પાલનપુરમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત ઘરેલુ હિંસા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો!

રાજ્યભમાં 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી એક અઠવાડિયા દરમિયાન નારી વંદન ઉત્સવ તરીકે યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. નિયત થયેલ થીમ મુજબ 1 ઓગસ્ટના રોજ ઘરેલુ હિંસા અંગે સમજણ આપતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

રાજ્યભમાં 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી એક અઠવાડિયા દરમિયાન નારી વંદન ઉત્સવ તરીકે યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. નિયત થયેલ થીમ મુજબ 1 ઓગસ્ટના રોજ ઘરેલુ હિંસા અંગે સમજણ આપતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

domestic violence

પાલનપુર સ્વસ્તિક મહિલા આર્ટસ કોલેજ ખાતે મહિલા અને બાળ અધિકારી કચેરી બનાસકાંઠા, ગૃહ વિભાગ બનાસકાંઠા દ્વારા મહિલા સુરક્ષા દિન નિમિતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત સેમિનાર યોજાયો હતો.

રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ સેમિનારમાં ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત માહિતી અન્ય મહિલાલક્ષી કાયદાકીય માહિતી, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, મહિલા લક્ષી યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજની દીકરીઓને સ્વ-બચાવના કરાટેનું નિદર્શન કરવામાં આવ્યું હતુ. સ્વસ્તિક મહિલા આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ નેહલબેન પરમાર દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી.

રાજ્યમાં અને દેશમાં મહિલા પર થતાં ઘરેલુ અત્યાચારના બનાવો રોકવા અને મહિલાઓને તેમના અધિકારો અને તેમના કાનુની અધિકારોથી વાકેફ કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી કાનુની જાણકારી મેળવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X