવ આસપાસ પિકનિક સ્પોટ, બાળકોને રમવા માટેની વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, ફૂડ કોર્ટ, ઘાટોનું નિર્માણ, વોકિંગ ટ્રેક, ઓપન એર થિયેટર, બોટીંગની વ્યવસ્થા જેવી અનેક પ્રકારની સુવિધાઓના કારણે તે ગામનું ધબકતું સ્થાન બનશે. આ તળાવ આસપાસ ૧૦૦ વર્ષ આયુષ્ય હોય તેવા વૃક્ષોના વાવેતરથી સમગ્ર વાતાવરણ શુદ્ધ અને આહ્લાદક બનશે.
અમિત શાહે અંતમાં સાણંદ વિધાનસભા વિકાસની રાહ પર ક્યાંય પાછળ નહીં રહે તેવો વિશ્વાસ આપી આગામી ચુંટણીમાં ધારાસભ્ય કનુભાઈ પટેલને ભવ્ય વિજય અપાવવા ઉપસ્થિત જનતાને હાકલ કરી હતી.