For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દારૂ પાર્ટીમાં હવે મોઢવાડિયાની પુત્રી અને પુત્રવધૂ નામ બહાર આવ્યા

|
Google Oneindia Gujarati News

અમદાવાદના ઇસ્કોન પાસે આવેલા આશાવરી ટાવરમા થયેલી દારૂ પાર્ટીમાં રોજરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એવી વિગતો બહાર આવી છે કે આ પાર્ટીમાં મોઢવાડિયાના પુત્રની સાથે તેની પુત્રવધૂ અને પુત્રી પણ હાજર હતા. તેમજ પાર્ટી કરનારા વરૂણ જૈનની પત્ની પણ હાજર હતી. જેમને પોલીસે તોડ કરીને જવા દીધા હતા.

નોંધનીય છે કે મંગળવારે જ પોલીસે તોડ કર્યો હોવાનો આક્ષેપ વાળો ઓડિયો ટેપ અર્જુન મોઢવાડિયાએ પ્રચાર માધ્યમો સમક્ષ જાહેર કર્યો હતો. જેને પગલે મહિલા પીએસઆઈ સી. બી. જાડેજા સામે ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. અને તેમની બદલી પણ કરવામાં આવી હતી. હવે આ મુદ્દે ક્રાઈમબ્રાંચ દ્વારા પુરાવા રજૂ કરવા અને નિવેદન નોંધાવા અર્જુન મોઢવાડિયાને સમન્સ મોકલાયું છે. આ ઉપરાંત કેસ સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા 35 લોકોને પણ સમન્સ આપવામાં આવ્યા છે.

પહેલા પુત્ર પછી આ

પહેલા પુત્ર પછી આ

નોંધનીય છે કે અર્જૂન મોઢવાડિયાના પુત્રનું નામ આ દારૂ પાર્ટીમાં જોડાતા જ વિવાદનો વંટોળ ઉમટ્યો હતો. હવે નવી બાતમી પછી તેની પુત્રવધુ અને પુત્રીના નામ પણ બહાર આવ્યા છે.

મહિલાઓને છોડવવા તોડ

મહિલાઓને છોડવવા તોડ

ઓડિયા ક્લિપ અને આ કેસમાં પણ જે બાબતો બહાર આવી છે તે બતાવે છે કે આ કેસમાં મહિલાઓ પણ ફસાઇ હતી. જેના તોડ માટે વાતચીત થઇ હતી.

મોઢવાડિયાનો આરોપ

મોઢવાડિયાનો આરોપ

મંગળવારે પ્રેસ કોન્ફર્ન્સમાં મોઢવાડિયાએ પૈસા ગાંધીનગર સુધી પહોંચતા હોવાનો આક્ષેપ કરીને સમગ્ર પ્રકરણની તપાસમાં લાંચ રુશવત વિભાગ દ્વારા તપાસ કરાવી અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી.

હાલ પોલિસ શું કરી રહી છે?

હાલ પોલિસ શું કરી રહી છે?

જે બાદ આ મુદ્દે ક્રાઈમ બ્રાંચે ઝડપાયેલા 25 લોકોને પણ સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવાયા છે. તો પાર્ટીમાં હાજર મહિલાઓની ધરપકડ નહીં કરવા બદલ રૂપિયા ચાર લાખની માગણી કરનાર સેટેલાઈટ ડીસ્ટાફ પીએસઆઈ સી.બી.જાડેજા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે લાંચનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

English summary
Arjun Modhwadia daughter and daughter in law's names also come out in Alcohol party
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X