For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીગ બી જૂનમાં ખુશ્બુ ગુજરાત કીના શૂટિંગ માટે ગુજરાત આવશે

|
Google Oneindia Gujarati News

big-b-khushbu-gujarat-ki
અમદાવાદ, 25 એપ્રિલ : ગુજરાત પર્યટન વિભાગના બ્રાન્ડ એમ્બેસેડર મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન ગુજરાતના પર્યટનનો પ્રચાર પ્રસાર કરવા માટે ફરી એક વાર ખુશ્બુ ગુજરાત કી એડ કેમ્પેઇન કરવા માટે જૂનમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે.

તેઓ ખુશ્બુ ગુજરાત કીના અંતિમ તબક્કામાં સંત અહેમદ ખટ્ટુ ગંગ બક્ષના સ્થળ સરખેજ રોઝા, ડાંગ, ડાયનાસોરના ઇંડા માટે મશહૂર બાલાસિનોર વગેરે સ્થળોની મુલાકાત લેશે અને શૂટિંગ કરશે. આ અંગે ગુજરાત પર્યટન નિગમના જણાવ્યા અનુસાર બિગ બી અમિતાભ બચ્ચન અત્યાર સુધીમાં સોમનાથ, દ્વારાકા, ગીર જંગલ, અંબાજી માતા મંદિર, મોઢેરા સૂર્ય મંદિર, ગિરનાર, માતૃતર્પણ ધામ સિદ્ધપુર વગેર સ્થળોએ શૂટિંગ કરી ચૂક્યા છે.

પોતાની ફિલ્મ 'પા'ના પ્રમોશન માટે ત્રણ વર્ષ પહેલા ગુજરાત આવેલા અમિતાભ બચ્ચેને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ ગુજરાતના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પોતાની ભાગીદારી અને યોગદાનની ઇચ્છા જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં અમિતાભ બચ્ચન ત્રણ તબક્કામાં ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન માટે શૂટિંગ કરી ચૂક્યા છે. આ કેમ્પેઇન કરવા માટે તેઓ કોઇ પ્રકારની ફી લઇ રહ્યા નથી. જો કે આ પ્રમોશન તૈયાર કરવા માટે ગુજરાત સરકાર અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ખર્ચી ચૂકી છે. ખુશ્બુ ગુજરાત કીએ ગુજરાતના પર્યટન ઉદ્યોગને નવો વેગ આપ્યો છે.

અંતિમ તબક્કાના શૂટિંગ માટે કહેવાય છે કે અમિતાભ બચ્ચન પહેલા મે મહિનાના અંતમાં ગુજરાતમાં શૂટિંગ માટે આવવાના હતા. જો કે કોઇ વ્યસ્તતાને કારણે હવે તેઓ જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આવશે. કહેવામાં આવે છે કે સમગ્ર શૂટિંગ અંદાજે બે સપ્તાહ સુધી ચાલશે.

English summary
Amithabh Bachchan again promote Khushbu Gujarat Ki.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X