કાશ્મીરમાં આતંકવાદ વધારતી 370ની દિવાલ હવે ધરાશાયી થઈ ચૂકી છેઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયામાં જનતાને સંબોધિત કરીને કહ્યુ કે આજે આખી દુનિયા ભારતની વાત ગંભીરતાથી સાંભળે છે. તેમણે કહ્યુ કે આનુ કારણ કાશ્મીરથી કન્યાકુમારી, અટકથી કટક, એક રાષ્ટ્ર-શ્રેષ્ઠ રાષ્ટ્ર, મહાન સંસ્કૃતિ અને મહાન પરંપરા છે. આજે ભારત દુનિયાની સૌથી મોટી આર્થિક તાકાતોમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યુ છે તો તેની પાછળની તાકાત પણ આપણી એકતા છે.

ઉજ્વળ ભવિષ્ય તરફ પગરણ માંડી રહ્યા
પ્રધાનમંત્રીએ કહ્યુ કે દશકો સુધી આપણે ભારતીયો વચ્ચે આ અનુચ્છેદ 370એ એક અસ્થાયી દિવાલ બનાવી રાખી હતી. આજે સરદાર સાહેબીની આ ભવ્ય પ્રતિમાની સામે શિશ ઝૂકાવીને તેમને હિસાબ આપી રહ્યો છુ કે તમારુ જે સપનુ હતુ હવે તેના પરથી હવે દિવાલ પાડી દેવામાં આવી છે. તેમણે કહ્યુ કે એ પણ સોનામાં સુગંધ છે કે એકતાના પૂજારીની જન્મજયંતિ પર જ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પોતાના ઉજ્વળ ભવિષ્ય તરફ પગલુ આગળ માંડી રહ્યા છે.
|
370ની આ દિવાલ ધરાશાયી થઈ ચૂકી છે
તેમણે કહ્યુ કે અનુચ્છેદ 370એ જમ્મુ કાશ્મીરને માત્ર અલગાવવાદ અને આતંકવાદ આપ્યો છે. આ દેશની એકમાત્ર એવી જગ્યા હતી જ્યાં અનુચ્છેદ 370 હાજર હતો. જ્યાં ગયા ત્રણ દશકમાં આતંકવાદના કારણે 40 હજાર લોકોના મોત નીપજ્યા છે અને ઘણી માતાઓએ પોતાના દીકરા ખોયા છે. હવે અનુચ્છેદ 370ની આ દિવાલ ધરાશાયી થઈ ચૂકી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનઃ કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં આગ લાગતા 65 લોકોના મોત, 15 ઘાયલ

જમીન પર રેખાઓ ખેંચવા નહિ પરંતુ વિશ્વાસની એક મજબૂત કડી બનાવવા માટે
તમને જણાવી દઈએ કે આજે સ્વતંત્ર ભારતના પહેલા ઉપ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિ છે. દેશની આઝાદીમાં તેમનુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલી આપી છે. પ્રધાનમંત્રી કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી સ્થળ (સરદાર પટેલની પ્રતિમા) પહોંચ્યા.તેમણે લોકોને સંબોધિત કરીને કહ્યુ કે પહેલી વાર જમ્મુ કાશ્મીરમાં બીડીસીની ચૂંટણીમાં 98 ટકા સરપંચોએ મત આપ્યા. આ ભાગીદારી એક બહુ મોટો સંદેશ છે. હવે જમ્મુ કાશ્મીરમાં રાજકીય સ્થિરતા આવશે.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે આજથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખના બધા સરકારી કર્મચારીઓને સાતમાં પગારપંચ દ્વારા સ્વીકૃત ભથ્થાનો લાભ મળવાનો પણ શરૂ થઈ જશે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં નવી વ્યસ્થાઓ જમીન પર રેખાઓ ખેંચવા નહિ પરંતુ વિશ્વાસની એક મજબૂત કડી બનાવવા માટે છે.