For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ VS વિજય રૂપાણી, જાણો સીએમ રેસમાં કોણ આગળ?

|
Google Oneindia Gujarati News

સોમવારે સાંજે જ્યારે ફેસબુક પરથી આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી ત્યારથી જ "હવે કોણ?" તે સવાલની ચર્ચા રાજકારણમાં, પાનના ગલ્લે અને સોશ્યલ મીડિયા પર રોજ શોરથી થવા લાગી છે. ગુજરાતમાં હાલ જે પરિસ્થિતિ ઊભી થઇ છે તે જોતા આવનારા મુખ્યમંત્રી સામે અનેક પડકારો છે.

આનંદીબેન રાજ્યપાલને મળ્યા, રાજીનામાં અંગે નેતાઓની પ્રતિક્રિયા

ઉના દલિત કાંડ અને પાટીદાર આંદોલન સાથે જ ભષ્ટ્રાચાર જેવા મુદ્દાઓને જોતા 2017ની ચૂંટણીમાં ભાજપ ખાલી તેના "વિકાસ મોડલ" ના નામે જીત નહીં મેળવી શકે તે વાત તો ખુદ ભાજપ પણ સારી પેઠે જાણે છે. ત્યારે આ એક વર્ષ ભાજપના આ નવા મુખ્યમંત્રી માટે "કરો યા મારો" જેવી સ્થિતિ ઊભી થવાની છે. ત્યારે આ પદ માટે જે જે લોકોના નામની ચર્ચા થઇ રહી છે તે ખરેખરમાં આ પદ માટે યથાર્થ છે તે પર એક વિશ્લેષ્ણાત્મક આર્ટીકલ વાંચો અહીં...

અમિત શાહ

અમિત શાહ

હાલ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ તેવા અમિત શાહ ગુજરાતના સીએમ બનવાની દોડમાં સૌથી આગળ છે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી. તે મોદી સરકાર વખતે પણ ગૃહ પ્રધાન રહી ચૂક્યા છે. અને વહીવટ અને સરકારી તંત્ર બન્ને પર પકડ પણ સારી છે.

શું તે યોગ્ય ઉમેદવાર છે?

શું તે યોગ્ય ઉમેદવાર છે?

ગુજરાતની હાલની જે સ્થિતિ છે અનામત આંદોલન, ઉના કેસ તે જોતા રાજ્યની વણસતી પરીસ્થિતિ કાબુમાં લઇને શાંતિ સ્થાપવાની તાતી જરૂર છે. જે વાત અમિત શાહ કરી શકે છે. પણ તેમની હિંદુવાદી વિચારધારા, સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ જેવા મુદ્દાઓ તેમના પગની બેડી બની શકે છે. જો કે રાજકીય સુત્રો પણ તે કહી ચૂક્યા છે કે અમિત શાહને ગુજરાતના સીએમ બનવામાં "ભારે રસ છે!"

વિજય રૂપાણી

વિજય રૂપાણી

બીજી ઓગસ્ટ એટલે કે આજે વિજય રૂપાણીનો બર્થ ડે છે. વિજય રૂપાણી હાલ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે. તેમને બોલવાની છટા, આરએસએસ બેકગ્રાઉન્ડ, ક્લીન ઇમેજ તેમની આ રેસમાં બીજા ક્રમે લાવે છે. તે આ સીએમ રેસના પ્રબળ દાવેદાર છે.

નીતિન પટેલ

નીતિન પટેલ

નીતિન પટેલના નામની સીએમ રેસમાં ચર્ચા જરૂર થાય છે પણ પાટીદાર આંદોલનને જોતા અને 2017ની ચૂંટણીને જોતા ભાજપ એક બીજા "પટેલ નેતા"ને સીએમ બનાવવાનો ચાન્સ લેશે કે કેમ તે જોવું રહ્યું.

પુરુષોત્તમ રૂપાલા

પુરુષોત્તમ રૂપાલા

પુરુષોત્તમ રૂપાલાનું નામ પણ સીએમ લિસ્ટમાં છે. પણ તે હાલ કેન્દ્રિય મંત્રી છે. મોદીના ડાબા હાથ હોવાની સાથે તેમના નામનો ચાન્સ જરૂર છે. વળી તે કડવા પાટીદાર પણ છે. પણ તેમ છતાં અમિત શાહ અને રૂપાલા વચ્ચે અમિત શાહના ચાન્સ વધારે છે.

નવો ચહેરો?

નવો ચહેરો?

ગુજરાતના નવા મુખ્યમંત્રીનો નિર્ણય ભાજપની સંસદીય બેઠક કરશે. 2017ની ચૂંટણીને જોતા તે વાત પણ નકારાય તેવી નથી કે કોઇ નવો જ ચહેરો સીએમ તરીકે આવી શકે છે. કાં તો પછી કોઇ કેન્દ્રિય મંત્રી? નોંધનીય છે કે નરેન્દ્ર મોદીની ગુજરાતના મુખ્યમંત્રી બનવાની શરૂઆત પણ કંઇક આવી રીતે જ થઇ હતી. અને બની શકે આ વખતે પણ આ ટ્રાય એન્ડ ટેસ્ટેડ અખતરો બીજેપી માટે કારગર સાબિત થાય!

English summary
Four senior BJP leaders have emerged as the frontrunners to replace Anandiben Patel as the state's chief minister. here is full story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X