આણંદઃ પ્રેમિકાએ પરિણીત પ્રેમીનું અપહરણ કરાવ્યું, ત્રણની ધરપકડ
ક્યારેક આડા સંબધો પોતાના માટે જ નહિ પણ સમગ્ર પરિવાર માટે કાળ બનીને ઉભા રહી જાય છે, આવી જ એક ઘટના આણંદમાં બની છે જેના કારણે યુવકને તો પોતાના કરતૂતનો ખરાબ પરચો મળ્યો પણ સાથે જ તેના પરિવારે પણ મુશ્કેલીમાં ફસાવવાનો વારો આવ્યો. આ ઘટના આણંદની છે જ્યાં એક યુવતીના પરિણીત યુવક સાથે સંબંધ હતા જે છેવટે ગુનાહિત કૃત્યમાં પરિણમ્યા.

પ્રેમીકાએ મળવા બોલાવીને અપહરણ કર્યું
આણંદના વિષ્ણુભાઈ નામના પરિણીતને વોડદરા શહેરની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં ગૌરી નામની પ્રેમીકાને બીજા સાથે પ્રેમ સંબંધ બંધાતાં વિષ્ણુ અને ગૌરી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડા ચાલતા હતા. પ્રેમીકાના નવા સંબંધમાં વિષ્ણુ નડતરરૂપ બનતો હોય ગૌરી પોતાના પ્રેમી વસીમ અને વસીમના મિત્રો સાથે રિક્ષા લઈને આણંદ આવીને વિષ્ણુને મળવા બોલાવ્યો. હતો. મળવા આવેલ વિષ્ણુને લાકડીથી માર મારી તેનું અપહરણ કરી લીધું હતું.

આણંદ પોલીસને જાણ કરી
પોતાના પતિ વિષ્ણુનું અપહરણ થઈ જતાં તેની પત્ની સંગીતા ગભરાઈ ગઈ હતી અને તરત તેણે આણંદ પોલીસને જાણ કરી હતી. ઘટના સમયે સંગીતા અને તેના બાળકો પણ ત્યાં હાજર જ હતાં. આ મામલે આણંદ પોલીસે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમની મદદ લીધી હતી અને સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી અપહ્રત યુવકને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા બાદ ગૌરી અને ગૌરીના પ્રેમી વસીમ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પત્નીની સામે જ થયું અપહરણ
આણંદ પોલીસ સ્ટેશનના પી.આઈ. આર આર ભાંભળાએ જણાવ્યું કે, 'આજે સવારે સાડા છથી સાત વાગ્યાની આજુબાજુમાં ફરિયાદી સંગીતાબેન વિષ્ણુભાઈ કણોજીયાએ જાણ કરેલ કે આજે સવારે ગણેશ ચોકડી પાસેથી ગૌરી, વસીમ અને અજય નામના શખ્સે મારા પતિને લાકડીથી માર મારી તને પતાવી દેવો છે એમ કહીને મારા પતિને રીક્ષામાં બેસાડીને લઈ ગયા.' આ મામલે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.
એરસેલ-મેક્સિસ કેસઃ પી ચિદમ્બરમ અને કાર્તિને સ્પેશિયલ કોર્ટે આપ્યા આગોતરા જામીન