For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અડીખમ ગુજરાત' ના સૂત્ર સાથે અમિત શાહ કરશે યુવાનોથી સંવાદ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ને ધ્યાનમાં લઈને અમિતશાહ યુવાનોને સંબોધશે. આ માટે તેઓ' અડીખમ ગુજરાત'ના સુત્ર સાથે યુવાનો ને જોડશે. આ અંગે વધુ વાંચો અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ આગામી 10 સપ્ટેમ્બરે યુવાનો સાથે 'અડિકમ ગુજરાત' કાર્યક્રમ અંતર્ગત યુવાનો સાથે ચર્ચા કરશે. જેમા અમિત શાહ યુવાનો સાથે રાજ્યના જુદા જુદા 100 જગ્યાએથી પુછાયેલા સવાલોના જવાબ આપશે અને આ રીતે અપ્રત્યક્ષ રીતે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમમાં યુવાનોને સોશ્યલ મીડિયા ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જેવા માધ્યમથી અગાઉથી પ્રશ્નો પુછી રાખવામાં આવશે. અડીખમ ગુજરાતના કાર્યક્રમનમાં સૌથી પહેલા અમિત શાહની અધ્યક્ષતામાં 'યુવા ટાઉનહોલ' કાર્યક્ર્મનું આયોજન અમદાવાદના બોડકદેવા ખાતે આવેલા દિનદયાળ ઓડીટોરીયમાં કરવામાં આવશે. આ કાર્યક્રમ સવારના 10 કલાકે યોજાશે. જેમા અમિત શાહ એક જ જગ્યાએથી અલગ અલગ 100 જગ્યાએથી 1 લાખ યુવાનોને સંબોધન કરી તેમના સવાલોના જવાબ આપશે.

BJP

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહના આ કાર્યક્રમ પહેલા 4 સપ્ટેમ્બરે 'અડીખમ ગુજરાત' થીમ સોંગ અને વેબસાઇટ પણ લોંચ કરવામાં આવશે. તેમજ કાર્યક્રમ અંગે રોજે રોજની અપડેટ મીડિયાને આપવામાં આવશે. અમિત શાહ આ કાર્યક્રમમાં આવનાર ચૂંટણીને લઇને કાર્યકર્તાઓને સલાહ આપશે. આ પહેલા વિધાનસભાની ચૂંટણી માટે 'ગરજે ગુજરાત' સૂત્ર તૈયાર કરવામાં આવ્યું હતું જે અમિત શાહ અને અરૂણ જેટલી લોંચ કરવાના હતા પણ કેન્દ્રમાં કેબિનેટનું વિસ્તરણ થવાનુ હોવાથી તેમનો ગુજરાત પ્રવાસ રદ્દ થયો હતો.

English summary
Amit shah will communicate with youth with Adhikam Gujarat program.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X