
બાઈક ચોરતી ગેંગને આણંદ પોલીસે દબોચી, 32 બાઈક જપ્ત
રાજ્યભરમાં વાહન ચોરીના બનાવ અવાર નવાર બનતા રહે છે. આણંદની આજુબાજુના વિસ્તારોમાં પણ બાઈક ચોર ટુકડીએ નાગરિકો અને પોલીસને ભારે પરેશાન કર્યા હતા, આખરે આ બાઈક ચોર ટુકડીને પકડવામાં પોલીસને સફળતા સાંપડી છે. આણંદ પોલીસે 32 બાઈક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. બાતમીના આધારે પોલીસે બાઈક ચોરી કરતી ગેંગને દબોચી લીધી છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે 32 બાઇક સાથે ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી હતી.
પોલીસે જપ્ત બાઇકના માલિકોને શોધી બાઇક પરત કરવાની યોજના બનાવી રહી છે. પોલીસે પુછપરછ કરી આ ગેંગના બીજા ગુનાઓ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત: ટ્રેક પર ઉભી રેલ્વેમાં લાગી આગ, કામગીરી પુન: સ્થાપિત કરવામાં લાગી રેલવે
32 બાઇક સાથે બાઇક ચોરી કરતી ગેંગને ઝડપી લેતી આણંદ પોલીસ#AnandPolice#GujaratPolice pic.twitter.com/ODXNDBUT0t
— Gujarat Police (@GujaratPolice) May 20, 2021