For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતદાનમાં તાપી જિલ્લો બીજા નંબરે, ઝડપી મતદાન કરાવનારા ટીમનું સન્માન કરાયુ

૧૯ જિલ્લાઓમાંથી સૌથી ઝડપી અને ઝીરો એરરથી રિસિવિંગ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવનાર ૧૭૧ વ્યારા વિધાનસભા મતવિસ્તારના બુથ રૂપવાડા-૧ અને ભાટપુર-૨ ટીમને જિલ્લા ચૂંટણી તંત્રેએ પ્રમાણપત્ર આપી નવાજ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

વ્યારા : ૧૯ જિલ્લાઓમાંથી સૌથી ઝડપી અને ઝીરો એરરથી રિસિવિંગ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવનાર ૧૭૧ વ્યારા વિધાનસભા મતવિસ્તારના બુથ રૂપવાડા-૧ અને ભાટપુર-૨ ટીમને જિલ્લા ચૂંટણી તંત્રેએ પ્રમાણપત્ર આપી નવાજ્યા હતા. સમગ્ર રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયુ છે ત્યારે આ પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાઓમાં તાપી જિલ્લો ૭૭.૦૪ ટકા સાથે બીજા ક્રમે રહ્યો છે. નર્મદા જિલ્લો ૭૮.૪૨ ટકા સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો.

vote

કલાક મુજબના આંકડા પર નજર કરીએ તો, તાપી જિલ્લામાં પ્રથમ કલાકમાં ૦૮ થી ૦૯ વાગ્યા સુધીમાં કુલ ૦૭.૨૬ ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ ૦૯થી ૧૧ વાગ્યા સુધીમાં કુલ ૨૬.૪૭ ટકા, સવારે ૧૧ થી ૦૨ વાગ્યા સુધી ૪૬.૩૫ ટકા, બપોરે 03 વાગ્યા સુધીમાં ૬૪.૨૭ ટકા, સાંજે ૦૫ વાગ્યા સુધીમાં ૭૨.૩૨ ટકા મતદાન નોંધાયું હતું. મોડી રાત્રે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી મળેલ છેલ્લા આંક મુજબ તાપી જિલ્લામાં સરેરાશ ૭૭.૦૪ ટકા મતદાન નોંધાયું હતું.

મતવિસ્તાર અનુસાર આંકડા પર નજર કરીએ તો, ૧૭૧-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ૧૦૮૪૩૦ પુરુષ મતદારો પૈકી ૮૪૪૦૭ પુરુષોએ મતદાન કર્યું હતું. આ સિવાય ૧૧૪૬૫૭ સ્ત્રી મતદારો પૈકી ૮૪૨૦૬ મહિલાઓ અને અન્ય ૦૪ પૈકી ૦૩ મતદારો મળી ૨૨૩૦૯૧ મતદારો પૈકી કુલ ૧૬૮૬૧૬ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ટકાવારી અનુસાર જોઇએ તો ૧૭૧ વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ૭૫.૫૮ ટકા મતદાન નોંધાયું હતું.

૧૭૨-નિઝ વિધાનસભા મતવિસ્તારમાં ૧૩૮૦૦૫ પુરુષ મતદારો પૈકી ૧૦૯૭૩૪ પુરુષ મતદારોએ મતદાન કર્યું હતું. અને ૧૪૪૫૯૯ સ્ત્રી મતદારો પૈકી ૧૧૧૨૩૪ મહિલાઓ મળી ૨૮૨૬૦૪ મતદારો પૈકી ૨૨૦૯૬૮ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ટકાવારી અનુસાર જોઇએ તો ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ૭૮.૧૯ ટકા મતદાન નોંધાયું છે.

આમ તાપી જિલ્લામાં ૨૪૬૪૩૫ પુરષ મતદારો અને ૨૫૯૨૫૬ સ્ત્રી મતદારો અને અન્ય ૦૪ મતદારો મળી કુલ-૫૦૫૬૯૫ મતદારો પૈકી કુલ-૧૯૪૧૪૧ પુરુષ અને કુલ-૧૯૫૪૪૦ મહિલાઓ મળી કુલ-૩૮૯૫૮૪ મતદારોએ લોકશાહીના અવસરમાં મતદાન કરી જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. આમ તાપી જિલ્લામાં કુલ-૭૭.૦૪ ટકા મતદાન નોંધાયું હતું.

અહીં રસપ્રદ બાબત એ છે કે, તાપી જિલ્લામાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષ મતદારો કરતા વધારે છે. અહી ૨૪૬૪૩૫ પુરુષ મતદારોની સામે ૨૫૯૨૫૬ સ્ત્રી મતદારો મળી ૫૦૫૬૯૫ નોંધાયેલા મતદારો છે. જેમાં મહિલા મતદારો મતદાન કરવામાં પુરુષ મતદારો કરતા આગળ છે. જિલ્લામાં ૧૯૪૧૪૧ પુરુષ અને ૧૯૫૪૪૦ મહિલાઓ મળી ૩૮૯૫૮૪ જાગૃત મતદારો મળી ૭૭.૦૪ ટકા મતદાન નોંધાયું છે.

પ્રથમ તબક્કાના ૧૯ જિલ્લાઓમાંથી સૌથી ઝડપી અને ઝીરો એરરથી રિસિવિંગ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવનાર ૧૭૧ વ્યારા વિધાનસભા મતવિસ્તારના બુથ રૂપવાડા-૧ અને ભાટપુર-૨ની ટીમને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ભાર્ગવી દવે અને તાપી જિલ્લા પ્રસાશનની ટીમ દ્વારા પ્રમાણપત્ર આપી બીરદાવવામાં આવ્યા હતા. તથા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલ અધિકારી-કર્મચારીઓની સુદ્રઢ કામગીરીને બીરદાવી હતી.

English summary
Appreciated the team who conducted quick voting in Tapi district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X