• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગાંધીનગરથી અમિત શાહે પોતાની ઉમેદવારી નોંધાવી

|

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે લોકસભા ચૂંટણી માટે ગાંધીનગરથી પોતાનું નામાંકન પત્ર ભરશે. અમિત શાહ આજ ગાંધીનગર કલેક્ટર કાર્યાલય પર વિજય મુહૂર્તમાં 12 વાગ્યે 39 મિનિટ પર નામાંકન પત્ર ભરશે. નામાંકન પહેલા અમદાવાદમાં એક પબ્લિક મીટિંગને સંબોધિત કરશે. જે બાદ અમિત શાહનના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે. અમિ શાહનું નામાંકન ભવ્ય થનાર છે. આ મોકા પર એનડીએ ગઠબંધન પાર્ટીના મોટા નેતા હાજર રહેશે. રોડ શોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ઓમ માથુર, જીતુ વાઘાણી, સ્મૃતિ ઈરાની, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, હરિભાઈ ચૌધરી ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદના સાંસદ , ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ હાજર હેશે.

amit shah

Newest First Oldest First
3:17 PM, 30 Mar
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગરથી પોતાનું નામાંકન દાખલ કર્યું.
11:58 AM, 30 Mar
જનસભા બાદ અમિત શાહનો રોડ શો શરૂ થઈ ગયો છે. વિવિધ જગ્યાએ કાર્યકર્તાઓ ફૂલોનો વરસાદ કરી રહ્યા છે.
11:57 AM, 30 Mar
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આજે ગાંધીનગર લોકસભ ક્ષેત્રથી ભાજપના ઉમેદવારના રૂપમાં નામાંકન કરવા જઈ રહયો છું. મને આજે 1982ના દિવસો યાદ આવી રહ્યા છે. જ્યારે હું અહીં એક નાના બૂથનો બૂથ અધ્યક્ષ હતો. ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેયીજી સાંસદ રહ્યા. મારું સૌભાગ્ય છે કે ભાજપ મને અહીંથી સાંસદ બનાવવા જઈ રહી છે. ભાજપ એક વિછારધારાની પાર્ટી છે. દીનદયાળજીના અંત્યોદયના સિદ્ધાંત પર આગળ વધતી પાર્ટી છે. આજે દેશ સામે સવાલ છે કે દેશને સુરક્ષા કોણ આપી શકે છે. દેશને સુરક્ષા માત્ર નરેનદ્ર મોદીજી અને એનડીએની સરકાર જ આપી શકે છે.
11:55 AM, 30 Mar
રાજનાથ સિંહે કહ્યું કે જે કામ હું સાઢા પાંચ વર્ષમાં ન કરી શક્યો, તે કામ અમિત શાહે પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં કરી બતાવ્યું. આજે અહીંથી અમિત શાહજી પોતાનું નામાંકન કરવા જઈ રહ્યા છે. હું તેમને શુભકામના પાઠવવા આવ્યો છું. હું આશ્વસ્ત છું કે અહીંની જનતા તેમને ભરપૂર આશિર્વાદ આપશે.
11:09 AM, 30 Mar
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ઘણા લોકો આશ્ચર્યચકિત થયા કે હું આજે અહ્યાં કેમ આવ્યો. કેટલાક લોકો ખુશ હતા કે શિવસેના અને ભાજપમાં મતભેદ છે, પરંતુ હું એ લોકોને કહેવા માંગું છું કે અમારી વચ્ચેનો મતભેદ ખતમ થઈ ગયો છે. અમિત શાહ સાથે મારું દિલ મળી ગયું છે. આજે અમારી સોચ એક છે, વિચાર એક છે, નેતા એક છે. વિપક્ષ પર નિશાન સાધા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમનું દિલ મળે કે ન મળે, હાથ જરૂર મળવા જોઈએ.
11:07 AM, 30 Mar
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અમિત શાહના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે એક તરફ જ્યાં પીએમ મોદીની આગેવાનીમાં દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે બીજી બાજુ અમિત શાહના નેતૃત્વમાં ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ગાંધીનગર સીટથી અમિત શાહની જીત નક્કી છે.
10:47 AM, 30 Mar
જનસભા સ્થળે મંચ પર ભાજપના અધ્યક્ષ અમિત શાહ પહોંચી ચૂક્યા છે. તેમની સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેટલાય મંત્રીઓ અને પાર્ટી પદાધિકારીઓ હાજર છે.
10:42 AM, 30 Mar
ભાજપના અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને માળા અર્પણ કરી. જે બાદ તેઓ જનસભા સ્થળે રવાના થયા.
10:42 AM, 30 Mar
ગુજરાતની ગાંધીનગર સીટ પરથી લાલ કૃષ્ણ અડવાણી ગયા તો અમિત શાહ આવ્યા. આ એ જ સીટ છે જ્યાં અડવાણીએ જીતની સિક્સર લગાવી હતી. ગાંધીનગર 30 વર્ષથી ભાજપનો ગઢ રહ્યું છે પરંતુ તેને અભેદ્ય બનાવવામાં અમિત શાહની મોટી ભૂમિકા છે. 23 વર્ષથી તેઓ અહ્યાંના ઈન્ચાર્જ રહ્યા.
10:41 AM, 30 Mar
ગાંધીનગર સીટથી નામાંકન દાખલ કરવા માટે અમિત શાહ ઘરેથી નીકળી ચૂક્યા છે. તેઓ પહેલા એક જનસભા સંબોધિત કરશે. જે બાદ રોડ શો થશે. રોડ શોની ભવ્ય તૈયારી કરવામાં આી છે. મહિલાઓની ટોળી કળશ લઈને તૈયાર જોવા મળી છે. યુવકોએ પણ મેં ભી ચૌકીદાર વાળું ટીશર્ટ પહેર્યું છે તો કેટલાકના હાથમાં ડાંડિયા જોવા મળ્યા છે.
10:41 AM, 30 Mar
શનિવારે જ્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ નામાંકન દાખલ કરશે તો ગાંધીનગર સીટનો ઈતિહાસ ફ્લેશબેકમાં 28 વર્ષ પહેલા પણ જશે. ત્યારે પહેલીવાર ભાજપના ત્યારના સૌથી પ્રભાવશાળી નેતા અને અધ્યક્ષ લાલ કૃષ્ણ અડવાણીએ ગાંધીનગરથી ચૂંટણી જીતી હતી. એ સમયે અમિત શાહ જ તેમના ચૂંટણી પ્રચારના પ્રભારી હતા, પરંતુ હવે સમય અમિત શાહની પાછળ પાછળ ચાલી રહ્યો છે.
10:41 AM, 30 Mar
અમિત શાહના રોડ શોની તૈયારીઓ થઈ ચૂકી છે. પહેલા તેઓ એક જનસભા સંબોધિત કરશે. કાર્યકર્તાઓ સભા સ્થળ પર એકઠા થઈ રહ્યા છે.
10:41 AM, 30 Mar
અમિત શાહના નામાંકનમાં સામેલ થવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ દિલ્હીથી ગાંધીનગર આવી ગયા છે.
10:41 AM, 30 Mar
ભાજપની ગુજરાત એકમના પ્રમુખ જીતુ વાઘાણીએ શુક્રવારે કહ્યું કે અમિત શાહનું નામાંકન પત્ર દાખલ કરતી વખતે ભાજપના સહયોગી દળોના નેતાઓ ઉપરાંત રજનાથ સિંહ અને નીતિન ગડકરી જવા કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ તમામ નેતાઓ આજે અમિત શાહના રોડ શોમાં હાજર રહેશે.
10:40 AM, 30 Mar
ગાંધીનગર ભાજપની પરંપરાગત મનાતી સીટ છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી આ સંસદીય સીટથી પાછલા કેટલાય વર્ષોથી ગાંધીનગર સીટ પરથી સાંસદ રહી ચૂક્યા છે. અડવાણી 1998થી આ સીટનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.
10:40 AM, 30 Mar
ભાજપ તરફથી ગૃહ મંત્રી રાજનાથ સિંહ, અરુણ જેટલી, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની, ઓમ માથુર જેવા ભાજપના નાના-મોટા નેતા આ નામાંકનમાં અમિત શાહ સાથે રહેશે. ભાજપે આ વખતે અણિત શાહને ગાંધીનગરથી ઉમેદવાર બનાવ્યા છે. અમિત શાહ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
10:39 AM, 30 Mar
રાજ્યસભા અને લોકસભા સભ્યો, સાંસદ, ધારાસભ્યો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સામેલ થસે. આ મોકે અકાળી દળના પ્રકાશ બાદલ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, રામ વિલાસ પાસવાન વિશેષ રીતે નામાંકન સમયે હાજર રહેશે.

English summary
anit shah will file his nomination today from gandhinagar, get live update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X