• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Exclusive : તમને કૅંસર છે? ગભરાવવાની જરૂર નથી, પહોંચી જાઓ સૂરત

By કન્હૈયા કોષ્ટી
|

સૂરત, 5 સપ્ટેમ્બર : સાંભળીને આશ્ચર્ય થયું ને? સામાન્ય રીતે એવી ધારણા છે કે કૅંસર એટલે કૅંસલ! કોઈ પણ દરદીને જ્યારે પોતાની બીમારી અંગે કૅંસરનું નિદાન થાય કે તરત જ તે હામ ગુમાવી બેસે છે. કૅંસરનું નામ પડતા જ દરદી તો શું, તેના પરિજનો પણ હાંફળા-ફાંફળા થઈ જાય છે અને પહેલો જ પ્રશ્ન મનમાં ઉદ્ભવે છે, ‘હવે શું થશે?'

જે લોકો કૅંસર રોગની સારવારમાંથી પોતે પસાર થયા હોય કે તેમના કોઈ પરિજનની સારવારના સાક્ષી હોય, તેમના મનમાં કોઈને પણ કૅંસર થયાનું નિદાન સાંભળતા જ કિમોથેરેપી, રેડિયેશન કે ઑપરેશન જેવી પ્રક્રિયાઓ ફિલ્મની પટ્ટીની જેમ ચાલી જતી હોય છે અને આ પટ્ટી તેમનુ કાળજુ કંપાવી મૂકે છે. કૅંસરનો દરદી તો જાણે આ વાત સાંભળતા જ સ્તબ્ધ બની જાય છે કે હવે તેનું જીવન કૅંસલ...!!!

પણ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા તબીબ વિશે કે જે કૅંસરની દર્દરહિત સારવાર કરે છે. દુનિયાનો કોઈ તબીબ કૅંસરની સારવાર શરૂ કરતા પહેલા કૅંસર મટાડી દેવાનો દાવો ન કરતો હોય, તો આપણે આ તબીબ પાસે પણ આવા દાવાની અપેક્ષા નહીં જ કરવી જોઇએ, પણ તેમના દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલી કૅંસરની સારવાનો ઇતિહાસ આપણને જરૂર આશા આપી શકે છે.

વધુ સસ્પેંસ ન રાખતાં, આપને જણાવી જ દઇએ એ તબીબ વિશે. તેમનું નામ છે ડૉ. રણજીત સિંહ સોલંકી. તેઓ સૂરત ખાતે પ્રૅક્ટિસ કરે છે. ડિગ્રીની વાત કરીએ, તો તેઓ જામનગર આયુર્વેદ યુનિવર્સિટીમાંથી બીએસએએમ એટલે કે બૅચલર ઑફ ઇંડિયન સિસ્ટમ્સ ઑફ મેડિસીનની ડિગ્રી ધરાવે છે. તેઓ મુખ્યત્વે કૅંસર રિસર્ચ સાથે સંકળાયેલા છે અને તેમણે કૅંસર રોગથી પીડાતા અનેક દરદીઓને નવજીવન આપ્યુ છે. ડૉ. સોલંકી અમેરિકાના વૉલ્ટર રીડ્સ આર્મી સેંટર સાથે કૅંસરની મલ્ટી લેવલ, મલ્ટી મૉલીક્યુલર હર્બલની નવીન ચિકિત્સા પદ્ધતિઓ અંગે સંશોધન કરે છે. તેમણે આ હર્બલ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરી અનેક કૅંસર રોગીઓને કૅંસર મુક્ત કર્યા છે.

ચાલો સ્લાઇડર સાથે જાણીએ ડૉ. રણજીત સિંહ સોલંકી અને તેમની કૅંસર રોગ અંગેની સફળ સારવાર વિશે :

મોઢાનું કૅંસર

મોઢાનું કૅંસર

સૂરતના આ યુવાનને મોઢાનું કૅંસર થયુ હતું. 2012માં ગણેશભાઈ રાઠોડને અચાનક તબીબોએ કૅંસરનું નિદાન કર્યું. તે વખતે ગણેશભાઈ 30 વર્ષના હતાં. તેમણે કૅંસરની સારવાર એલોપેથી પદ્ધતિ વડે રૂ કરાવી. સર્જરી, કિમોથેરેપી અને રેડિયો થેરેપી વગેરે જેવી પીડાકારક સારવારમાંથી પસાર થવા છતાં ગણેશભાઈ પુનઃ કૅંસરના ઉથલાનો ભોગ બન્યાં. હવે ગણેશભાઈ કૅંસરના અસાધ્ય સ્ટેજ પર પહોંચી ચુક્યા હતાં.

અને મળ્યો રાહ

અને મળ્યો રાહ

દરમિયાન ગણેશભાઈનો સમ્પર્ક સૂરતમાં રુસ્તમપુરા ખાતે સોલંકીઝ હર્બલકૅર નામનુ ક્લિનિક ધરાવતા ડૉ. રણજીત સિંહ સોલંકી સાથે થયો. સોલંકીએ હર્બલ ચિકિત્સા પદ્ધતિ દ્વારા ગણેશભાઈની સારવાર શરૂ કરી. જે ગણેશભાઈએ અગાઉ પીડાકારક કિમોથેરેપી અને રેડિયો થેરેપી લીધી હતી અને તેની આડઅસરોનો ભોગ બન્યા હતાં, તે ગણેશભાઈ માટે ડૉ. રણજીત સિંહ સોલંકીની હર્બલ સારવાર પીડામુક્ત અને ઉપકારક રહી.

સાત મહીનામાં મુક્ત

સાત મહીનામાં મુક્ત

ગણેશભાઈએ ડૉ. રણજીત સિંહ સોલંકી પાસે સાત મહીના સુધી સારવાર લીધી. તેમના દ્વારા અપાયેલ હર્બલ દવાઓ નિયમિત રીતે ચાલૂ રાખી. સાત મહીના બાદ ગણેશભાઈ ઉપર સીટી સ્કૅન તથા અન્ય પૅરામીટર દ્વારા ચકાસણી કરાઈ, ત્યારે સૌ આશ્ચર્યમાં પડી ગયાં. ગણેશભાઈમાં કૅંસર રોગની સક્રિયતાના લક્ષણો સમ્પૂર્ણપણે નાશ થઈ ચુક્યા હતાં. કોઈ પણ આડઅસર વિના ગણેશભાઈ કૅંસરમુક્ત થઈ ચુક્યા હતાં.

આ વૃદ્ધા આજેય જીવે છે

આ વૃદ્ધા આજેય જીવે છે

આ છે વલસાડના વયોવૃદ્ધ પારસી મહિલા હોમાઈ બારડોલીવાળા. તેમને 15મી જુલાઈ, 2003ના રોજ સ્તન કૅંસરનું નિદાન થયુ હતું અને તે સતત પ્રસરતુ જતુ હતું. તબીબોનો અભિપ્રાય હતો કે દર્દીની ઉંમર વધુ હોવાથી તથા હૃદય રોગ હોવાથી સ્ટૅંડર્ડ થેરેપી આપવી યોગ્ય નથી. સર્જરી, કિમોથેરેપી કે રેડિયોથેરેપી શક્ય નથી. પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કરી કૅંસરની ગાંઠનું ઑપરેશન કરવામાં આવ્યું. હોમાઈ બારડોલીવાળાના નાના પુત્ર ફરોખના જણાવ્યા મુજબ સારવાર બાદ તેમના માતાની હાલત સતત કથળતી જતી હતી.

ખુદાઈજીએ બતાવ્યો રોહ

ખુદાઈજીએ બતાવ્યો રોહ

ફરોખના જણાવ્યા મુજબ ઘણી જગ્યાએ સારવારની દુઃખદાયક અને લાંબી પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ અમને કોઇકે કહ્યું કે અમારા ધર્મના મુખ્ય ધામ ઉદવાડાથી પવિત્ર પાણી લાવી તમારી માતાને પીવડાવો કે જેથી તેમનો જીવ જાય. ફરોખભાઈ ઉદવાડા ગયાં અને તે જ દરમિયાન ખુદાઈજના રહેમથી અમને ડૉ. રણજીત સિંહ સોલંકી વિશે સાંભળવા મળ્યું. ડૉક્ટર સાહેબ તે વખતે ઉદવાડા આવેલા જ હતાં. અમે તેમનો સમ્પર્ક કર્યો. ડૉક્ટરે મારી માતાને તપાસી, રિપોર્ટ જોયા અને દવા લેવા સૂરત આવવા કહ્યું. અમે સૂરત ગયાં અને ડૉ. રણજીત સિંહ સોલંકીની હર્બલ ટ્રીટમેંટ શરૂ કરાવી. ફરોખભાઈ કહે છે કે પાંચ વર્ષ કરતા વધુ થઈ ગયાં. મારા બા હજુ જીવે છે. હોમાઈ બારડોલીવાળા માત્ર હરી-ફરી જ નથી શકતાં, પણ ઘરનું છુટક કામ પણ કરતા થયા છે.

આ પણ ચમત્કાર

આ પણ ચમત્કાર

સૂરતના રિક્શા ચાલક નરેન્દ્રભાઈ વાંસિયાને 36 વર્ષની વયે સ્વરપેટીનું કૅંસર થયું. તેમણે સ્વરપેટી પણ કઢાવી નાંખી. થતાં કૅંસરનો ફેલાવો થંભ્યો નહીં. તેઓ ડૉ. રણજીત સિંહ સોલંકીના સમ્પર્કમાં આવ્યાં અને ચાર વર્ષથી તેમની સારવાર લઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ આજે હર્બલ દવાઓની કોઈ પણ આડઅસર અને કૅંસરના ઉથલા વગર સાજા-માજા થઈ રિક્શા ચલાવે છે અને પરિવારનું ગુજરાન કરે છે.

કોણ છે ડૉ. રણજીત સિંહ સોલંકી?

કોણ છે ડૉ. રણજીત સિંહ સોલંકી?

ડૉ. રણજીત સિંહ સોલંકી આયુર્વેદ/હર્બલ ચિકિત્સા પદ્ધતિથી વિશ્વના કૅંસર ક્ષેત્રે સંશોધન કરતા વૈજ્ઞાનિકોમાં આગવુ નામ ધરાવે છે. તેઓ 12 વર્ષથી કાર્ય કરે છે. તેઓ વિશ્વની પ્રતિષ્ઠિત કૅંસર રિસર્ચ ઇંસ્ટીટ્યૂટ અને તેના વૈજ્ઞાનિકો સાથે સમ્પર્કમાં છે. ડૉ. રણજીત સિંહ સોલંકીએ મોઢાના કૅંસર, ફેફસાના કૅંસર, સ્તન કૅંસર, આંતરડ-લીવરનું કૅંસર, પ્રોસ્ટેટ કૅંસર તથા અન્ય કૅંસર ક્ષેત્રે જ્યાં આધુનિક ચિકિત્સાની મર્યાદા સમાપ્ત થાય, તેવા કેસોમાં દર્દીને ક્વૉલિટી ઑફ લાઇફ આપી નવજીવન બક્ષ્યું છે.

આડઅસર રહિત દવાઓ

આડઅસર રહિત દવાઓ

ડૉ. સોલંકી કહે છે કે ભારતીય વનસપ્તિઓમાં કૅંસરનો સામનો કરી શકનાર અનેક ગુણધર્મો છે કે જે કૅંસરના દર્દીઓ માટે આશાનું કિરણ છે. હર્બલ ચિકિત્સા પદ્ધતિ નવા તથા અંતિમ અવસ્થાના કોઈ પણ કૅંસરમાં આશીર્વાદ સમાન છે અને ઉચ્ચ કક્ષાની ક્વૉલિટી ઑફ લાઇફ આપે છે. આ સારવાર ફક્ત કૅંસરના કોષો પર જ અસર કરે છે. તેની કોઈ આડઅસર નથી. ડૉ. સોલંકીના ભાઈ નટવર સિંહ સોલંકી પણ તેમની મદદ કરે છે.

English summary
Dr. Ranjitsinh Solanki qualified herbalists based in Surat, have been conducting research and modernizing the ancient concepts of the Indian Traditional Systems of Medicine. He is specialized in the field of Oncology and have successfully treated several hundreds of cancer patients. suffering from various types of cancer like Leukemia, Colon Cancer, Breast Cancer, Prostate Cancer, Multiple Myeloma, etc. Palliative and Integrative Cancer Care Management are their main thrust areas in research.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more