For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીમાં ગાંઘી, સરદાર અને ધીરુભાઇની છાંટઃ અનિલ અંબાણી

By Rakesh
|
Google Oneindia Gujarati News

anilambani
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં નામી ઉદ્યોગપતિઓએ હાજરી આપી છે. 11 જાન્યુઆરીના રોજ યોજીત કાર્યક્રમમાં અનિલ અંબાણીએ પોતાના જયેષ્ઠ ભાઇ મુકેશભાઇ અંબાણીને આદર આપતાની સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને વિજયની હેટ્રિક લગાવનારા નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યાં હતા. એથી પણ વધું તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને અનુરોધ કર્યો હતો કે વિજયની ગાથા લખનાર અને લાંબુ વિઝન ધરાવનાર નરેન્દ્ર મોદીને સ્ટેન્ડઅપ એવિએશન આપવામાં આવે. તેમની આ વાતને ઉપસ્થિત તમામ મેદનીએ માનીને મોદીને સ્ટેન્ડપ એવિએશન આપ્યું હતું.

તેમણે ગાંધી ટૂ મોદી સુધીના કનેક્શન અંગે જણાવતા નોંધ્યું હતું કે, 2 ઓક્ટોબર, 1869ના રોજ ગાંધીજીનો જન્મ થયો, સરકાર પટેલનો જન્મ નડિયાદમાં થયો, 1932માં ગુજરાતના ચોરવાડમાં ધારુભાઇનો જન્મ થયો, 17 સપ્ટેમ્બર, 1962માં વડનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ થયો. છેલ્લા કેટલાક વર્ષોમાં નરેન્દ્ર મોદીને વિવિધ રીતે જોવામાં આવ્યા છે. સંસ્કૃતમાં તેમના નામનો અર્થ કરીએ તો તેઓ માણસોના રાજા છે. લીડર્સના લીડર્સ છે. રાજાના રાજા છે. તેમના વિઝનને કારણે તેઓ મુખ્યમંત્રી તરીકે ચૂંટાતા આવ્યા છે.

ગાંધીજી, સરદાર પટેલ અને ધીરુભાઇ અંબાણી સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જોડતા તેમણે કહ્યું હતું કે, ગાંધીજીએ લીડરશિપ અને અંતર પૂરું કરવાનો મંત્ર આપ્યો, મોદી સાહેબે તેમ કર્યું. સરદાર પટેલે જરૂપિયાતો પૂરી કરવા જણાવ્યું, નરેન્દ્ર મોદીએ તે કર્યું. મારા પિતા ધીરુભાઇએ લીડરશિપનો મંત્ર આપ્યો, તે પણ તેમણે ફોલો કર્યો. આ સાથે તેમણે હ્યદય આંખો ખુલ્લા રાખીને તેમના વિચારોને પણ અમલમાં મૂક્યા. નરેન્દ્ર મોદીમાં અર્જુન જેવી સ્પષ્ટ દીર્ઘદ્રષ્ટિ છે. જેના કારણે છેલ્લા દાયકામાં તેઓ વિશ્વ અને દેશમાં અનોખા વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઉત્સવ અને મેળાનો માહોલ હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ઉદઘાટનનો પ્રસંગ હતો. આ પ્રસંગે આજે દેશ, વિદેશના બિઝનેસ જૂથો , વિદેશી પ્રતિનિધિમંડળો, ઉદ્યોગ અગ્રણીઓ, સરકારી અધિકારીઓની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇવેન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ વાઇબ્રન્ટ ઇવેન્ટમાં હાજરી આપવા માટે રતન ટાટા, અદિ ગોદરેજ, આનંદ મહિન્દ્ર, ચંદા કોચર, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી વગેરે જેવા ભારતીય ઉદ્યોગના મધાંતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત વિદેશી મહાનુભાવોએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. તાકાશી યાગી, એમ્બેસેડર જાપાન, પેટ્રિક બ્રાઉન એમપી કેનેડા આવ્યા હતા. આ પ્રસંગે સૌપ્રથમ ગણેશ વંદના કરીને ગુજરાતની ઓળખ આપતું કવિ નર્મદ લિખિત ગીત 'જય જય ગરવી ગુજરાત' રજૂ કરવામાં આવ્યું હતું.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X