• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમિત શાહ કયા ખેલમાં ક્યારેય નથી હારતા

|

મસાલેદાર પાવભાજી પસંદ કરનાર અમિત શાહ રાજકારણમાં કંઈ ઓછુ મળે એના માટે તૈયાર નથી હોતા. 'મને એ દિવસો યાદ છે જ્યારે હું એક યુવા કાર્યકર્તા તરીકે નારણપુરા વિસ્તારમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ માટે પોસ્ટર ચિપકાવતો હતો. વર્ષો વીતી ગયા છે અને હું બહુ મોટો થઈ ગયો છુ પરંતુ યાદો હજુ પણ તાજી છે અને મને ખબર છે કે મારો પ્રવાસ અહીંથી શરૂ થયો હતો.' 30 માર્ચના રોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાનું નામાંકન પત્ર ભરતા પહેલા આયોજિત રોડ શોમાં આ વાતો કહી હતી. ગુજરાતની ગાંધીનગર સીટથી લોકસભા ચૂંટણી લડી રહેલા શાહ એ સમયની વાત કરી રહ્યા હતા જ્યારે 1982માં તે એબીવીપીના યુવા કાર્યકર્તા હતા. ઘણા વર્ષો વીતી ચૂક્યા છે અને એ છોકરો જે ક્યારેક અટલ બિહારી વાજપેયી અને ભાજપના બીજા દિગ્ગજ નેતાઓ માટે પોસ્ટર ચિપકાવતો હતો તે આજે પોતે પાર્ટીનો પોસ્ટર બૉય બની ચૂક્યો છે.

એબીવીપીથી શરૂ થઈ હતી સફર

એબીવીપીથી શરૂ થઈ હતી સફર

અમિત શાહની અત્યાર સુધીની યાત્રા નાટકીય ઘટનાક્રમથી ભરેલી રહી છે. આની તુલના કોઈ બોલિવુડ ફિલ્મના નાયકના જીવનથી કરવામાં આવી શકે છે. શાહે પોતાના જીવનમાં દરેક પ્રકારનો સારો-ખરાબ સમય જોયો છે. એબીવીપી કાર્યકર્તા તરીકે પોતાની રાજકીય યાત્રાની શરૂઆત કરનાર શાહ આજે એ મુકામ સુધી પહોંચી ગયા છે જ્યાં તે પાર્ટીના પ્રદર્શન માટે સંપૂર્ણપણે જવાબદાર છે. ભલે પાર્ટી ચૂંટણી જીતે કે હારે. શાહનો જન્મ 22 ઓક્ટોમ્બર 1964ના રોજ મુંબઈના એક વણિક પરિવારમાં થયો હતો. 14 વર્ષની નાની ઉંમરમાં તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં શામેલ થયા હતા અને અહીંથી તેમની રાજકીય યાત્રાની શરૂઆત સમજવામાં આવે છે. ગાંધીનગરના એક નાના શહેર માણસામાં તેમણે આ શરૂઆત ‘તરુણ સ્વયંસેવક' તરીકે કરી હતી. આ તેમના જીવનનો મહત્વપૂર્ણ વળાંક હતો. બાદમાં અમિત શાહ પોતાની કોલેજના અભ્યાસ માટે અમદાવાદ આવ્યા જ્યાં તે એબીવીપીના સભ્ય બન્યા. વર્ષ 1982માં બાયો-કેમેસ્ટ્રીના છાત્ર તરીકે અમિત શાહને અમદાવાદમાં છાત્ર સંગઠન એબીવીપીના સચિવની જવાબદારી આપવામાં આવી.

રાજકારણમાં જબરદસ્ત કમબેક

રાજકારણમાં જબરદસ્ત કમબેક

બાદમાં તેમને ભાજપના અમદાવાદ એકમના સચિવ બનાવવામાં આવ્યા ત્યારથી તેમણે પાછુ વળીને જોયુ નથી. તેમણે પાર્ટીમાં પ્રદેશ એકમના ઘણા મહત્વપૂર્ણ પદોને સંભાળ્યા. 1997માં ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવાયા બાદ તેમને ભાજપ પ્રદેશ એકમના ઉપાધ્યક્ષ પદની જવાબદારી આપવામાં આવી. જો કે પદોન્નતિનો આ સિલસિલો અમુક સમય માટે થંભી ગયો જ્યારે તેમણે સોહરાબુદ્દીન અને કૌસર બીના નકલી એનકાઉન્ટર કેસમાં જેલ જવુ પડ્યુ. રાજકારણના પંડિત આને તેમની યાત્રાનો અંતિમ પડાવ માની રહ્યા હતા પરંતુ અમિત શાહે વિરોધી લહેરો વચ્ચેથી એક દમદાર ગોતુ લગાવ્યુ અને રાજકારણમાં જબરદસ્ત કમબેક કર્યુ. જેલમાંથી મુક્ત થયા બાદ તે પાર્ટી માટે ખૂબ મહેનત કરવા લાગ્યા અને ઝડપથી વિકાસની સીડીઓ ચઢવા લાગ્યા.

મોદીને સુપરસ્ટાર બનાવનાર શાહ

મોદીને સુપરસ્ટાર બનાવનાર શાહ

અમિત શાહને નજીકથી જાણનારાઓનું કહેવુ છે કે તેમણે પોતાના પૂરા દમખમ સાથે ગાંધીનગર સીટ પર કામ કરવાનું શરૂ કર્યુ અને આનાથી અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી જેવા મોટા નેતાઓને ફાયદો પહોંચાડ્યો. રાજકારણ પર નજર રાખનારા અને પાર્ટી સાથે જોડાયેલા લોકોનું કહેવુ છે કે વાજપેયી અને અડવાણીની જેમ જ તેમણે નરેન્દ્ર મોદીને રાજકારણના રાષ્ટ્રીય ફલક પર લાવવામાં મદદ કરી. બંને નેતાઓની નજીક રહેતા ભાજપના એક વરિષ્ઠ નેતા કહે છે, ‘મોદી અને શાહ એવા બેટ્સમેનોની જોડી છે જે એક સાથે ઘણા શતક બનાવે છે.' ‘મોદી અને શાહ એક જ સિક્કાની બે બાજુઓ છે. તે દશકોથી એકસાથે રહે છે. તેઓ એક જેવુ વિચારે છે. તે એક પરફેક્ટ ટીમની જેમ કામ કરે છે.'

પોલિટિકલ સ્ટાર બનાવ્યા

પોલિટિકલ સ્ટાર બનાવ્યા

‘તે જીવન અને રાજકીય જીવન પ્રત્યે અલગ અલગ દ્રષ્ટિકોણ રાખતા જોવા મળી શકે છે પરંતુ તે બંને એકબીજાને પૂરા કરે છે. શાહ એક એવા બેટ્સમેન છે જે પોતાના બેટ્સમેન સાથીનો સાથ આપે છે અને તેને વધુને વધુ સેન્ચુરી સ્કોર કરવામાં મદદ કરે છે. તે એક એવા બેટ્સમેન છે જે પોતાના પર્સનલ સ્કોરની ચિંતા નહિ કરીને પોતાની ટીમ માટે ધમાકેદાર જીત સુનિશ્ચિત કરે છે.' 2014ની જીત માટે મોદી તેમને ‘મેન ઑફ ધ મેચ' નો ખિતાબ આપે છે. વરિષ્ઠ નેતાએ આગળ કહ્યુ કે શાહ એક ફિલ્મ નિર્દેશકની જેમ છે જે કેમેરાની પાછળ કામ કરે છે અને અભિનેતાઓને સ્ટાર બનાવે છે. શાહે ઘણા પોલિટિકલ સ્ટાર બનાવ્યા છે પરંતુ સુપરસ્ટાર મોદી રહ્યા છે.

સંગઠનાત્મક કૌશલ

સંગઠનાત્મક કૌશલ

રાજકારણ પર નજર રાખનારાઓનું કહેવુ છે કે શાહ એક ઉત્કૃષ્ટ મેનેજર છે. તેમનુ અનુશાસન સેનાની જેમ છે. જે ભાજપ કાર્યકર્તાઓમાં જોવા મળે છે. તે પોતાના કેડરને પોતે અનુશાસનના પાઠ ભણાવે છે. તે દશકોથી બુથ મેનેજમેન્ટ પર જોર આપી રહ્યા છે જેનું પરિણામ પહેલા ગુજરાત અને બાદમાં 2014ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યુ છે. તેની રણનીતિ અને પ્રશાસનિક કુશળતાના કારણે પાર્ટીએ તેમને વર્ષ 2010માં મહાસચિવનું પદ આપ્યુ અને તેમને ઉત્તરપ્રદેશનો પ્રભાર સોંપ્યો. શાહે ઉત્તરપ્રદેશમાં ભાજપના ચૂંટણી ભાગ્યને બદલી દીધુ અને પાર્ટીએ શાનદાર જીત મેળી. 80 લોકસભા સીટોવાળા આ રાજ્યમાં પાર્ટીએ 73 પર બાજી મારી. તેમના પ્રભારી રહેતા માત્ર બે વર્ષમાં પાર્ટીના મતશેર રાજ્યમાં અઢી ગણા વધી ગયા. 2014ની ચૂંટણીમાં શાહ ભાજપની ચૂંટણી સમિતિના સભ્ય હતા અને તેમને જનસંપર્ક, મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવા અને નવા મતદારોને જોડવાની જવાબદારી આપવામાં આવી હતી.

પરિણામ આધારિત રણનીતિ

પરિણામ આધારિત રણનીતિ

પરિણામ આધારિત રણનીતિ બનાવવાના તેમના કૌશલે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. શાહના ચૂંટણી પૂર્વ અને ચૂંટણી બાદ ગઠબંધન બનાવવાના કૌશલના તો બધા કાયલ છે. એ પણ દાવો કરવામાં આવે છે કે તે વિપક્ષી દળોના સાંસદો અને ધારાસભ્યોને તોડવા અને પોતાની સાથે જોડવામાં માહિર છે. જ્યારે પણ તેમની પાર્ટીને આની જરૂર હોય છે તે કરી જ લે છે. તે ઘણીવાર એવા પ્રસ્તાવ આપે છે જેને નકારી શકાતા નથી. ભાજપના અંદરના સમાચાર રાખનારા કહે છે કે પાર્ટીએ દેશની ઉત્તર, મધ્ય અને પશ્ચિમી ક્ષેત્રોના રાજકીય રણક્ષેત્રને ભાજપ હજુ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં પ્રભાવશાળી અસર બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યુ છે. ભાજપના એક વરિષ્ઠ નેતા કહે છે, ‘શાહ દક્ષિણી રાજ્યોમાં ઘણા સમયથી ચૂપચાપ કામ કરી રહ્યા છે. તેમણે દક્ષિણી અને પૂર્વોત્તર રાજ્યમાં ગ્રાઉન્ડ લેવલે ઘણુ કામ કર્યુ છે. આ એ રાજ્યો છે જ્યાં હજુ સુધી ભાજપનું કોઈ ભવિષ્ય દેખાતુ નથી. તે ભાજપ કાર્યકર્તાઓ માટે નવા રાજકીય મોરચા ખોલી રહ્યા છે અને તેમને અહીં લડવા માટે તૈયાર કરી રહ્યા છે. તેમનુ કામ આ સામાન્ય ચૂંટણીના પરિણામોમાં જોવા મળી શકે છે.' માત્ર પાર્ટીના નેતા અને કાર્યકર્તા જ નહિ પરંતુ વિપક્ષી દળોના નેતા પણ અમિત શાહની સોશિયલ એન્જિનિયરીંગના કાયલ છે. એક વરિષ્ઠ ભાજપ નેતા કહે છે, ‘અમિતજીની જેમ કોઈ બીજા નેતા જાતિના દોરા ન પરોવી શકે. તે જાતિના રાજકારણને અંદર અને બહાર બંને તરફથી સંપૂર્ણપણે જાણે છે. તેમનુ એકલાનું કૌશલ કોંગ્રેસના બધા રણનીતિકારો પર ભારે પડે છે.'

આગળનો રસ્તો શું છે?

આગળનો રસ્તો શું છે?

જો પાર્ટી 2019 લોકસભા ચૂંટણીમાં સારા પરિણામો લાવે તો માત્ર અમિત શાહ જ આના માટે સમાચારોમાં નહિ રહે. જો કે જો પાર્ટી નિષ્ફળ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી અમિત શાહના ખભે જ નાખવામાં આવશે. શાહ પોતાની પાર્ટી માટે માત્ર ફૂલોના ગુચ્છા જ નહિ પરંતુ ટીકા સ્વીકારવા માટે પણ તૈયાર છે કારણકે ઘણી વાર તે વિનમ્રતાથી સ્વીકાર કરી ચૂક્યા છે કે ભાજપ વિના સાર્વજનિક રીતે કંઈ પણ નથી. નારણપુરના રોડ શોમાં કાર્યકર્તાઓ અને સમર્થકોની ભારે ભીડ વચ્ચે પાર્ટીને પોતાનાથી ઉપર ગણાવતા શાહે કહ્યુ હતુ, ‘જો ભાજપને મારા જીવનમાંથી કાઢી દેવામાં આવે તો માત્ર ઝીરો બચશે. મે જે કંઈ પણ શીખ્યુ અને દેશને આપ્યુ છે તે બધુ ભાજપનું જ છે.'

ચેસના ખેલાડી શાહ

ચેસના ખેલાડી શાહ

શાહ ખાવાના શોખીન છે. તેમને મસાલેદાર ભોજન ખૂબ પસંદ છે. તે જ્યારે પણ અમદાવાદમાં હોય છે તો તે રાયપુર જરૂર આવે છે અને અહીં ભજિયા કે વધુ મસાલાવાળી ભાજીપાંવ જરૂર ખાય છે. અમિત શાહે પોતાના જીવનમાં ક્યારેય પણ ચાર પૈડાનું વાહન નથી ચલાવ્યુ. તેમને બે ‘પૈડાવાળા વ્યક્તિ' પણ કહેવામાં આવતા હતા. વર્ષ 2000 સુધી તે પોતાનું સ્કૂટર ચલાવતા હતા. શાહ ચેસના એક સારા ખેલાડી પણ છે અને ખાલી સમયમાં ચેસ રમવાનું પસંદ કરે છે. તેમને જ્યોતિષમાં ઉંડો વિશ્વાસ છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તે જ્યોતિષની સલાહ લેવાનું યોગ્ય સમજે છે. અમિત શાહે જ્યારે પોતાનું રાજકીય કેરિયર શરૂ કર્યુ હતુ ત્યારે પણ તેમણે એક જ્યોતિષને જણાવ્યુ હતુ કે તેમના ભાગ્યમાં રાજયોગ છે. તેમની ભગવાન શિવ અને ખાસ કરીને સોમનાથ મહાદેવ મંદિરમાં અતૂટ શ્રદ્ધા છે. આ જાણતા જ મોદીએ તેમને સોમનાથ મંદિર ટ્રસ્ટના સભ્ય બનાવ્યા હતા.

હાથી જેવી યાદશક્તિ

હાથી જેવી યાદશક્તિ

શાહને ભારતીય શાસ્ત્રીય સંગીત પણ પસંદ છે. પોતાની લાંબી કાર યાત્રાઓ દરમિયાન તે કારમાં મોટા અવાજમાં સંગીત સાંભળવાનું પસંદ કરે છે. તે ગાયક મુકેશના ફેન છે. તેમને અંતાક્ષરી રમવાનું પણ પસંદ છે. કહેવાય છે કે શાહ ક્યારેય પણ અંતાક્ષરીમાં હાર્યા નથી. શાહની યાદશક્તિ હાથી જેવી છે. તે કોઈ વિધાનસભાના નાના નાના વિસ્તારો, નેતાઓ અને કાર્યકર્તાઓના નામ યાદ રાખી શકે છે. તેમને હિંદીના ઘણા ગીતો પૂરેપૂરા યાદ છે. તે શિયાળાના દિવસોમાં પણ ફૂલ પંખા કે એસી વિના રહી શકતા નથી. અમિત શાહ ક્યારેય પણ પર્ફ્યુમનો ઉપયોગ નથી કરતા. 1995માં તે ગુજરાત રાજ્ય નાણાંકીય કોર્પોરેશનના ચેરમેન બન્યા હતા. આ પદ પર પહોંચનારા તે સૌથી યુવા નેતા હતા. અમિત શાહની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે સૌથી પહેલા 1982માં થઈ હતી. એ સમયે મોદી આરએસએસના પ્રચારક હતા અને અમિત શાહ એબીવીપીના યુવા નેતા હતા. કહેવાય છે કે જ્યારે બંને રાજકારણમાં પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે મોદીએ અમિત શાહની ખૂબ મદદ કરી હતી. બંને વચ્ચે દશકો ચાલનારી દોસ્તીની શરૂઆત તરત જ થઈ ગઈ હતી.

શાહની સફર

શાહની સફર

1964, 22 ઓક્ટોબરઃ મુંબઈમાં અમિત શાહનો જન્મ

1978: આરએસએસના તરુણ સ્વયંસેવક બન્યા

1982: એબીવીપી ગુજરાતના સહાયક સચિવ બન્યા.

1987: ભારતીય જનતા યુવા મોરચામાં શામેલ થયા.

1989: ભાજપના અમદાવાદ એકમના સચિવ બન્યા.

1995: ગુજરાતની જીએસએફસીના અધ્યક્ષ બનાવાયા.

1997: ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા.

1998: ગુજરાત ભાજપના રાજ્ય સચિવ બન્યા

1999: ગુજરાત ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા.

2000: અમદાવાદ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બન્યા.

2002-2010: ગુજરાત સરકારમાં મંત્રી રહ્યા.

2006: ગુજરાત ચેસ એસોસિએશનના અધ્યક્ષ બન્યા.

2009: સેન્ટ્રલ બોર્ડ ઑફ ક્રિકેટ એસોસિએશન અમદાવાદના અધ્યક્ષ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ રહ્યા.

2010: શોહરાબુદ્દીન કૌસરબી નકલી એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી.

2013: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા.

2014: ગુજરાત રાજ્ય ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બન્યા.

2016: સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા.

2016: ભાજપ અધ્યક્ષ પદ માટે ફરીથી ચૂંટાયા.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: 7 એપ્રિલે ભાજપ જાહેર કરી શકે છે પોતાનું ઘોષણાપત્ર

English summary
Amit Shah never lose in which sports
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more