• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગોધરા ખાતે પંચમહાલ ડેરી અને જિલ્લા સહકારી બેંકના પાંચ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા અમિત શાહ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ગોધરા ખાતે સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ દ્વારા 70 વર્ષના શાસનમાં ઓબીસી સમાજ માટે કઇ જ કર્યુ નથી. જ્યારે નરેન્દ્ર મોદી પછાત વર્ગના આયોગને સંવેધાનિક માન્યતા આપી છે. પોતાના મંત્રી મંડળણાં 27 મંત્રીઓ ઓબીસી સમાજના સમાવેશ કરીને ઓબીસી સમાજને વિકાસ કરવાનું કામ કર્યુ છે.

અમિતભાઇ શાહે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કુશળ નેતૃત્વમાં દેશમાં આગામી પાંચ વર્ષમાં સહકારી પ્રવૃત્તિ વધુ વ્યાપક થશે. કેન્દ્ર સરકાર સહકારી પ્રવૃત્તિને વેગ મળે એ માટે અનેક પ્રકારના કાયદાકીય સુધારા લાવી રહી છે. દેશના ખેડૂતો અને દૂધઉત્પાદકોનું કલ્યાણ થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય જોગવાઇઓ વધારીને અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.

અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે પશુપાલન વિભાગના બજેટમાં રૂ. ૨ હજાર કરોડની વધારીને રૂ. ૭ હજાર કરોડ કર્યું છે. તેની સાથે દેશની ગાયોના સંવર્ધન અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય ગોકુલમ મિશન ઉપરાંત ઘાચચારા સંયંત્રયણ વિકાસ માટે ૨૫ ટકાની ક્રેડિટ આપવાનો નિર્ણય લીધો છે.

અમિત શાહે,મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (પંચામૃત ડેરી ) ના ૩૦ ઘન મીટર પ્રતિ કલાકની ક્ષમતા વાળા ઓકિસજન પ્લાન્ટ અને તાડવામાં ૪૭૦૦ મેટ્રિક ટનની ક્ષમતાવાળા પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ અને પંચામૃત ડેરી દ્વારા દૈનિક ત્રણ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના મહારાષ્ટ્રમાં નિર્માણ થયેલ માલેગાંવ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ તથા પંચામૃત ડેરી દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં દૈનિક પાંચ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના સ્થાપનાર પ્લાન્ટનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું

તેમણે પંચામૃત ડેરીના સુવર્ણજયંતી લોગોનું અનાવરણ કરવા સાથે પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નૂતન ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. મંત્રીએ પંચમહાલ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઈલ એ.ટી.એમ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

મંત્રીએ શ્રેષ્ઠ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને પુરસ્કાર વિતરણ કરવા સાથે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓને પણ એવોર્ડનું વિતરણ કર્યું હતું.તેમણે કહ્યું કે, આગામી સમયમાં દેશમાં સહકારી ક્ષેત્રે ક્રાંતિ આવશે. સહકારી પ્રવૃત્તિમાં અનેક નવા ક્ષેત્રો જોડવા માટે કેન્દ્ર દ્વારા ડેટા બેંક ઉભી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પ્રાયમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી (પેક્સ)ની સંખ્યા ત્રણ ગણી કરવા કાયદાકીય સુધારા પણ વિચારણા હેઠળ છે.

ગુજરાત સહિત સમગ્ર દેશના સહકારી માળખાને રાહત આપે એવા અનેક નિર્ણય વડાપ્રધાનશ્રીએ લીધા છે, તેનો ઉલ્લેખ કરતા શ્રી શાહે ઉમેર્યું કે,સહકારી ડસરી ઉપર ભાવ ફેર અંગે લગાવવામાં આવતો અનોમલી ચાર્જ નાબૂદ કરવામાં આવ્યો છે.

જેનાથી શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને ફાયદો થયો છે. એ જ રીતે સહકારી ક્ષેત્ર પરના સરચાર્જને ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા કરવામાં આવ્યો છે.
આ ટેક્સ કોર્પોરેટની સમકક્ષ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સહકારિતા પર ૧૮.૫ ટકા વેટ હતો, તે ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે.

દેશને ગૌરવ થાય એવી સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં થઇ રહી છે, એમ જણાવતા શ્રી શાહે કહ્યું કે, વિદેશના મહાનુભવોને અમે એક કહીએ કે ગુજરાતની અમૂલ ડેરી દ્વારા રૂ. ૬૦ હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર થાય છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. આ માત્ર સહકારના માધ્યમથી જ શક્ય બન્યું છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી શાહે જણાવ્યું કે, દેશભરની તમામ સહકારી મંડળીનું રૂ. ૬૫૦૦ કરોડના ખર્ચથી કોમ્પ્યુટરાઇઝેશન કરીને નાબાર્ડ સાથે જોડવામાં આવશે. સહકારી પ્રવૃત્તિ માટે આ કદમ ક્રાંતિકારી સાબિત થશે.

તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત સહકારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યા છે. અત્યાર સુધી કેન્દ્રમાં સહકારી પ્રવૃત્તિને અવગણવામાં આવતી હતી. પણ, વડાપ્રધાને કેન્દ્રમાં અલાયદું સહકાર મંત્રાલય બનાવ્યું છે અને તેના બજેટમાં સાત ગણો વધારો કર્યો છે.

શાહે જણાવ્યું કે, એક સમયે પંચમહાલ જિલ્લા સહકારી બેંક બેસી જવાની અણી ઉપર હતી. રિઝર્વ બેંક દ્વારા તેના ઉપર નિયંત્રણો પણ લાદવામાં આવ્યા હતા. તેનો વહીવટ સ્ટેટ કોઓપરેટિવ બેંક દ્વારા સંભાળવામાં આવ્યો હતો. હું એ વખતે સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર હતો. ત્યારે, અમે નિર્ણય કર્યો હતો કે ગુજરાતની એક પણ જિલ્લા સહકારી બેંકને નબળી પડવા દેવી નથી. તેનું પરિણામે આજે જોવા મળે છે. પંચમહાલ બેંક આજે નફો કરતી થઇ ગઇ છે.
પંચમહાલ, દાહોદ અને મહિસાગર જેવા આદિવાસી વિસ્તારોમાં દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ અર્થોપાર્જન માટે અગત્યની છે.

આજે તેની સાથે ૧૫૭૮ દૂધ મંડળીઓના ૭૩ હજાર દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. ઉપરાંત, પ્રતિદિન ૧૮ લાખ લિટર દૂધ એકત્રીકરણ કરી રૂ. ૩૦૦ કરોડનું ટર્નઓવર કરતી થઇ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતુ કે, અસહકારની લડતની આગેવાની લેનારૂં ગુજરાત આજે સહકારી ક્ષેત્રમાં પણ આગેવાની લઇ રહ્યું છે. ગુજરાતની દૂધ સહકારી ચળવળની આ સફળતા એ સરદાર સાહેબના વિઝનને આભારી છે.
તેમણે ગુજરાતમાં સરદાર પટેલની હાકલથી ત્રિભૂવનદાસ પટેલે સહકારી ચળવળનો આરંભ કર્યો હતો તે બાબતનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, ગુજરાતના બે સપૂત ગાંધીજી અને સરદાર સાહેબની જોડીના સફળ પ્રયાસોથી દેશમાં સહકારિતાનો પાયો નંખાયો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, સૌના સાથ સૌના વિકાસનો અને આત્મનિર્ભર ભારતનો મંત્ર આજે સહકાર થી સમૃદ્ધિના મંત્ર દ્વારા દૂધ સહકારિતાનો નવો યુગ શરૂ થયો છે.

નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત,શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપ્યો છે તેને સાકાર કરવાનો અવસર પંચમહાલ ડેરી દ્વારા ઉજવાઈ રહ્યો છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું કે પંચમૃત ડેરી આજે ગુજરાતના સીમાડા ઓળંગી રહી છે.ઉજ્જૈનના લોકોની સવાર હવે પંચમહલ ડેરીના દૂધથી બનેલી ચા થી થશે જેનો સીધો લાભ પશુપાલકોને થશે.
ગુજરાતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા નોંધપાત્ર વધારાનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષોમાં દૂધ ઉત્પાદકોની સંખ્યા જે બે દાયકા પહેલા ૨૧ લાખ હતી જે વધીને ૩૬ લાખથી વધુ થઇ ગઇ છે. એટલું જ નહિ દૈનિક ૨૬૦ લાખ લીટર દૂધ એકત્રીકરણ કરવામાં આવે છે.જેનાથી દરરોજ રૂ. ૧૫૦ કરોડની આવક પશુપાલકોને થાય છે.

પટેલે જણાવ્યું કે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તેની સાથે પંચમહાલ ડેરી પોતાની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણી કરી રહી છે. ત્યારે નરેન્દ્રભાઇ મોદીએ શ્વેત ક્રાંતિ અને સ્વીટ ક્રાંતિનો વિચાર આપ્યો છે તેને .ગુજરાતના ડેરી સંઘો સાકાર કરી રહ્યા છે.

English summary
Gujarat, which took the lead in the fight for non-cooperation, is also taking the lead in the co-operative sector today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X